સુરત-મુંબઈ વચ્ચે ફ્લાઈટ નથી, રસ્તા ખરાબ હોવાથી માંડ 7 કલાકનું અંતર કાપવામાં 10થી 12 કલાક લાગી જાય છે, જેથી લોકો માટે એકમાત્ર વિકલ્પ ટ્રેનનો બચે છે. બંને શહેરો વચ્ચે ફ્લાઈટ 2 વર્ષથી બંધ થઈ ગઈ છે. ડિસેમ્બર-2023માં ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન થયું ત્યારે હીરા વેપારીઓએ સુરત-મુંબઈ વચ્ચે ફ્લાઈટ શરૂ કરવા માટે માંગ કરી હતી. આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સે પણ ફ્લાઈટ શરૂ કરવા માટે માંગ કરી હતી. સુરતમાં વિશ્વના 90 ટકા હીરાનું કટિંગ અને પોલિશિંગ થાય છે, પરંતુ તેનું વેચાણ મુંબઈથી થતું હોય છે, જેથી સુરતના હીરા વેપારીઓ અઠવાડિયામાં બે-ત્રણ વખત સુરત-મુંબઈ વચ્ચે આવ-જા કરતા હોય છે. સુરત-મુંબઈ વચ્ચે ફ્લાઈટ ચાલુ હતી ત્યારે 60થી 80 ટકા જેટલી બુક થઈ જતી હતી તેમ છતાં કોઈક કારણોસર બંધ કરી દેવાતાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સેલિબ્રિટીઓ પણ સુરત ટ્રેનમાં આવવા મજબૂર સુરત બાય રોડ આવવા-જવામાં વધારે સમય લાગતો હોવાથી સેલિબ્રિટીઓ પણ સુરત માટે ટ્રેનનો ઉપયોગ કરી રહ્યા છે. તાજેતરમાં જ મલાઈકા અરોરા, નોરા ફતેહ, સોનુ નિગમ, ભારતી સિંઘ, કિકુ શારદા, સોફિયા ચૌધરી, કાર્તિક આર્યન, વિદ્યા બાલન, રાહુલ વૈદ્ય, અપાર શક્તિ, ખુરાના, ઝાકીર ખાન પણ ટ્રેનમાં જ આવ્યા હતા. કિસ્સો-2 ટ્રેનની કનેક્ટિવિટી પણ પુરતી નથી ચેમ્બર પ્રમુખ વિજય મેવાવાલાએ કહ્યું કે, હું થોડાં સમય પહેલા કેનેડા ગયો હતો. મારી ફ્લાઈટ મુંબઈથી હતી. સુરત અને મુંબઈ વચ્ચે ફ્લાઈટ ન હોવાથી મારે ટ્રેનમાં જવું પડ્યુ હતું. સુવિધા ન હોવાને કારણે સુરતીઓને હેરાનગતિનો સામનો કરવી પડી રહ્યો છે. ટ્રેનની કનેક્ટિવીટી પણ પુરતી નથી. આ મુશ્કેલીઓ છે મુંબઈથી ફ્લાઈટ પકડવા 15 કલાક વહેલા નીકળવું પડે છે કિસ્સો-1 મુંબઈ પહોંચતા 10 કલાક લાગ્યા હતા ફ્લાઈટ શરૂ થાય તો લોકોને સરળતા રહે : એરપોર્ટ કમિટીના પ્રમુખ લિનેશ શાહે કહ્યું કે, 2009માં એરપોર્ટના ઉદ્દ્ઘાટનથી જ મુંબઈની ફ્લાઈટ હતી. છેલ્લાં 2 વર્ષથી લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. જો ફ્લાઈટ શરૂ થઈ જાય તો લોકો સરળતાથી સફર કરી શકે. કાર્યક્રમમાં અવ્યવસ્થા થઈ શકે : જે.કે એન્ટરટેઈનર્સના ઓનર જીમી ખેંગારેએ કહ્યું કે, પહેલાં ટ્રાવેલ ટાઈમ 5-7 કલાકનો જ હતો. જો આર્ટિસ્ટો સમયસર કાર્યક્રમમાં ન પહોંચે તો અવ્યવસ્થા થઈ જાય છે, બીજી તરફ ફ્લાઈટની સુવિધા ન હોવાથી ટ્રેન એકમાત્ર વિકલ્પ છે. સુરત-મુંબઈ વચ્ચે હાઈવેની પરિસ્થિતિ ખરાબ હોવાથી પહોંતા 10થી 12 કલાક લાગે છે. મુંબઈથી ફ્લાઈટ પકડવી હોય તો ટ્રેનની કનેક્ટિવીટી પણ સમયસર હોતી નથી. મુંબઈ જતી વખતે વધારે સમાન હોય તો ટ્રેનની જગ્યાએ ખાનગી વાહનમાં જ જવું પડે છે. મુંબઈથી ફ્લાઈટ પકડવાની હોય તો 10થી 15 કલાક વહેલા નીકળી જવું પડે છે કાપડવેપારી રમેશ શાહે કહ્યું કે, ગત અઠવાડિયે વાઈફને મુંબઈ મોકલવાનું થયું. સુરતથી મુંબઈની ફ્લાઈટ નથી, બીજી તરફ સામાન વધારે હોવાથી ટ્રેનમાં જઈ શકે તેમ ન હતું, જેથી તેમને ડ્રાઈવર સાથે કારમાં મુંબઈ મોકલ્યા હતા, પરંતુ રોડ ખરાબ હોવાથી ટ્રાફિકને કારણે 10 કલાક લાગ્યા હતા.