back to top
Homeગુજરાતગાદી વિવાદમાં હવે ex.ડેપ્યુટી મેયર VS મહેશગિરિ:ગિરિશ કોટેચાએ મહેશગિરિને ખોટી સહીઓનો માસ્ટરમાઇડ...

ગાદી વિવાદમાં હવે ex.ડેપ્યુટી મેયર VS મહેશગિરિ:ગિરિશ કોટેચાએ મહેશગિરિને ખોટી સહીઓનો માસ્ટરમાઇડ કહેતાં જ ભડકેલા મહંતે કહ્યું- ‘એ તો બુદ્ધિ વગરનું વ્યક્તિત્વ છે’

છેલ્લા ઘણા સમયથી જૂનાગઢમાં અંબાજી મંદિરની ગાદી અને ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ સતત વકરી રહ્યો છે. ત્યારે આ વિવાદ હવે રાજકિય વિવાદ બની રહ્યો છે. થોડા દિવસો પહેલા જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાએ બંને સાધુઓને શાંત રહેવા અપીલ કરી હતી. જે વાતને લઈને રોષે ભરાયેલા મહેશગિરિએ ગિરીશ કોટેચાને આડેહાથ લીધા હતા અને અનેક આક્ષેપો કર્યા હતા. જે સમગ્ર વિવાદ વધતા ગઈકાલે ગીરીશ કોટેચાએ તેના પર લગાવેલા તમામ આક્ષેપોને નકાર્યા હતા અને મહેશગિરીને ખોટી સહીઓનો માસ્ટરમાઈડ કર્યો હતો. જે બાદ ભડકેલા મહંતે આજે જણાવ્યું કે, ‘એ તો બુદ્ધિ વગરનું વ્યક્તિત્વ છે’. ત્યારે આવો વિસ્તારથી જાણીએ આ સમગ્ર વિવાદને…. આ સમગ્ર વિવાદમાં સૌથી પહેલા જાણીએ કે આજે આજે મહેશગિરિએ શું કહ્યું?
મહેશગિરિએ જણાવ્યું હતું કે, મેં જ્યારે પત્રકાર પરિષદમાં જે વાત કરી હતી ત્યારે પુરાવા અને કાગળો સાથે વાત કરી છે, પરંતુ ગિરીશ કોટેચા એ જે વાતો કરી છે તેમાં કોઈ પુરાવા કે તર્ક નથી. એટલે જ મેં કીધું હતું કે, ભારતીય જનતા પાર્ટીને જ્યારે કોઈ મૂર્ખતા વાળી વાત કરાવવાની હોય ત્યારે આ વ્યક્તિને આગળ કરતી હોય છે. એટલા જ માટે મેં કીધું હતું કે, વિકાસ જીરોને ગીરીયો હીરો. અમારા માટે ક્રિમિનલ તરીકેનો શબ્દ વાપર્યો હતોઃ મહેશગિરી
મહેશગિરીએ વધુમાં જણાવ્યું કે, મેં એ કીધું હતું એનું કારણ છે કે, જ્યારે આ વિવાદ બનવાનો હતો ત્યારે મેં બધાને કીધું હતું કે, કોઈપણ આમાં વચ્ચે હાથ ધોવા કે પોસ્ટર ચિપકાવવા ન આવતા. કેમકે જે કાંઈ થશે તેમાં ધર્મના વડાઓ અને પ્રશાસન સાથે મળીને નિર્ણય લેશે. તો પણ મારા કીધા પછી પણ આ ભાઈ આવીને સલાહ આપી. અમારા માટે ક્રિમિનલ તરીકેનો શબ્દ વાપર્યો હતો. પરંતુ આ કર્યા બાદ તેને તેની ઓકાત અને તેની યોગ્યતા બતાવવી જરૂરી હતી. જો નહીં બતાવીએ તો પાછી મૂર્ખતા કરી શકે છે માટે મે આ બધું કીધું હતું. વધુમાં કહ્યું કે, ઘરનો દીકરો મર્યાદા તોડી કોઈ કામ કરવા જતો હોય ત્યારે મા બાપ તેને પ્રેમ કરતા કરતા વઢવાનું કામ કરતા હોય છે. ત્યારે મા બાપની ભાષા અને ટોંટ બદલાય જ. આ બધા જૂનાગઢના જ છે. અમે બધા સાથે રહીએ છીએ, તો મારે વઢવાનું હતું. મારી ભાષાને ટોન્ટ આવા થશે જ. પરંપરાના સંતો મહંતોના આદેશથી પાછી ગાદી સંભાળીઃ મહેશગિરિ
મહેશગિરીએ જણાવ્યું કે, બીજી વાત કે, ગીરીશ કોટેચા એ જે વાત કરી તે અધૂરા જ્ઞાનની વાત છે કારણ કે તેને કંઈ ખબર જ નથી. જ્યારે હું 1991-92 માં ગુજરાત આવ્યો, ગિરનારમાં 14 વર્ષ ઉપર રહ્યો. ત્યારે ધર્મ અને દેશની વ્યવસ્થાને લઈ ખૂબ દુઃખી થયો હતો. એટલે મેં મારા શિષ્યની ચાદર વિધિ કરી તેને ગાદી સોંપી હતી. મારા સાધુ-સંતો અને આચાર્યોની પરવાનગી લઈ એ વ્યવસ્થામાં અને જગ્યામાં જવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ કોરોના કાળમાં મારા શિષ્યનું અવસાન થયા બાદ બીજા અમારી પરંપરાના બે ચાર સંતોનું અવસાન થયું હતું. બાદમાં આ પરંપરામાં હું માત્ર એકલો જ વધ્યો હતો. ત્યારે ફરી પરંપરામાં જવું છે કે, દિલ્હીમાં રહેવું છે તે નિર્ણય કરવો ખૂબ અઘરો હતો. ત્યારબાદ મેં ફરી અમારી પરંપરાના સંતો મહંતોના આદેશથી પાછી ગાદી સંભાળી હતી. હાલ ધર્મની વ્યવસ્થા સંભાળી રહ્યો છું. આરોપ લગાવવામાં અને આરોપ સિદ્ધ થવામાં ઘણો ફેરઃ મહેશગિરી
વધુમાં કહ્યું કે, ગિરીશ કોટેચાને કંઈ જ્ઞાન નથી, બુદ્ધિ વગરનું આ વ્યક્તિત્વ ફરી રહ્યું છે. મીડિયાવાળા તેને સિરિયસલી લે છે, જૂનાગઢવારા તેને સિરિયસ લેતું નથી. આરોપ લગાવવા અને આરોપ સિદ્ધ થવા તેમાં ઘણો ફેર હોય છે. મેં જે વાતો મૂકી છે તે કાગળો સાથે મૂકી છે. કાલે તો ગિરીશ કોટેચા કંઈ પણ બડ બડ કરશે. ત્યારે મીડિયા દ્વારા મને તેના વિશે કંઈ પણ પૂછવા આવશે. સહી-સિક્કા લીધા તે વાત હોસ્પિટલે ફગાવી દીધી છેઃ મહેશગિરી
ગોકુલ હોસ્પિટલમાં જઈ તનસુખગીરીના સહિ-સિક્કા મામલે જણાવ્યું કે, ગોકુલ હોસ્પિટલના માર્કેટિંગ હેડે આ વાતને સ્પષ્ટ કરી દીધી હતી કે, અમારે ત્યાં સાધુ-સંતો આવ્યાં હતા અને ત્યાં તનસુખગીરી બાપુના આયુષ્ય વૃદ્ધિ માટે પ્રાર્થના કરવી છે સંકલ્પ કરાવવો છે અને માર્કેન્ડે વિધિ કરાવવી છે. માર્કેન્ડે યજ્ઞ કરાવવો છે, જેની પરમિશન હોસ્પિટલ પાસેથી લીધી હતી અને આ બધા કાર્યો માટે સાધુ-સંતો ત્યાં અંદર ગયા હતા. જે કાંઈ તેમને કરવાનું હતું તે કર્યું. સહી-સિક્કા લીધા તે વાત હોસ્પિટલે ફગાવી દીધી છે. સમય આવતા સત્ય સામે આવશે. ગીરીશ કોટેચાને કંઈ જ ખબર નથી. આના માટે મારે શું જવાબ આપવા. ગિરીશ કોટેચાએ ગઈકાલે શું કહ્યું હતું?
ગિરીશ કોટેચાએ ગઈકાલે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા થોડા સમયથી રાજ્યભરમાં ચકચાર મચાવનાર જૂનાગઢના સાધુ સંતોના વિવાદ મામલે આ વિવાદના સુખદ અંત માટે મે અપીલ કરી હતી, જેની સામે મહેશગીરીએ મારા પર આક્ષેપો કરી ખરાબ વાણી વિલાસ કર્યો હતો. આ આક્ષેપોને નકારતા મે પત્રકાર પરિષદ છે. મહેશગીરી સામે અંબાજી મંદિરની જગ્યા પચાવી પાડવા ષડયંત્ર કરાયું છે. આ ઉપરાંત જયારે આખા મામલામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાતના ચાર IAS અધિકારીઓ સામે મહેશ ગીરીએ જે આક્ષેપો કર્યા છે તે મામલે સરકાર ન્યાયિક તપાસ કરવી જોઈએ. મહેશગીરી ગાદી પર નજર નાંખતા પહેલા પોતાના ગિરેબાન પર નજર નાંખે
જૂનાગઢના નેતા ગીરીશ કોટેચાએ રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધન કરતા જણાવ્યું હતું કે, મહેશગીરી જુનાગઢના સાધુ સંતોની ગાદીઓ પર નજર નાંખતા પહેલા પોતાના ગિરેબાન પર નજર નાંખે. જુનાગઢના ગુરૂદતાત્રેયના કમંડળકુંડના અમૃતગીરી બાપુના સંપર્કમાં આવ્યો અને મહેશગીરી અમૃતગીરી બાપુની નજીક આવ્યો. કમંડળકુંડના અમૃતગીરીનું અવસાન થયું તે પણ શંકાના દાયરામાં છે. મહેશગીરી ત્યારબાદ ગાદીપતિ બન્યો અને તેના હાથના કમંડળકુંડ અને ભેસાણમાં અમૃતગીરીની જગ્યાનો કબ્જો લઈ લીધો હતો. કેમ રવિશંકરનો આશ્રમ છોડી પાછુ જુનાગઢ આવવું પડયું?
મહેશગીરી ભવનાથમાં આવ્યા બાદ શ્રી શ્રી રવિશંકરના સંપર્કમાં આવ્યો અને તેને આર્ટ ઓફ લીવીંગમાં લઈ ગયા, જયાં તેણે શ્રી શ્રી રવિશંકરને હિપ્નોટાઈઝ કરી લીધા અને તેના પર પગ મૂકી રાજકારણમાં એન્ટ્રી કરી અને દિલ્હી સાંસદની ચૂંટણી ભાજપમાંથી લડી સાંસદ બન્યા હતા. શ્રી શ્રી રવિશંકરના આશ્રમમાં તમામ વહિવટો સંભાળતો. જોકે, ત્યાં એવુ તે શું બન્યુ કે તેને આશ્રમ છોડી પાછુ ભગવા પહેરવા પડયા અને જુનાગઢ આવવું પડયું તેનું કારણ શું? શ્રી શ્રી રવિશંકર અને મહેશગીરી વચ્ચે શું સંબંધો હતા? તે જાહેર કરવામાં આવે અને કેમ સંબંધો નથી રહ્યા તેની પાછળનું કારણ શું છે? ભારતીય જનતા પાર્ટીએ શ્રી શ્રી રવિશંકરના કહેવાથી સાંસદ બનાવ્યા. જોકે એવા તે શું કામ કર્યા કે અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ તેની ટીકીટ રીપીટ ન કરી અને ફરી ચૂંટણી ન લડાવ્યા. રાજકારણમાં તેને ભાજપે ટીકીટ આપી છતાં ખોટી રીતે અમિત શાહનું નામ લઈ અને રૂપિયા લીધાનો આરોપ લગાવે છે. ભુતનાથ મંદિરમાં એન્ટ્રી કરી તે પણ શંકાના દાયરામાં
ગીરીશ કોટેચાએ વધુમાં જણાવ્યું હતું કે, જુનાગઢના જૈન અને હિન્દુઓ શાંતિથી રહેતા હતા તો જૈન સંતોની સામે મહેશગીરીએ વિવાદો શરૂ કર્યા. જૈન સંતો ચાતુર્માસ કરવા આવતા હોય તો તેની સાથે પણ ઝઘડો કરી પોતે વિવાદમાં રહેવું અને કઈ રીતે હેરાન કરવા તે જ કામ. ભુતનાથ મંદિરમાં મહેશગીરી કઈ રીતે મંદિરમાં એન્ટ્રી કરી તે પણ શંકાના દાયરામાં છે. ભુતનાથ મંદિરમાં કોઈ લેવા દેવા ન હોવા છતાં વકિલોની મદદથી આવ્યો. કઈ રીતે મંદિરમાં ટ્રસ્ટમાં પ્રવેશ કર્યો તેનો ખુલાસો કરે. તમારે કોઈ લેવા દેવા નહોતુ. ભુતનાથ મંદિરના મહંત 85થી 90 વર્ષના થયા ત્યારે કાગળ ઉપર ખોટા અંગુઠા લઈ લખાણો કરાવી લીધા હતા. આરોપ સામે રાજય સરકાર મહેશગીરી સામે તપાસ કરાવે
આ ઉપરાંત તનસુખગીરી બાપુ સાથે પણ ક્રિમીનલ માણસની જેમ મહેશગીરી દ્વારા વર્તન કરવામાં આવ્યું હતું અને મોડી રાત્રે જઈ વીડિયો શૂટીંગ કરી માથાકૂટો કરી હતી. આ માણસ વિકૃત અને નેગેટીવ ઉર્જા ધરાવતો હવાનું ગીરીશ કોટેચાએ જણાવ્યું હતું. મંદિરની ગાદી માટે દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 5 કરોડ રૂપિયા અને IAS અધિકારી રાહુલ ગુપ્તા અને આલોકકુમાર પાંડે દ્વારા પણ રૂપિયા લીધા હોવાના આરોપ લગાવે છે. જે આરોપ સામે રાજય સરકાર મહેશગીરી સામે તપાસ કરાવે તે જરૂરી છે. એકપણ સાધુ મારા વિશે ખરાબ બોલે તો રાજકારણ છોડવા પડકાર ફેંક્યો
હું જુનાગઢમાં જ જન્મયો છું અને મારૂ આખુ કુટુંબ પવિત્રતાથી જુનાગઢમાં જ રહે છે તેમછતાં મહેશગીરી દ્વારા મારા પર જે આરોપ લગાવ્યા છે કે, પુરી વેચીને બંગલાઓ બાંધ્યા અને ડે. મેયર બન્યો તો કહેવા માંગુ છું કે, દેશના પ્રધાનમંત્રી પણ ચા વેચીને જ પ્રધાનમંત્રી બન્યા છે. ‘તુ કમંડળકુંડથી સાંસદ કઈ રીતના બન્યો અને અમૃતગીરી બાપુનો શીષ્ય કઈ રીતે સંસદ સુધી પહોંચ્યો’ મારૂ આખુ કુટુંબ જુનાગઢમાં સેવા કાર્યો કરે છે, ભવનાથમાં સાધુ સંતો સાથે સારો ધરોબો ધરાવે છે. એકપણ સાધુ સંત મારા અને મારા પરિવાર વિરૂધ્ધ ખરાબ બોલે તો રાજકારણ છોડવા પડકાર ફેક્યો છે. કાગળ ઉપર ખોટા અંગુઠા લઈ મંદિર પર કબજો કર્યો
મહેશગીરીએ કાલે એવુ કહ્યું કે, તે જુનાગઢના વિકાસ માટે શું કર્યુ? તો તેનો જવાબ આપુ છું કે જુનાગઢના વિકાસ માટે ગીરીશ કોટેચાએ 350 કરોડની ગટર યોજના કરી, 80 કરોડનો ઉપરકોટનો વિકાસ કર્યો, 70 કરોડના ખર્ચે નરસિંહ મહેતા તળાવનું બ્યુટીફીકેશનનું કામ ચાલી રહ્યું છે અને ભવનાથના ડેવલોપમેન્ટ અને ગીરનાર રોપ-વે લઈ આવ્યા. આ બધુ અમે નહિ તો કોણે તે કરાવ્યું. જુનાગઢની ધાર્મિક સંસ્થાઓને પુછો કે ગીરીશ કોટેચાએ ક્યાંય ખરાબ કર્યું છે? મહેશગીરી એ તો જૈન સમાજના સાધુ-સંતોને ગીરનારમાં આવશે તો મારી નાખવાની ધમકી આપી હતી. એટલુ જ નહી મહેશગીરીએ તો તનસુખગીરી બાપુના અંગુઠાઓ કાગળો ઉપર લઈ કબજો કર્યો છે. ભુતનાથ મહાદેવ મંદિર પાસે આવેલી હાટકેશ હોસ્પિટલ જે મહાશ્રોતાબેન દ્વારા બનાવામાં આવી હતી. જોકે, દિલ્હીથી આવી મહેશગીરીએ આ હોસ્પિટલ બંધ કરવા ધમકીઓ આપી અને બુલડોઝર ફેરવી હોસ્પિટલ પાળી નાખવા સુધીની ધમકીઓ આપી છે. મહેશગિરીએ અગાઉ મીડિયા સમક્ષ ગિરીશ કોટેચા વિશે શું કહ્યું હતું?
પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા એ સાધુ-સંતોના વિવાદને લઈ આ મામલો શાંત પાડવા અપીલ કરી હતી. જે મામલે મહેશ ગીરીએ જણાવ્યું હતું કે, અમારે અહીંયા એક વ્યક્તિ છે જ્યારે કોઈ મૂર્ખતા પૂર્ણ વાત કરવાની થાય ત્યારે તેને પાર્ટી આગળ કરી દે છે અને એ ભાઈનું નામ છે ગિરીશ કોટેચા. ” વિકાસ જીરો અને ગીરીયો હીરો ” તું કાંઈ શંકરાચાર્ય છે કે કહે છે કે બે સાધુ ઓ શાંત થાવ. તું છે શું ? મેં પહેલા જ કીધું હતું કે, રાજકારણીઓ આનાથી દૂર રહો. આ અમારો મામલો છે અમે જોશુંને પ્રશાસન જોઈ લેશે. ગિરીશ કોટેચા તે શું ધર્મ કે જૂનાગઢનો ઠેંકો લઈ રાખ્યો છે ? ગિરીશ કોટેચા તું એમ કહે છે કે જૂનાગઢ બદનામ થઈ રહ્યું છે તો તે શું નામ કમાવી આપ્યું છે. બે ત્રણ અઠવાડિયા પહેલા પરિક્રમામાં એક 14 વર્ષની દીકરીએ શૌચાલયની ભવનાથમાં સગવડતા ન હોવાથી પોતાના કપડામાં જ પેશાબ કરી લીધો હતો. ગિરીશ કોટેચા તું એક બાથરૂમ ત્યાં બાંધી શક્યો ન હતો. જુનાગઢનું સત્યનાશ થયું છે તેમાં સિંહ ફાળો કોનો છે ? સૌએ આગળ આવીને વિચારવું પડશે. પુરી શાક વહેંચીને બંગલો ના બાંધી શકાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments