અમદાવાદના વાસણામાં આવેલા દેરાસરમાં ત્રણ વ્યક્તિઓએ ટ્રસ્ટી ના હોવા છતાં પોતે ટ્રસ્ટના લેટરપેડ પર લખાણ લખી ટ્રસ્ટના નામના સ્ટેમ્પનો ઉપયોગ કરી ખોટા હોદ્દા ધારણ કરી અને સહીઓ કરી અલગ અલગ જગ્યાએ ઉપયોગ કર્યો હતો.આ ઉપરાંત ટ્રસ્ટના બેંકમાંથી ત્રણેય લેટરપેડનો ઉપયોગ કરી નાણાકીય વ્યવહાર કરેલ હોવાની શંકા જતા દેરાસરના ટ્રસ્ટીએ ત્રણેય વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધરાવતા તપાસ શરૂ કરી છે. વાસણામાં રહેતા ભુપેન્દ્રભાઈ શાહ વાસણામાં આવેલા ભીડભંજન પાર્શ્વનાથ જૈન દેરાસરમાં ટ્રસ્ટી તરીકે સેવા આપે છે.તેઓ છેલ્લા 20 વર્ષથી દેરાસરમાં ટ્રસ્ટી છે.ટ્રસ્ટનું નવું માળખું બનાવવા જયેશ શાહ, કમલેશ શાહ અને દિલીપશાહ નામના વ્યક્તિઓએ ટ્રસ્ટી તરીકે નામ ઉમેરવા ફેરફાર નોંધ કરાવવા 2019 માં ચેરીટી કમિશનરને આપ્યું હતું.જોકે નાયબ ચેરીટી કમિશનરે જયેશ,કમલેશ અને દિલીપ સહિત અન્ય ટ્રસ્ટીઓના ટ્રસ્ટી તરીકે નવા નામ ઉમેરો માટેનો જે રિપોર્ટ રજૂ કર્યો હતો તે રિપોર્ટ નામંજૂર કર્યો હતો.તેથી તેઓ ટ્રસ્ટી બની શક્યા ન હતા.ટ્રસ્ટમાં ભુપેન્દ્રભાઈ શાહ સિવાય ચંદુલાલ શાહ અને ચીનુભાઈ શાહના નામ જ ચાલતા હતા.આ ત્રણ સિવાય અન્ય કોઈપણ ટ્રસ્ટી ન હતા. ભુપેન્દ્રભાઈએ આ અંગે લેખિતમાં પત્રથી ત્રણેયને જાણ કરી હતી અને બેંકમાં પણ કોઈ ટ્રાન્જેક્શન ના થઈ શકે તે માટે બેંકને પણ પત્ર લખીને જાણ કરી હતી.છતાં ટ્રસ્ટના યુનિયન બેન્ક અને બેન્ક ઓફ બરોડામાં આ ત્રણે વ્યક્તિઓએ લેટરપેડનો ઉપયોગ કરી નાણાકીય વ્યવહાર કર્યો હોવાની ભુપેન્દ્રભાઈને શંકા હતી તથા નાયબ ચેરિટી કમિશનરના હુકમમાં ટ્રસ્ટમાં ચાલુ ટ્રસ્ટીઓને નવા ટ્રસ્ટીની માટે ચૂંટણી કરવા માટેનું એડવોકેટની નિમણૂક કરી કરવાની હોવાની તેમજ ખર્ચ માટે લેખિતમાં જાણ કરી હતી.જેના અનુસંધાને આ ત્રણેયે ટ્રસ્ટના નામના લેટરપેડનો ઉપયોગ કરી તેમાં લેખિતમાં અરજીના જવાબ ટાઈપ કરી મેનેજીગ ટ્રસ્ટી અને જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટીગ તરીકેનો ખોટો હોદ્દો ધારણ કરીને જવાબ આપ્યો હતો.આ ત્રણેય વ્યક્તિઓ ટ્રસ્ટમાં ના હોવા છતાં ટ્રસ્ટના લેટરપેડ પર સહી સિક્કા કરીને લેટરપેડનો દુરુપયોગ કરતા હતા.ટ્રસ્ટના નામના મિનિટ, બુક,ઠરાવ, કેશ,વાઉચર વગેરેનો ખોટો હોદ્દો ધારણ કરીને ઉપયોગ કરતા હતા.જેથી ટ્રસ્ટના સભ્યો સાથે છેતરપિંડી થઈ હોવાથી વાસણા પોલીસે ત્રણેય વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.