BZ ગ્રુપ સાથે જોડાયેલા 27 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ BZ પોન્ઝી સ્કેમ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ વિવિધ 11 કંપની બનાવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે BZ ગ્રુપ સાથે જોડાયેલા 27 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે. ફરાર એજન્ટ ધવલ પટેલે ગુજરાતના ડોક્ટરોનું 200થી 250 કરોડનું રોકાણ કરાવ્યું હતું. સ્કૂલો યુનિફોર્મનું સ્વેટર પહેરવા દબાણ નહીં કરી શકે ખાનગી સ્કૂલો ચોક્કસ કલર અને ચોક્કસ દુકાનેથી સ્વેટર ખરીદવા દબાણ કરતી હોવાની ફરિયાદ ઊઠતા તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટની બે સ્કૂલને DEOએ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. DEOએ જણાવ્યું કે, સ્કૂલો આવું દબાણ કરશે તો આકરી કાર્યવાહી કરવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલના હસ્તે 616 કરોડનાં કામોનું લોકાર્પણ CM ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં મહાનગરપાલિકા માટે 616 કરોડનાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ દરમિયાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે હવે એવું લાગે છે કે, વડોદરાને ટોપ પર આવવાની ભૂખ લાગી છે. અને હજી નાણાં જોઈતા હશે તો પણ આપીશું. કોસ્ટગાર્ડની જાસૂસી કરનાર દિનેશના 5 દિવસના રિમાન્ડ મંજૂર કોસ્ટગાર્ડની જાસૂસી કરનાર દિનેશ ગોહિલના ઓખા કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી ઓખા કોસ્ટગાર્ડના વીડિયો અને ફોટો પાકિસ્તાનમાં મોકલતો હતો, આ કામ માટે આરોપીને પાકિસ્તાનથી રોજના 200 રૂપિયા મળતા હતા. માંગરોળ ગેંગરેપ પીડિતાએ કોર્ટમાં જુબાની આપી માંગરોળ ગેંગરેપ કેસમાં પીડિતાએ ભયમુક્ત થઈ કોર્ટમાં જુબાની આપી. પીડિતા જુબાની આપી શકે તે માટે કોર્ટમાં ખાસ તૈયારી કરવામાં આવી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે, તેણે આરોપીઓ સામે આજીજી કરી હતી પરંતુ તેઓએ કોઈ દયા કરી નહીં. પોરબંદરમાંથી નકલી આર્મીમેન ઝડપાયો પોરબંદરમાંથી નકલી આર્મીમેન ઝડપાયો. આર્મીના યુનિફોર્મમાં આંટાફેરા મારતા શખસ પર શંકા જતા SOGએ તેની પૂછપરછ કરી હતી. પૂછપરછ કરતા રોફ જમાવવા માટે આર્મીનો યુનિફોર્મ પહેરીને ફરતો હોવાનું જાણવા મળ્યું. પ્રેમસંબંધમાં સગી ફઈની દીકરીની હત્યા બાદ આત્મહત્યા ધોરાજીના તોરણિયા ગામે પ્રેમસંબંધમાં યુવકે સગી ફઈની દીકરીની દાતરડાના ઘા ઝીંકી હત્યા કરી. જિજ્ઞેશ નામના યુવકે પહેલા યુવતીની હત્યા કરી અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી.