મણિપુરમાં પોલીસ અને ધારાસભ્યોના ઘરોમાં તોડફોડ અને આગચંપી કરવા બદલ અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ 16 નવેમ્બરે ઇમ્ફાલ પશ્ચિમની પટસોઇ પોલીસે ધારાસભ્યોના ઘરોને આગ લગાડવા બદલ એક આરોપીની ધરપકડ કરી હતી. બાકીની 27 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ, મણિપુરમાં તાજેતરની હિંસક ઘટનાઓ પછી, મેૈતેઇ સંગઠન આરામબાઈ તંગોલના સુપ્રીમો કોરો નગનબા ખુમાન અને કુકી સંગઠનના વડા NIAના રડાર પર છે. NIA મણિપુરમાં સુરક્ષા દળો પર હુમલા અને IED વિસ્ફોટના ચાર કેસની તપાસ કરી રહી છે. જેમાં ઈમ્ફાલમાં ફર્સ્ટ મણિપુર રાઈફલ્સ કેમ્પસમાંથી હથિયારો અને દારૂગોળાની લૂંટ, મોરેહમાં એક પોસ્ટ પર હુમલો અને બિષ્ણુપુરમાં આઈઈડી બ્લાસ્ટનો સમાવેશ થાય છે. ગૃહ મંત્રાલયે હાલમાં જ NIAને ચારેય કેસોની તપાસ કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે આ કેસોને ઇમ્ફાલની NIA કોર્ટમાંથી ગુવાહાટીની NIA સ્પેશિયલ કોર્ટમાં ટ્રાન્સફર પણ કર્યા છે. નદીઓમાં મેૈતેઈ સમુદાયની છ મહિલાઓ અને બાળકોના મૃતદેહો મળ્યા બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ ઈમ્ફાલ ખીણમાં ઘણા ધારાસભ્યોના ઘરોમાં તોડફોડ કરી હતી. 11 નવેમ્બરના રોજ, કુકી આતંકવાદીઓએ જીરીબામમાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટર પછી છ લોકોનું અપહરણ કર્યું હતું. ત્યારબાદની ગોળીબારમાં દસ કુકી બળવાખોરો પણ માર્યા ગયા હતા. મિઝોરમના સીએમ લાલદુહોમાને મણિપુરનો જવાબ- સારા પાડોશી બનો