ગુનાખોરી અટકાવવા સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. સુરત શહેરના અલગ-અલગ ઝોન વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે હવે બેથી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હિસ્ટ્રી ચીટરોને ભેગા કરીને પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે. આ સાથે જ ક્રાઈમની દુનિયા છોડીને સારા રસ્તે જવા માટે પણ સમજ આપવામાં આવી રહી છે. 100 જેટલા હિસ્ટ્રીશીટરને ભેગા કરી ગુનાઓ ન કરવા ચેતવણી અપાઇ
સુરત પોલીસ ઝોન-4 વિસ્તારમાં આવતા પાંડેસરા, ખટોદરા, અલથાણમાંથી 2થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હિસ્ટ્રીશિટરોને પોલીસે એક જગ્યા પર હોલમાં ભેગા કરવામાં આવ્યા હતા. 100 જેટલા હિસ્ટ્રીશીટરને ભેગા કરી ડીસીપી ઝોન-4 વિજયસિંહ ગુર્જર દ્વારા હવે ગુનાઓ ન કરવા અપાઇ ચેતવણી આપવામાં આવી હતી. સાથે જ આ તમામ હિસ્ટ્રી ચીટરોને સમજ આપવામાં આવી હતી કે તમે ક્રાઈમ કરો તો તમારા પરિવાર અને અન્ય જે નુકસાન થઈ રહ્યું છે તે શું થાય છે. આ સાથે જ સજાવો અંગે પણ સમજ આપવામાં આવી હતી. ડીસીપીએ 2થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતાને ચેતવણી આપી
આ દરમિયાન કેટલાક ગુનાહિત ઇતિહાસ ધરાવતા હિસ્ટ્રી ચીટરો દ્વારા પોતાના અનુભવ પણ શેર કરવામાં આવ્યા હતા. ક્રાઈમની દુનિયામાં આવ્યા બાદ ક્રાઈમ કરવાના કારણે શું નુકસાન થઈ રહ્યું છે? તે અંગે પણ જણાવ્યું હતું. કેટલાક આરોપીઓ ક્રાઈમની દુનિયામાં રહેતા અન્ય ગુનેગારોની પણ માહિતી પોલીસ સુધી પહોંચાડી રહ્યા હોવાનું જણાવ્યું હતું. ડીસીપીએ હવે કોઈ પણ પ્રકારના ગુનાહને અંજામ આપશો તો કડક સજા ભોગવવા તૈયાર રહેજો એવી ચેતવણી આપી હતી.