એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ઘણીવાર સાથે સ્પોટ થતાં હોય છે અને ક્યારેક લંચ કે ડિનર કે પછી ફેમિલી સાથે કોઈને કોઈ ઇવેન્ટમાં જતાં હોય છે ત્યારે બંને શનિવારે મુંબઈમાં ફૂટબોલ મેચ દરમિયાન જોવા મળ્યા હતા. આ બંને ઇન્ડિયન સુપર લીગ જોવા ગયા હતા. રણબીર ટીમને ચીયર કરતો જોવા મળ્યો હતો. આ ફૂટબોલ મેચ જોવા દીકરી રાહા પણ સાથે ગઈ હતી ત્યારે તેના વિડીયો અને ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. રાહાની ક્યૂટનેસ રહી લાઈમલાઇટમાં
રાહા સમગ્ર મેચમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. રાહા બ્લુ કલરની જર્સીમાં ક્યૂટ લાગી રહી હતી. રાહા મોટા ભાગે તેના પિતા રણબીર સાથે વધારે સ્પોટ થાય છે ત્યારે આ મેચ માટે બાપ-દીકરીએ મેચિંગ કપડાં પહેર્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં આલિયા ભટ્ટ રાહાના કપડા ઠીક કરતી અને તેને વ્હાલ કરતી જોવા મળી તો રણબીર રાહાને ખોળામાં લઈને ચાહકોને મળતો જોવા મળ્યો હતો. આલિયાએ સફેદ ટોપ સાથે ડેનિમ જીન્સ પહેર્યું હતું અને વ્હાઇટ શૂઝ અને બ્લેક કાર્ડિગન પહેર્યું હતું. આલિયા એકદમ સિમ્પલ લૂકમાં નજર આવી હતી અહીં જુઓ ક્યૂટ રાહાની તસવીરો પિતા અને પુત્રીએ ટ્વિનિંગ કર્યું
રાહાએ તેના પિતા સાથે ટ્વિન કરતી વખતે જર્સી પહેરીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ઈન્સ્ટાગ્રામ પર સામે આવેલી નવી તસવીરોમાં તે આલિયાના ખોળામાં બેસીને આગળ જોઈ રહી છે. રણબીર અને આલિયા તેમની ટીમ માટે ચીયર કરતા જોવા મળે છે, રાહા સ્મિત કરી રહી છે. રણબીર અને આલિયાએ ચાહકોનું અભિવાદન કર્યું
એક વીડિયોમાં આલિયા પણ રણબીર સાથે દીકરી રાહાને મેદાનમાં લઈ જતી જોવા મળી રહી છે. ચાહકોએ ઉજવણી કરી હતી અને રાહાના નામનો જાપ પણ કર્યો હતો. આના પર આલિયા ભટ્ટ ખુશ થઈ ગઈ અને તેણે પોતાની પ્રતિક્રિયા શેર કરતા કહ્યું કે તે ખૂબ જ ક્યૂટ છે. તેણે રણબીર તરફ ઈશારો પણ કર્યો. આ પછી રણબીર અને આલિયાએ એકસાથે હાથ મિલાવીને ચાહકોનું અભિવાદન કર્યું હતું. રાહાની જર્સી પર ખાસ નંબર લખેલો છે
રણબીર અને રાહાએ મેચિંગ બ્લુ જર્સી પહેરી હતી, જ્યારે આલિયાએ પોતાને સફેદ ટેન્ક ટોપ, બ્લેક શર્ટ અને ગ્રે પેન્ટમાં સ્ટાઇલ કરી હતી. રાહાના હાથમાં બલૂનની પાઈપ હતી. રાહા ક્યૂટ હાવભાવ પણ આપી રહી હતી. રાહાની જર્સીની પાછળ 6 નંબર લખેલું હતું અને તેના પર તેનું નામ પણ હતું. 6 નંબર એટલા માટે છે કારણ કે તે રાહાની જન્મ તારીખ છે. રાહા બે વર્ષની થઈ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ 2022 માં માતાપિતા બન્યા હતા. રાહા બે વર્ષની થઈ ગઈ છે. અને રણબીર અને આલિયા સાથે તે ઘણીવાર મીડિયાની નજરે ચડે છે. રણબીર સાથે વધારે મસ્તી કરતી રાહા મોટા ભાગે તેની મમ્મી આલિયા જેવી હરકતો કરતી જોવા મળે છે તો થોડા સમય પહેલા રાહાના જન્મદિવસના સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. લવ એન્ડ વોરમાં સાથે હશે રણબીર- આલિયા
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણબીર અને આલિયાએ ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આલિયાની છેલ્લે ‘જિગરા’ ફિલ્મ આવી હતી અને આ ફિલ્મથી તે પ્રોડ્યુસર પણ બની છે પણ આ ફિલ્મ ફ્લોપ રહી તો રણબીર વાંગાની ફિલ્મ ‘એનિમલ’માં જોવા મળ્યો હતો.જે ફિલ્મ સુપરહિટ રહી હતી. હવે આ ફિલ્મના બીજા ભાગ પર કામ ચાલી રહ્યું છે. ત્યારે રણબીર અને આલિયા ‘બ્રહ્માસ્ત્ર’ પછી સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’માં સ્ક્રીન શેર કરતાં જોવા મળશે. આ ફિલ્મ 2026માં રિલીઝ થશે.