ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત ગાયકો પૈકીના એક મોહમ્મદ રફીને તાજેતરમાં ગોવામાં યોજાયેલા 55મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘આસમાન સે આયા ફરિશ્તા – એ ટ્રિબ્યુટ ટુ મોહમ્મદ રફી – કિંગ ઓફ મેલોડી’ નામના સત્ર દરમિયાન, ગાયક સોનુ નિગમે મોહમ્મદ સાથે વાત કરી. રફીની બહુમુખી પ્રતિભા અને અનન્ય કલાત્મકતા વિશે વાત કરી. સોનુએ જણાવ્યું કે રફી પોતાના અવાજ અને સ્ટાઈલને કલાકારો સાથે મેચ કરતા હતા. દરેક અભિનેતા તેમના અવાજમાં ફિટ બેસતા હતા. સોનુ નિગમે કહ્યું, “આ વ્યક્તિ ‘હમ કાલે હૈં તો ક્યા હુઆ દિલવાલે હૈં’ ગાય છે અને ‘સર જો તેરા ચકરાએ યા દિલ ડૂબા જાયે’ પણ ગાય છે. તેમનો અવાજ દિલીપ કુમાર, જોની વોકર, મેહમૂદ અને ઋષિ કપૂર પર પણ શોભતો હતો. સોનુએ કહ્યું કે રફીનો અવાજ સ્ક્રીન પરની વિવિધ વ્યક્તિત્વને પૂરક બનાવે છે. તેમની બહુમુખી પ્રતિભા પર પ્રકાશ ફેંકતા, સોનુએ ભક્તિ ગીતો રજૂ કરતી વખતે રફીની પરિવર્તન(ટ્રાન્સફોર્મ) કરવાની ક્ષમતા પર પણ ટિપ્પણી કરી. ‘ગાતા ત્યારે મોહમ્મદ રફી પાક્કા હિન્દુ જેવા લાગતા’
સોનુ નિગમે કહ્યું, “જ્યારે તેઓ ભજન ગાય છે ત્યારે એવું લાગે છે કે કોઈ પાક્કો હિંદુ ગાય છે. તેઓ મુસલમાન નમાઝી આદમી છે. ગાતી વખતે તેમનું ધર્મ પરિવર્તન કેવી રીતે થઈ જાય છે?” સોનુએ રફીની કોઈપણ શૈલી અથવા લાગણીને વ્યક્ત કરવાની અદભૂત કલાત્મક ક્ષમતા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું. ‘આ એક મોટી વાત છે, દરેક જણ આ કરી શકતા નથી.’ ‘મોહમ્મદ રફીનો મુકાબલો ન થઈ શકે’
સોનુ નિગમે આગળ કહ્યું, “હું એવા ઘણા ગાયકોને ઓળખું છું જેઓ સૂફી ગીતો ખૂબ સારી રીતે ગાઈ શકે છે, પરંતુ કોઈ ભજન ગાઈ શકતા નથી. તે (મો. રફી) રમઝાન, રક્ષાબંધન માટે ગાતા હતા, તેઓ હેપ્પી સોંગ, સેડ સોન્ગ, ત્યાં સુધી કે, સૌથી પ્રખ્યાત હેપ્પી બર્થ ડે ગીત પણ ગાતા હતા. એવું કંઈ નથી જે તેમણે ન કર્યું હોય. કેટલો અદભુત માણસ હતો એ? તે એક જ્વાળામુખી હતો જે ફક્ત માઈક પર જ ફાટતો હતો.” ‘મોહમ્મદ રફીએ આ ગીતોને અવાજ આપ્યો હતો’
નોંધનીય છે કે મોહમ્મદ રફીએ ‘આજ મૌસમ બડા બેઈમાન હૈ’, ‘અહસાન તેરા હોગા મુઝ પર’, ‘અકેલે અકેલે કહાં જા રહે હો’ સહિત ઘણા ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. તે જ કાર્યક્રમમાં દિવંગત પીઢ ગાયકના પુત્ર શાહિદ રફીએ પણ મોહમ્મદ રફીની બાયોપિકની જાહેરાત કરી હતી, જેનું નિર્દેશન ‘ઓહ માય ગોડ’ ફિલ્મના દિગ્દર્શક ઉમેશ શુક્લા કરશે.