બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે હોમગાર્ડ જવાનો ગઈકાલે રાત્રી દરમ્યાન પેટ્રોલિંગમાં હતા. જે દરમ્યાન એક સગીર મોડી રાત્રીના સમયે પસાર થઈ રહ્યો હતો. જેના પર હોમગાર્ડ જવાનોને શંકા જતાં સગીરની પુછપરછ કરી હતી. ત્યારે સગીરે ઢસામાં આવેલ મોગલધામ મંદિરની દાનપેટીમાંથી અંદાજે 5થી 6 હજાર રૂપિયાની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી હોમગાર્ડ જવાનોએ આ સગીરને ઢસા પોલીસ સ્ટેશનમાં સોપ્યો છે. આ ચોરી સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જેથી ઢસા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી.