લાયન્સ-લીઓ ક્લબ ઓફ પાટણ દ્વારા શ્રી એસ.પી.ઠાકોર સર્વોદય વિદ્યાલય કાંસા ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત જાગૃતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરસ્વતી તાલુકાના નાયબ મામલતદાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને કુદરતી આપદાના સમયે બચાવ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબના રિજયન ચેરપર્સન નટવરસિંહ ચાવડા, લિઓ ચેરપર્સન ડો. રાજગોપાલ મહારાજા લાયન્સ ક્લબના પ્રમુખ બ્રિજેશ પટેલ, મંત્રી પરીન પંચીવાલા ઉપપ્રમુખ અમિષ મોદી સહિત શાળાનો સ્ટાફ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.