back to top
Homeગુજરાતમાંગરોળ ગેંગરેપ કેસમાં પીડિતાએ કોર્ટમાં આપી જુબાની:ભયમુક્ત થઈ પીડિતાએ જઘન્યતા ચીંધતી તમામ...

માંગરોળ ગેંગરેપ કેસમાં પીડિતાએ કોર્ટમાં આપી જુબાની:ભયમુક્ત થઈ પીડિતાએ જઘન્યતા ચીંધતી તમામ વાતો કોર્ટ સમક્ષ મૂકી, આરોપીઓને પડદા પાછળ રાખવામાં આવ્યા

સુરત જિલ્લાના માંગરોળ ગેંગરેપની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. નવરાત્રિ દરમિયાન બનેલી આ દુ:ખદ ઘટનામાં પીડિતાએ કોર્ટમાં પોતાનો ભયમુક્ત સ્વર રેખાંકિત કર્યો અને આરોપીઓ સામે પોતાની સાથે બનેલી ઘટના વિશે વાત કરી. પીડિતા જુબાની આપી શકે તે માટે કોર્ટમાં ખાસ તૈયારી કરવામાં આવી હતી. આરોપીઓને પડદા પાછળ રાખવામાં આવ્યા હતા. જેથી તેઓ પીડિતાને ન જોઇ શકે અને પીડિતા પણ આરોપીઓને ન જોઈ શકે અને આરોપી પીડિતાને કોઈપણ ઈશારા ન કરી શકે. તેમજ તમના ચહેરાથી પીડિતા ભયભીત ન થઈ જાય તે માટે કોર્ટે પણ તૈયારી રાખી હતી અને આ તૈયારીના કારણે પીડિતાએ અક્ષરશ: પોતાની આપવીતી કોર્ટમાં સંભળાવી હતી. માંગરોળ ગેંગરેપ કેસમાં પીડિતાની જુબાની
પીડિતાએ કોર્ટમાં જુબાની આપતા જણાવ્યું હતું કે, કઈ રીતે આ આરોપીઓને તે વિનંતી કરતી રહી અને તેઓએ તેની ઉપર માનસિક અને શારીરિક ત્રાસ ગુજાર્યો. કેવી રીતે આ ત્રણેય આરોપીઓએ તેના પર બળાત્કાર ગુજાર્યો. પીડિતાએ જણાવ્યું હતું કે, આ આરોપીઓની સામે આજીજી કરી રહી હતી, તેને પોતાનું માનવ જીવન બચાવવા યાચન કર્યું હતું, પરંતુ તેઓએ કોઈ દયા કરી નહીં. પીડિતાની વાતોએ કોર્ટમાં હાજર તમામ લોકોના મનને હચમચાવી દીધા. એડિશનલ સેશન્સ જજ પરમાર સાહેબની કોર્ટમાં પીડિતાએ પોતાની જાત પર થયેલા અપરાધનો એક એક અક્ષર સ્પષ્ટપણે રજૂ કર્યો. ઝડપી ન્યાયની પ્રક્રિયા
આ કેસમાં એક મહિનાની અંદર ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. અને ડે ટુ ડે ટ્રાયલના આધારે કેસમાં ઝડપી કાર્યવાહી ચાલી રહી છે. 20થી વધુ સાક્ષીઓની જુબાની લેવાઈ ચૂકી છે. જેમાં પીડિતાના મિત્ર, ગામના લોકો અને કેટલીક મહત્વના સાક્ષીઓનો સમાવેશ થયા છે. તનવીર નામનો સાક્ષી જે આરોપી રાજુનો મિત્ર છે. તેની જુબાનીમાં વધુ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો. તનવીરે આરોપી રાજુ દ્વારા થયેલી કબુલાતનો ઉલ્લેખ કર્યો હતો. મહત્વનું છે કે, તનવીરના મોબાઈલમાં ઓટોમેટિક રેકોર્ડિંગ થયું હતું. જેમાં આરોપી દ્વારા કરેલા ગુનાની કબુલાત હતી. આ રેકોર્ડિંગ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. રેકોર્ડિંગમાં રાજુ પોતાના ગુના વિશે ખુલ્લેઆમ વાત કરી
સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું કે, અત્યાર સુધી પીડિતા તેના મિત્ર સહિત 20 લોકોની જુબાની કોર્ટમાં લેવામાં આવી છે. જેમાં તનવીર જે આરોપી રાજુનો નજીકનો મિત્ર છે તેની જુબાની અને એક મહત્વની બધી વાતો આ કેસમાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ બનાવ પછી રાજુએ તેની પાસે પોતાના કૃત્ય અંગે કબુલાત કરી હતી. તનવીરે કોર્ટ સમક્ષ ગુનાની કબુલાત વિશે વિગતવાર માહિતી આપી હતી. રાજુએ કેવી રીતે અને કયા સ્થળે પીડિતા પર બળાત્કાર ગુજાર્યો તે વિશેની વાતો તનવીરે કહી હતી. કોર્ટમાં જ્યારે તનવીરે જુબાની આપી ત્યારે તેણે જણાવ્યું હતું કે, તનવીરના મોબાઈલમાં એ વાતોનું ઓટોમેટિક રેકોર્ડિંગ થઈ ગયું હતું. આ રેકોર્ડિંગમાં રાજુ પોતાના ગુના વિશે ખુલ્લેઆમ વાતો કરતો હોય છે. આ રેકોર્ડિંગ નામદાર કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યું છે. રેકોર્ડિંગનું સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યો. જેમાં આ રેકોર્ડિંગ ચોખ્ખું સાબિત થયું. આ ટેસ્ટે પુરાવાને વધુ મજબૂત બનાવ્યો છે. તનવીર દ્વારા કરેલી કબૂલાત અને સાક્ષીએ કેસને વધુ મજબૂત કર્યો છે. શું હતી સમગ્ર ઘટના
આ ગેંગરેપ કેસ અંગે વાત કરીએ તો 8 ઓક્ટોબરની રાત્રે 10:45થી 11:15 વાગ્યાની વચ્ચે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા બોરસરા ગામની સીમમાં ખેતરમાં અવવારું જગ્યાએ એક 17 વર્ષ અને 4 મહિનાની સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. જ્યાં આ ત્રણેય નરાધમ એવા મુન્ના કરબલી પાસવાન અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયા અને રાજુ બાઈક પર આવ્યા હતા. પહેલા તો તેમણે આવીને અહીં કેમ ઊભાં છો? એમ કહીને ધમકાવ્યા હતા અને બાદમાં માર મારવાનું શરૂ કર્યું હતું. બંનેના મોબાઇલ પણ નરાધમોએ લઈ લીધા હતા. સગીરાને શેરડીના ખેતરમાં લઈ જઈ ગેંગરેપ કર્યો હતો
ત્યાર બાદ તરુણ અને સગીરા બંનેનાં કપડાં ઉતરાવી તેમના ફોનમાં નગ્ન ફોટો પાડી લેવામાં આવ્યા હતા. આ ફોટો વાઇરલ કરવાની નરાધમોએ ધમકી આપી હતી અને સગીરાને પોતાની સાથે શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. જોકે જે-તે સમયે તરુણ અને સગીરા બંને નરાધમોને વશ થયાં નહોતાં અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે સગીરા પડી જતાં આરોપીઓએ તેને પકડી લીધી હતી અને શેરડીના ખેતરમાં લઈ જઈ ગેંગરેપ કર્યો હતો. આરોપીઓને રોકવા અધિકારીઓએ ફાયરિંગ કર્યું હતું
સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને બૂમાબૂમ કરતાં આસપાસનાં ગ્રામજનો એકત્ર થયાં હતાં. જેથી આરોપીઓ ડરીને ત્યાં પોતાની બાઈક છોડીને ફરાર થઈ ગયા હતા. લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપી શિવશંકર ચોરસિયાને શોધી રહી હતી. જ્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપી મુન્ના પાસવાનની શોધખોળમાં હતી, ત્યારે તડકેશ્વર નજીક આરોપી રોડ પર નજરે આવ્યો હતો. મુન્ના પોલીસને થાપ આપીને નાસી રહ્યો હતો જેથી તેને રોકવા માટે જે તે સંજોગોમાં અધિકારીઓએ ફાયરિંગ કર્યું હતું. જોકે, તે સમયે તેને ઈજા થઇ નહોતી. આરોપી હાથ જોડીને આજીજી કરવા લાગ્યો હતો
જ્યારે ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ જિતેન્દ્ર ગોસ્વામીએ તેની ઉપર ફાયરિંગ કર્યું ત્યારે તે બચવા માટે ભાગી રહ્યો હતો, પરંતુ પાંચ ફૂટ દૂર ગોળી મિસ ફાયર થઈ ગઈ હતી. જેથી તે બચી ગયો હતો અને ફાયરિંગ બાદ પણ તે ભાગી રહ્યો હતો. જોકે, થોડે દૂર જઈને તે રસ્તા પર બેસી ગયો અને પોતાને ગિરફતાર કરવા માટે કીધું હતું. હાથ જોડીને આજીજી કરવા લાગ્યો હતો. રામ સજીવન આઠ ગુનામાં વોન્ટેડ જાહેર
રામ સજીવન ગુજરાત સહિત રાજસ્થાનના આઠ ગુનામાં વોન્ટેડ આરોપી છે. ઘટનાના 15 દિવસ પહેલાં જ તે રાજસ્થાન કોર્ટમાંથી જામીન મેળવીને સુરત આવ્યો હતો. ચોરીના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય આરોપીઓ એકબીજાને ઓળખતા હતા. રાજસ્થાનથી સુરત આવીને તે મુન્ના અને શિવશંકર સાથે રહેવા લાગ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments