back to top
HomeગુજરાતBZ કૌભાંડ મામલે શિક્ષણંત્રીનું નિવેદન:સરકારી શિક્ષકોની સંડોવણી અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાએ...

BZ કૌભાંડ મામલે શિક્ષણંત્રીનું નિવેદન:સરકારી શિક્ષકોની સંડોવણી અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાએ ઉદાહરણ સ્વરૂપ કાર્યવાહીની વાત કહી

રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલા BZ કૌભાંડમાં શિક્ષકોની સંડોવણી હોવાની પ્રાથમિક માહિતી સામે આવતા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ દ્રઢપણે જણાવ્યું કે, કૌભાંડમાં સંડોવાયેલા કોઈપણ શિક્ષકને છોડવામાં નહીં આવે અને કોઈપણ ભલામણ ક્યારેય સ્વીકારવામાં નહીં આવે. કોઈપણ રીતે ભ્રષ્ટાચારને સહન કરવાનું નહી
શિક્ષણ મંત્રીએ આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું, “જો કોઈ શિક્ષક કે શિક્ષણ જગત સાથે જોડાયેલ વ્યક્તિ કૌભાંડમાં સંડોવાયેલી હશે તો તેનાં વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. શિક્ષણ મંત્રાલય આ મુદ્દે ગમખ્વાર છે અને કોઈપણ રીતે ભ્રષ્ટાચારને સહન કરવાનું નહીં.” કાયદેસરની કાર્યવાહી માટે દ્રઢતા
BZ કૌભાંડમાં સંડોવાયેલા શિક્ષકો કે અન્ય એજન્ટોને લઈને પ્રફુલભાઈ પાનસુરીયાએ કહ્યું, “CID દ્વારા આપવામાં આવેલા નામો પર તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ શિક્ષકને ગુનામાં સંડોવાયો હોવાનું સાબિત થશે તો તેમને યોગ્ય દંડ અને સજા કરવામાં આવશે.” શિક્ષણ મંત્રાલયની કડક નિરીક્ષણની ખાતરી
શિક્ષણ મંત્રીએ ઉમેર્યું કે, પોલીસ તપાસના અંતે જે પણ નામો બહાર પડશે. તે જ દિવસે શિક્ષણ વિભાગ દ્વારા નિયત પગલાં લેવામાં આવશે. શિક્ષણ મંત્રાલયે સિસ્ટમમાં સંભવિત ભ્રષ્ટાચાર સામે લડવા માટે શૂન્ય સહનશીલતાનો અભિગમ અપનાવ્યો છે. BZ કૌભાંડમાં સંડોવાયેલા કોઈ પણ શિક્ષકને છોડવામાં નહીં આવે. જો કોઈ કૌભાંડ સાથે સંકળાયેલ હશે તો કાયદેસરની કાર્યવાહી માટે કડક પગલાં લેવામાં આવશે. રાજ્યભરના શિક્ષણ જગતમાં ચર્ચા
BZ કૌભાંડમાં શિક્ષકોની સંડોવણીની માહિતી સામે આવતા રાજ્યભરના શિક્ષણ જગતમાં પણ ભારે ચકચાર મચી છે. આ કૌભાંડ રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થાને પડકારરૂપ સ્થિતિમાં મૂકી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments