રોહિત શર્માએ પોતાના પુત્રનું નામ અહાન રાખ્યું છે. રવિવારે તેની પત્ની રિતિકાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી અને તેમના પુત્રનું નામ અહાન શર્મા રાખવાની જાણકારી આપી. રિતિકાએ ક્રિસમસની થીમ પર પોતાની ફેમિલી તસવીર શેર કરી છે. આ તસવીરમાં રોહિત શર્મા રો તરીકે, રિતિકા રિત્સા તરીકે, પુત્રીનું નામ સેમી અને પુત્રનું નામ અહાન બતાવવામાં આવ્યું છે. આ સાથે રિતિકાએ ક્રિસમસના હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે. રોહિતની પત્નીએ 15 નવેમ્બરે પુત્રને જન્મ આપ્યો હતો
ભારતીય ટેસ્ટ અને ODI ટીમના કેપ્ટન રોહિતની પત્ની રિતિકાએ 15 નવેમ્બરે એક પુત્રને જન્મ આપ્યો હતો. રોહિત અને રિતિકાને સમાયરા નામની એક પુત્રી પણ છે. સમાયરાનો જન્મ 30 ડિસેમ્બર, 2018ના રોજ થયો હતો. રોહિત અને રિતિકાના લગ્ન 2015માં થયા હતા. અહાન સંસ્કૃતમાંથી લીધો છે
અહાન નામ સંસ્કૃત શબ્દ ‘આહા’ પરથી ઉતરી આવ્યું છે. તેનો અર્થ છે ‘જાગવું’. આહાન નામનો અર્થ છે પરોઢ, સૂર્યોદય, પ્રકાશનું પ્રથમ કિરણ, સવારનો મહિમા વગેરે થાય છે. રોહિત પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયા PM-XI સામે રમી રહ્યો છે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝની બીજી મેચમાં રોહિત શર્મા ફરી એકવાર ટીમમાં પરત ફરશે. રોહિત પર્થ ટેસ્ટ મેચ રમ્યો ન હતો. રવિવારે ઓસ્ટ્રેલિયા PM-XI સામે રમાઈ રહેલી 46-46 ઓવરની પ્રેક્ટિસ મેચમાં રોહિત કેપ્ટનશિપ કરી રહ્યો છે. રોહિત શર્મા પર્થ ટેસ્ટ રમી શક્યો ન હતો
અહાનના જન્મને કારણે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટનો ભાગ બની શક્યો નથી. તેની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહે પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની આ સૌથી મોટી ટેસ્ટ જીત હતી. ભારત 5 ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0થી આગળ છે. બીજી ટેસ્ટ એડિલેડમાં છઠ્ઠી ડિસેમ્બરથી રમાશે.