સુરત જિલ્લાના ઓલપાડના મુળદ ખાતે આવેલ વી.કેર ઇન્ટરનેશનલ સ્કૂલ CBSE કેમ્પસ ખાતે વી.કેર ઇન્ટરનેશનલ સ્કૂલ મૂળદ તથા વી.કેર ઇંગ્લિશ સ્કૂલ કીમનો વાર્ષિક ખેલ મહોત્સવનો પ્રારંભ થયો હતો. આજના આ ખેલ મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે કીમ પોલીસ સ્ટેશનના PI પી.એચ. જાડેજા તથા સાથો સાથ મુલદ ગ્રામ પંચાયતના સરપંચ વાસુદેવ પટેલ, સાધના કુટીર હોસ્પિટલ કિમના ટ્રસ્ટી સતિષ પટેલ, શાળાના મેનેજર ડો. પી.સી. જોસેફ સર, શાળાના ટ્રસ્ટી સોલી જોસેફ હાજરી આપી હતી. શાળાના આચાર્ય પૂનમ પાંડેએ સૌ અતિથિ વિશેષને આવકાર્ય હતા. મહોત્સવની શરૂઆત ખૂબ જ શિસ્ત રીતે પરેડ દ્વારા કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થી લવલેશ મિશ્રા જે SGFI નેશનલ લેવલે રનીંગ રેસમાં સિલેક્ટ થયેલ છે એનું સન્માન કરવામાં આવ્યું હતું. PI પી.એચ.જાડેજાએ પોતાના સ્પીચ દ્વારા બાળકોને રમત ગમત માટે પ્રોત્સાહન આપ્યું હતું તથા શાળાના મેનેજર ડો.પી.સી. જોસેફ સર દ્વારા રમતનું મહત્વ સમજાવી આ ખેલ મહોત્સવનો પ્રારંભ કર્યો હતો. બંને શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ ખેલ મહોત્સવમાં ભાગ લીધો હતો.