back to top
Homeગુજરાતસાબરકાંઠા ક્રાઈમ ન્યૂઝ:મહેતાપુરાના જકાત નાકા પાસેથી રાયોટીંગના ગુનાનો આરોપી ઝડપાયો, હિંમતનગરની નંદનવન...

સાબરકાંઠા ક્રાઈમ ન્યૂઝ:મહેતાપુરાના જકાત નાકા પાસેથી રાયોટીંગના ગુનાનો આરોપી ઝડપાયો, હિંમતનગરની નંદનવન સોસાયટીમાં બંધ મકાનનું તાળું તોડી રૂ.4.51 લાખની ચોરી

મહેતાપુરાના જકાત નાકા પાસેથી રાયોટીંગના ગુનાનો આરોપી ઝડપાયો
હિંમતનગરના બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રાયોટીંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે મહેતાપુરા જકાતનાકા પાસેથી ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હિંમતનગર બી ડીવીઝન પોલીસ મહેતાપુરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન પોલીસ સ્ટેશનમાં રાયોટીંગના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપીને મહેતાપુરા જકાત નાકા પાસેથી ઝહીરાબાદમાં અલહુસેની મસ્જીદ પાસે ભાડાના મકાનમાં રહેતા અરબાજખાન સુબાખાન જુમ્માખાન બલોચને ઝડપી લીધો હતો. ત્યાર બાદ રાયોટીંગના ગુનામાં અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હિંમતનગરની નંદનવન સોસાયટીમાં બંધ મકાનનું તાળું તોડી રૂ.4.51 લાખની ચોરી
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટી સ્થિત એક બંધ મકાનમાં ત્રણ દિવસ અગાઉ અજાણ્યા શખ્સોએ દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી સોનાના દાગીના તથા રોકડ મળી રૂ.4.51 લાખની મત્તાની ચોરી થતા એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે. જેને લઈને પોલીસે ડોગ સ્કોર્ડ અને એફએસએલની મદદ લઈને તપાસ શરુ કરી છે. એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોધાયેલી ફરિયાદ મુજબ હિંમતનગરમાં નંદનવન સોસાયટીમાં મીનાબેનનું 28 નવેમ્બરની રાત્રે તેમનું મકાન બંધ હતુ ત્યારે અજાણ્યા શખ્સોએ મકાનના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યા બાદ ઘરવખરી રફેદફે કરી દીધી હતી. અજાણ્યા શખ્સોએ લોખંડની તીજોરીના ડ્રોઅર રાખેલ સ્ટીલના ડબ્બામાં મુકેલ અંદાજે રૂ.1.36 લાખની કિંમતની બે સોનાની ચેઈન, રૂ.34 હજારની સોનાની વીંટી, રૂ.68 હજારની 3 સોનાની કાનની બુટ્ટી, રૂ.1.36 લાખની બે સોનાની બંગડી તથા અંદાજે રૂ.77 હજાર રોકડ મળી અજાણ્યા શખ્સો રૂ.4.51 લાખની મત્તાની ચોરી કરી લઈ ગયા હતા. જે અંગે મીનાબેને એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરીયાદ નોંધાવી હતી. એ ડીવીઝન પોલીસે એફ.એસ.એલ અને ડોગ સ્ક્રોડની મદદથી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments