ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીનો માહોલ જામ્યો છે, ત્યારે આ ઠંડી વચ્ચે એક વિરામ આવ્યો હોય તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જેમાં આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યભરના લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. એટલે કે બરોબર શિયાળો જામ્યો ત્યાં તાપમાનમાં વધારો થતાં ઠંડીનું જોર ઘેટ તેવી સંભાવના છે. ગત નવેમ્બર માસમાં પણ તાપમાનમાં વધારો ઘટાડો સતત રહેતા ગુજરાતીઓને હાડ થીજવતી ઠંડીનો અનુભવ આ વર્ષે હજુ સુધી થયો નથી. ત્યાં ડિસેમ્બર મહિનાની શરૂઆતના દિવસોમાં જ લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીનું જોર ઘેટ તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. બેથી ત્રણ ડિગ્રીનો વધારો થતા ઠંડીનું પ્રમાણ ઘટે
ગુજરાત પર શિયાળાની ઋતુ દરમિયાન ઉત્તર અથવા તો ઉત્તરપૂર્વીય દિશા તરફથી પવનો આવતા જેથી ઉત્તર ભારતમાં હિમાલયની ઠંડી ગુજરાત તરફ આવે છે, પરંતુ હાલમાં ગુજરાત પર આવતા પવનની દિશા ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી છે. જેથી આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધી વધારો થતા ઠંડીનું પ્રમાણ ઘટે તેવી શક્યતા છે. હાલમાં વાતાવરણના ઉપરી વિસ્તારમાં ભેજવાળા પવનો આવતા હોવાથી આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેવાની સાથે ઠંડીનું પ્રમાણ પણ યથાવત રહેશે. રાજ્યનું સૌથી ઠંડું શહેર નલિયા બન્યું
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું હતું. જ્યાં નલિયામાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે આજે પણ અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત વડોદરામાં 14.6 ડિગ્રી, રાજકોટમાં 13.4 ડિગ્રી અને સુરતમાં 21.9 ડિગ્રી લઘુ તાપમાન નોંધાયું હતું.