હિંમતનગરના બગીચા વિસ્તારમાં આવેલ પારસ કોર્પોરેશનમાં શુક્રવારે મોડી સાંજથી અત્યાર સુધી IT વિભાગનું સર્ચ ચાલી રહ્યું છે. સતત ચોથા દિવસે સર્ચ યથાવત છે. ત્યારે IT વિભાગ પણ થયેલા વ્યવહારોની ઝીણવટભરી તપાસ કરી રહ્યું છે. આ અંગેની વિગત એવી છે કે, મળેલ માહિતી મુજબ રાજ્યભરમાં ગત 30 નવેમ્બરને શુક્રવારથી 36 જેટલા સ્થળે IT વિભાગની ટીમ ત્રાટકી હતી અને સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું. ત્યારે હિંમતનગરમાં પણ પોલીસ સાથે ITની ટીમ શુક્રવારે સવારે સવારે 5.30 કલાકે આવી પહોંચી હતી. ત્યાર બાદ ટીમ બગીચા વિસ્તારમાં પારસ કોર્પોરેશન આગળ પહોંચી હતી. જ્યાં પારસ કોર્પોરેશનની ઓફીસ બંધ હતી. સાંજે એક મહિલાએ આવી હતી જેને ચાવી આપ્યા બાદ પારસ કોરોપોરેશનની ઓફીસના શટર ખુલ્લ્યા હતા અને IT ટીમે પોતાની કાર્યવાહી શરુ કરી હતી. આ દરમિયાન મોડી સાંજે હિંમતનગર એક ગ્રાહક રૂ.૩.50 લાખ લઈને આગડીયુ કરવા આવ્યો હતો. દરમિયાન IT ટીમે તેની પૂછપરછ કરીને કાર્યવાહી કરી હતી. બીજી તરફ નિષ્ણાત IT ટીમના સભ્યો ઓફિસમાં એક પછી એક દસ્તાવેજો સાથે કોમ્પ્યુટરની તપાસ શરુ કરી હતી. સાથે તેમના ઘરે પણ પહોચીને તપાસ શરુ કરી હતી. શુક્રવારે સાંજે IT ટીમનું સર્ચ શરુ થયું હતું. જે 60 કલાક બાદ પણ ચોથા દિવસે યથાવત છે. તાજેતરમાં વિવિધ કૌભાંડોને લઈને દેશ-વિદેશમાં પડેલા હવાલાને લઈને IT વિભાગ દ્વારા સર્ચ ચાલી રહ્યું છે. અગામી દિવસોમાં મોટા પાયે કાળું નાણું ઉપરાંત મોટા વ્યવહારો બહાર આવી શકે છે. તો મળેલ દસ્તાવેજ ઉપરાંત કોમ્પુટરમાંથી મળેલ ડેટાની ઝીણવટભરી તપાસ શરુ કરી છે. જેને લઈને મોટા વ્યવહારો થયા હોય તેવું જણાઈ આવવાને લઈને તપાસ ચાલી રહી હોય તેવું જણાઈ રહ્યું છે.