back to top
Homeગુજરાતબેસવા જેવી સામાન્ય બાબતે યુવકની હત્યા:મૃતકના પરિજનોએ બે હાથ જોડી ન્યાય માગ્યો,...

બેસવા જેવી સામાન્ય બાબતે યુવકની હત્યા:મૃતકના પરિજનોએ બે હાથ જોડી ન્યાય માગ્યો, કહ્યું- ‘રંગીલા રાજકોટને ‘રંગાયેલું’ બનતું અટકાવો’

રાજ્યમાં સામાન્ય બાબતે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદમાં વાહન ચલાવવા જેવી બાબતે MICAના વિદ્યાર્થીની હત્યાના બનાવ બાદ હવે રાજકોટમાં ઓફિસ નીચે બેસવા મુદ્દે માથાકૂટ કરી એક શખ્સે કોઠારિયા રોડ પર યુવકની સરાજાહેર હત્યા નિપજાવી દેતા ચકચાર મચી છે. મૃતક યુવાનના પરિવારજનોએ બે હાથ જોડી પોલીસ પાસે ન્યાયની માગ કરી હતી અને રંગીલા રાજકોટને ‘રંગાયેલું’ થતું અટકાવવાની માગ કરી હતી. 27 વર્ષીય યુવકની હત્યાના કારણે ત્રણ વર્ષીય દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પોલીસે આ મામલે હત્યા નિપજાવનાર દોલતસિંહ સોલંકી સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. કોઠારિયા વિસ્તારમાં સરાજાહેર 27 વર્ષીય યુવકની હત્યા
રાજકોટ શહેરમાં ગઇકાલે શનિવારે રાત્રીના સમયે 10 વાગ્યા આસપાસ વધુ એક હત્યાની ઘટના સામે આવી છે જેમાં શહેરના કોઠારીયા રોડ પર નીલકંઠ સિનેમા પાસે હર્મિશ ગજેરા નામના 27 વર્ષીય યુવાનની દોલતસિંહ સોલંકી નામના શખ્સ દ્વારા જાહેરમાં મેઈન રોડ પર સરાજાહેર છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી છે. બનાવ અંગે જાણ થતા રાજકોટ ભક્તિનગર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બેસવા બાબતે બે વખત બોલાચાલી થયા બાદ હત્યા
પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યાનું મુખ્ય કારણ કોઠારીયા રોડ પર ખોડિયાર હોટલ આવેલ હોય અને ત્યાં જ ઉપર આરોપી દોલતસિંહ સોલંકીની ફાયનાન્સની ઓફિસ આવેલ હોવાથી મૃતક યુવાન હર્મિશ બે દિવસ પહેલા ત્યાં બેઠો હતો અને એ સમયે અહીંયા બેસવું નહિ તેમ કહી બોલાચાલી કરી હતી અને ફરીથી ગઈકાલે આ જ બાબતે બોલાચાલી કરી યુવકને છાતીના ભાગે છરી ના બે ઘા ઝીંકી હત્યા નિપજાવી દીધી છે. આરોપી સામે નોંધાયેલા છે એકથી વધુ ગુના
​​​​​​​પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી દોલતસિંહ ભાવસિંહ સોલંકી ફાયનાન્સનો ધંધો કરતા હોવાનું તેમજ તેમના વિરુધ્ધ અગાઉ હત્યાની કોશિશ તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ ચીકી હોવાનું સામે આવ્યું છે. હાલ રાજકોટ ભક્તિનગર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને LCB સહિતની ટિમો દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટનો કોઠારીયા મેઈન રોડ ગીચ વિસ્તાર છે અહીંયા મેઈન રોડ પર રાત્રીના 12 વાગ્યા સુધી મોટી સંખ્યામાં લોકોની અવરજવર શરૂ રહેતી હોય છે આમ છતાં આરોપીએ રોષે ભરાઈને મૃતક યુવાન પર જીવલેણ હુમલો કરતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને હત્યાની ઘટના બાદ સ્થળ પર લોકોના ટોળે ટોળા એકત્રિત થઇ ગયા હતા. પરિવારજનોએ બે હાથ જોડી પોલીસ પાસે ન્યાય માગ્યો
​​​​​​​હત્યાનો ભોગ બનેલા હર્મિશ ગજેરાના સાળા દીપેન પટેલએ જણાવ્યું હતું કે, મારા જીજાજીની ગઈકાલે રાત્રીના નજીવી બાબતમાં હત્યા નિપજાવી દેવામાં આવી છે. તેઓનો કોઈ વાંક ન હતો આમ છતાં તેમના પર છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી દેવામાં આવી છે અમારી માંગ છે કે પોલીસ તાત્કાલિક અસરથી આરોપીને ઝડપી પાડે અને આવા લુખ્ખા તત્વો સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરી અમને ન્યાય અપાવે. ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અમને ઝડપથી ન્યાય અપાવવામાં આવે તેવી પોલીસ અને સરકાર પાસે અમારી માંગણી છે કારણ કે આજે અમે અમારું સ્વજન ગુમાવ્યું છે આગળ અન્ય કોઈ પોતાનું સ્વજન ન ગુમાવે તે માટે અમે સરકાર અને પોલીસ પાસે સખ્ત કાર્યવાહીની માંગ કરી રહ્યા છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments