અનન્યા પાંડે તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. આદિત્ય રોય કપૂર સાથેના બ્રેકઅપ બાદ એક્ટ્રેસના રિલેશનશિપ સ્ટેટસને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસનું નામ હોલિવૂડ મોડલ વોકર બ્લેન્કો સાથે જોડવામાં આવી રહ્યું છે. અનન્યા પાંડેએ રવિવારે રાત્રે મુંબઈમાં એવોર્ડ શોમાં હાજરી આપી હતી. એક્ટ્રેસે આ એવોર્ડ શોમાં એવોર્ડ જીત્યો હતો અને ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. એક્ટ્રેસની આ પોસ્ટ તેના રૂમર્ડ બોયફ્રેન્ડ વોકર બ્લેન્કોએ તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. શું મોડેલને ડેટ કરી રહી છે અનન્યા?
અનન્યા પાંડેને ફિલ્મફેર એવોર્ડ્સમાં બેસ્ટ એક્ટર ફીમેલ ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ મળ્યો હતો. એક્ટ્રેસને આ એવોર્ડ ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’ માટે મળ્યો છે. એક્ટ્રેસેના મિત્રોએ તેની પોસ્ટ શેર કરીને તેને અભિનંદન પાઠવ્યાં છે. રૂમર્ડ બોયફ્રેન્ડ વોકરે પણ પોસ્ટ શેર કરી
અનન્યા પાંડેના રૂમર્ડ બોયફ્રેન્ડ વોકર બ્લેન્કોએ પણ તેના સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ શેર કરીને તેને અભિનંદન પાઠવ્યાં છે. ફોટો શેર કરતી વખતે તેણે હાર્ટ અને ક્લેપ ઇમોજી શેર કર્યું હતું. અનન્યા પાંડેએ પણ સ્ટોરીમાં તેની આ પોસ્ટને ફરીથી શેર કરી છે. પોસ્ટને ફરીથી શેર કરતી વખતે એક્ટ્રેસે મોડલનું નીકનેમ ‘વોકી’ લખ્યું છે. ત્યારથી સોશિયલ મીડિયા પર તેમના સંબંધોને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે. બંને અનંત અંબાણીની સગાઈમાં સાથે જોવા મળ્યાં હતાં
અનંત અંબાણીની સગાઈમાં વોકર અને અનન્યા સાથે જોવા મળ્યાં હતાં. ત્યારથી તેમના અફેરના સમાચાર હેડલાઇન્સમાં છે. હવે વોકરની પોસ્ટને કારણે લોકો અનુમાન લગાવી રહ્યાં છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. વોકર બ્લેન્કો કોણ છે?
વોકર બ્લેન્કો હોલીવુડ મોડલ છે અને અમેરિકાના શિકાગો શહેરનો રહેવાસી છે. વોકરની ફેસબુક પ્રોફાઇલ મુજબ, વોકરે તેનો મોટાભાગનો સમય ફ્લોરિડા અને મિયામીમાં વિતાવ્યો છે. વેસ્ટમિન્સ્ટર ક્રિશ્ચિયન સ્કૂલમાંથી અભ્યાસ કર્યા બાદ મોડલિંગ શરૂ કર્યું. અનન્યાનું વર્ક ફ્રન્ટ
અનન્યા પાંડેએ વર્ષ 2016માં ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. અનન્યાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે એમેઝોન પ્રાઇમની સીરિઝ ‘કોલ મી બે’માં જોવા મળી હતી. હવે તે આ શોની બીજી સીઝનનું શૂટિંગ કરી રહી છે.