વિસનગરથી ગોઝારીયા તરફ આવતા રોડ પર બાઈક ચાલકને ટ્રેક્ટર ચાલકે ટક્કર મારતા બાઈક ચાલક યુવકને ઈજાઓ પહોંચી હતી. જેથી મહેસાણા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર અકસ્માત પગલે ટ્રેકટર ચાલક વાહન ત્યાં જ મૂકી ફરાર થઇ ગયો હતો. ગાંધીનગર જિલ્લામાં આવેલા માણસા ખાતે રહેતા રણજીતસિંહ પરમારે લાઘણજ પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, તેઓનો દીકરો ઘરેથી બાઈક લઈ ગોઝારીયા દાલ બાટી લેવા ગયો હતો. જ્યાં ગોઝારીયામાં દાળ બાટી વાળાની દુકાન સામે એક ટ્રેકરર એકદમ રોડ પર આવી બાઈકને ટક્કર મારતા યુવક ઈજાગ્રસ્ત બન્યો હતો. સમગ્ર ઘટનાના પગલે હાજર લોકોમાંથી કોઈએ યુવકના પરિવારને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. જ્યાં ટ્રેકટર ચાલક અકસ્માત સર્જી વાહન ત્યાં જ મૂકી ફરાર થયો હતો. બાદમાં 108 મારફતે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે લાઘણજ પોલીસ મથકમાં ટ્રેકટર ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે.