ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર જોશ હેઝલવુડ 6 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તેને લો ગ્રેડ લેફ્ટ સાઇડ ઇન્જરી (પેટના નીચલા ભાગમાં દુખાવો) છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ શુક્રવારે રાત્રે કહ્યું કે હેઝલવુડની જગ્યાએ સીન એબોટ અને બ્રેન્ડન ડોગેટને ટીમમાં સામેલ કર્યા છે. હેઝલવુડે પર્થ ટેસ્ટમાં 5 વિકેટ લીધી હતી. તેણે પ્રથમ દાવમાં 4 અને બીજી ઇનિંગમાં એક વિકેટ ઝડપી હતી. માર્શ પણ ઈજાગ્રસ્ત, બીજી ટેસ્ટ રમવા અંગે શંકા
ઓસ્ટ્રેલિયન ટીમનો ઓલરાઉન્ડર મિચેલ માર્શ પણ ઈજાગ્રસ્ત છે. તેના સ્નાયુઓ ખેંચાઈ ગયા છે. બીજી ટેસ્ટમાં માર્શના રમવા પર શંકા છે. તેના સ્થાને ઓલરાઉન્ડર બ્યૂ વેબસ્ટરને ટીમમાં સામેલ કર્યો છે. પર્થ ટેસ્ટ બાદ માર્શને સ્નાયુમાં ખેંચાણ હતી. માર્શની ઈજા પર ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડે કહ્યું હતું – ‘માર્શની ફિટનેસ પર થોડી શંકા છે.’ ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે પણ માર્શની ફિટનેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. બોલેન્ડ પ્રેક્ટિસ મેચમાં રમી શકે
આજથી શરૂ થઈ રહેલી બીજી પ્રેક્ટિસ મેચમાં હેઝલવુડના સ્થાને સ્કોટ બોલેન્ડને તક આપવામાં આવી શકે છે. બોલેન્ડ બે દિવસીય પ્રેક્ટિસ મેચ દરમિયાન પીએમ એવલિન માટે રમશે. બોલેન્ડે તેની છેલ્લી ટેસ્ટ મેચ લીડ્ઝ ખાતે 2023 એશિઝ ટેસ્ટમાં રમી હતી. BGTમાં ભારત 1-0થી આગળ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમ 1-0થી આગળ છે. ટીમે ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં ચાર દિવસમાં 295 રનથી હરાવ્યું હતું. બોર્ડર-ગાસ્કર ટ્રોફીની બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે.