back to top
Homeગુજરાતસુરતનું નવું નજરાણું, 'ગ્રીન લંગ્સ'નો આકાશી નજારો:ગંધાતી ગંદી ખાડી નજીકનો બાયોડાઇવર્સિટી પાર્ક...

સુરતનું નવું નજરાણું, ‘ગ્રીન લંગ્સ’નો આકાશી નજારો:ગંધાતી ગંદી ખાડી નજીકનો બાયોડાઇવર્સિટી પાર્ક સુગંધ રેલાવશે, 6 લાખ વૃક્ષ ફેફસાંમાં ફ્રેશ ઓક્સિજન ભરશે, રાખશે ફિટ

સુરત મહાનગરપાલિકા દ્વારા ખાડી નજીક રૂપિયા 145 કરોડના ખર્ચે બાયોડાઈવર્સિટી પાર્કનું ચાલી રહેલું નિર્માણ હવે અંતિમ તબક્કામાં છે. આગામી બે મહિનામાં જ આ પાર્ક લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી શક્યતા છે. સુરતના ખાડી વિસ્તારના 87 હેકટરમાં નિર્માણ કરાયેલો આ એક પાર્ક સુરતને નવી ઓળખ આપશે. સુરતમાં વધતી વસતીના કારણે પ્રદૂષણ વધારાની પણ એક મોટી સમસ્યા ઉભી થઈ છે. ત્યારે અહીં ઉછેરવામાં આવેલા 6 લાખ જેટલા વૃક્ષો પ્રદૂષણ ઘટાડવા માટે મહત્વના સાબિત થવાના છે. પર્યાવરણની દ્રષ્ટિએ મહત્વનો ગણાતો આ બાયોડાઈવર્સિટી પાર્કમાં લોકોના મનોરંજન માટે સુવિધા ઉભી કરવામાં આવી છે. ત્યારે 87 હેકટરમાં ફેલાયેલા આ અદભુત પાર્કનો આકાશી નજારો આજે દિવ્ય ભાસ્કર ડિજિટલ તમને બતાવી રહ્યું છે. બાયોડાઈવર્સિટી પાર્કના કારણે ઈકો સિસ્ટમ થશે મજબૂત
સુરત મહાનગરપાલિકાએ ખાડી નજીક બાયોડાઈવર્સિટી પાર્કના નિર્માણથી શહેરને એક હરિયાળી અને પર્યાવરણ પ્રિય ભેટ આપવાનો પ્રયાસ કર્યો છે. આ પાર્કને ખાસ કરીને એવા વૃક્ષો સાથે વિકસાવવામાં આવ્યું છે. જેની સુગંધ ચારેબાજુ ફેલાય અને નાગરિકોને પ્રકૃતિનો અનોખો અનુભવ આપી શકે. બે મહિનામાં સુરતની અંદર બાયોડાઈવર્સિટી પાર્ક લોકો માટે ખુલ્લો મુકાશે. સુરત શહેરમાં ‘વાઇલ્ડ વેલી બાયોડાયવર્સિટી પાર્ક’ પ્રોજેક્ટ જૈવવિવિધતા અને પર્યાવરણ જાળવવા માટે મહત્વનું પગલું છે. ખાડીની બંને બાજુ પર પડી રહેલી જમીનને કાયાકલ્પ કરીને સુરત મહાનગરપાલિકાએ શહેરના ‘ ગ્રીન લંગ્સ’ તરીકે ઓળખાતા વાઇલ્ડ વેલી બાયોડાયવર્સિટી પાર્ક પ્રોજેક્ટના વિકાસની શરૂઆત કરી હતી જે પૂર્ણ થવાના આરે છે. આ પ્રોજેક્ટ શહેરમાં પર્યાવરણ જાળવવા, પ્રદૂષણ રોકવા અને સમજૂતીપૂર્વક ઈકોસિસ્ટમને વિસ્તૃત કરવા માટેની મહત્વકાંક્ષી યોજના છે. ખાડી આસપાસ દુર્ગંધના બદલે સુગંધ પ્રસરશે
ચોમાસા દરમિયાન ખાડીઓમાં વરસાદી પાણી સંગ્રહ થાય છે. જેનાથી પાણીનો પુનઃઉપયોગ બાગકામ માટે થશે. ફાયટોરેમિડેશન ટેક્નિક દ્વારા ખાડીનું પ્રદૂષણ ઓછું કરવામાં મદદરૂપ થશે. ખાડીની દુર્ગંધ દૂર કરવી અને ખાડીના જળ પ્રદૂષણમાં ઘટાડો કરવો પ્રોજેક્ટના મુખ્ય હેતુઓમાં સામેલ છે. પાર્કમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવશે, જેનો ઉપયોગ તળાવો ભરવા અને અન્ય ઉપયોગી હેતુઓ માટે થશે. 145 કરોડના પ્રોજેક્ટના મુખ્ય હેતુ
સુરતમાં નિર્માણાધીન બાયોડાઈવર્સિટી પાર્ક પાછળ 145 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. જેનો મુખ્ય હેતુ જળ પ્રદૂષણ અટકાવવાનો અને નાગરિકો માટે સ્વચ્છ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણ રચવાનું લક્ષ્ય છે. પાર્કના કારણે આ વિસ્તારના નામશેષ થતા ઝાડ અને છોડ માટે કુદરતી નિવાસસ્થાન ઉભું થશે, જે મધમાખી, પતંગિયા અને અન્ય જીવજંતુઓ માટે લાભકારી સાબિત થશે. ચોમાસા દરમિયાન ખાડીઓમાં વરસાદી પાણી સંગ્રહ થાય છે, જેનાથી પાણીનો પુનઃઉપયોગ બાગકામ માટે થશે. ફાયટોરેમિડેશન ટેકનીક દ્વારા ખાડીનું પ્રદૂષણ ઓછું કરવામાં મદદરૂપ થશે. એક જ સ્થળે 85 પ્રકારના વૃક્ષો જોવા મળશે
ડિસ્કવરી સેન્ટર અને ઇન્ટરપ્રિટેશન સેન્ટર દ્વારા નાગરિકોને સ્થાનિક વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ વિશે જ્ઞાન મળશે.વિદ્યાર્થીઓ માટે સંશોધન તકો ઊભી થશે. વિદ્યાર્થીઓ માટે બાયોડાયવર્સિટી અંગે સંશોધન અને અભ્યાસની તકો ઉપલબ્ધ થશે. આ પ્રોજેક્ટ સંપૂર્ણ થયે સુરત શહેરને વધુ હરિયાળું અને સ્વચ્છ બનાવશે. સાથે જ, આ વિસ્તારમાં નાગરિકો માટે આરામદાયક તેમજ પર્યાવરણ સાથે જોડાણ મજબૂત કરશે. આ પ્રોજેક્ટ શહેરના વિકાસમાં મોખરું પગલું સાબિત થશે.બાયોડાઈવર્સિટી પાર્કના મુખ્ય નજરાણા સમાન સુરતના અસલ જૂના વૃક્ષો પણ છે. જે હવે લુપ્ત થઈ ગયા છે તેવા વૃક્ષોને તજજ્ઞો પાસેથી યાદી લઇને તૈયાર કરવામાં આવશે. તમામ 85 પ્રકારના વૃક્ષો એવા જૂના હશે જે સુરતમાં ઘણા સમય પહેલા હતા. જેમાં ચંપક, સૂર્ય કમળ ,ઝીણી થુણી , પારસપીપળો,કડામો, અરડૂસો, હાડસાંકળ અરીઠા વગેરેનો સમાવેશ થાય છે. બાયોડાયવર્સીટી પાર્કના ફાયદા
અહીં ચિલ્ડ્રન પ્લે એરિયા, સીનીયર સીટીઝન કોર્નર, બાઈસીકલ ટ્રેક , ફૂડકોર્ટ, મલ્ટી એક્ટિવિટી પેવેલિયન, આર્ટિસ્ટિક બ્રિજ છે. ખાડી કિનારાના આસપાસના વિસ્તારમાં તો ગંદકીનું રહેતું હોય છે પરંતુ અહીં મોટો પાર્ક વિકસિત કરીને ફરવાલાયક સ્થળ તેમજ શહેરમાં પર્યાવરણ પ્રત્યેની કામગીરી કરાશે. જેથી પ્રદૂષણ પણ ઓછું થશે. હવાનું મોટી માત્રામાં શુદ્ધિકરણ થશે. પાર્કમાં એવા વૃક્ષો અને છોડ રોપવામાં આવ્યા છે, જેનાથી સુગંધ વિખરાય અને ત્યાં આવેલા લોકોને પ્રકૃતિનો હળવો અને સકારાત્મક અનુભવ થાય. અહીં પક્ષીઓને આકર્ષવા માટે આર્ટિફિશિયલ ફ્લોટિંગ આઇસલેન્ડ, પાણીના તળાવો અને લીલોતરી વિસ્તાર તૈયાર કરાયા છે. ખાડીની દુર્ગંધ દૂર કરવા માટે વિશેષ સુવિધાઓ વિકસાવવામાં આવી છે. વરસાદી પાણીનો સંગ્રહ કરવાના તળાવો પણ પાર્કમાં બનાવવામાં આવ્યા છે, જેનાથી પાણીનું પુનઃઉપયોગ શક્ય બનશે. નાગરિકો માટે વિશિષ્ટ મનોરંજન સ્થળ
આ પાર્ક નાગરિકો માટે ફરવા, આરામ કરવા અને પ્રકૃતિની નજીક રહેવા માટે એક આદર્શ સ્થળ છે. બાળકો માટે વિશેષ સાધનો મૂકવામાં આવ્યા છે, જે તેમને મનોરંજન સાથે પ્રકૃતિની મહત્વતાને સમજાવવા માટે મદદરૂપ થશે. આ બાયોડાઈવર્સિટી પાર્ક આંતરરાષ્ટ્રીય કક્ષાનો- શાલિની અગ્રવાલ
આ બાયો ડાયવર્સિટી પાર્ક અંગે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર યુરોપિયન યુનિયન અને એએસડીની ટીમ સાથે મળીને આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, એટલે આ પાર્ક આંતરરાષ્ટ્રીય કક્ષાનો છે. આખો પાર્ક શહેરના મધ્યમાં બનાવવામાં આવ્યો છે. શહેરની ખાડીઓ, જ્યાં ડ્રેનેજનું ડમ્પિંગ થાય છે અને જે સ્થળ ગંદકીવાળું હોય છે, તેને સાફ કરી, ખાડીના બંને બાજુ આ બાયોડાઈવર્સિટી પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. પ્રકૃતિના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આ પાર્ક ડિઝાઇન કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments