back to top
Homeગુજરાતક્રેટા ઊલળીને એક્ટિવા પર પડી, VIDEO:ગણેશ ગોંડલનો વિરોધ કરનાર પાટીદાર નેતા સામે...

ક્રેટા ઊલળીને એક્ટિવા પર પડી, VIDEO:ગણેશ ગોંડલનો વિરોધ કરનાર પાટીદાર નેતા સામે ફરિયાદ, રૂપાણી મહારાષ્ટ્રના નિરીક્ષક બન્યા, ત્રણ દિવસ ઠંડી પર બ્રેક લાગશે

મધ્યાહ્ન ભોજનની સાથે સાથે બંધ કરાયેલો અલ્પાહાર ફરી શરૂ રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓમાં બંધ કરેલો નાસ્તો ફરી શરૂ કરવામાં આવ્યો. બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર પણ આપવામાં આવશે, સાથે જ મધ્યાહ્ન ભોજનના કર્મીઓનું વેતન 50% વધશે. મહારાષ્ટ્રના નિરીક્ષક તરીકે વિજય રૂપાણીની નિયુક્તિ ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીને ધારાસભ્ય દળની બેઠક માટે નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. તેમની સાથે સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણની પણ નિયુક્તિ કરવામાં આવી છે. આ બંનેની હાજરીમાં જ મહારાષ્ટ્રના સીએમનું નામ નક્કી કરવામાં આવશે. 14 પીઆઇની આંતરિક બદલી કરવામાં આવી અમદાવાદમાં 14 જેટલા પોલીસ-ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી. શહેરમાં સતત વધી રહેલી ગુનાખોરીને પગલે મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીએ કરેલી ટકોર બાદ પોલીસ કમિશનરે પીઆઇની આંતરિક બદલીઓનો આદેશ આપ્યો. દારૂના નશામાં કારચાલકે બે યુવકનો જીવ લીધો અમદાવાદમાં દહેગામ- નરોડા રોડ પર દારૂના નશામાં ક્રેટાચાલકે બે યુવકના જીવ લીધા. ડિવાઈડર કુદાવીને રોંગ સાઈડ ઊછળેલી કારે એક્ટિવાને ટક્કર મારતાં એક્ટિવા પર સવાર બે યુવક ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા. કારચાલક નશામાં એટલો ચૂર હતો કે તેને બોલવા, ચાલવાના પણ હોશ નહોતા.. મહેશગિરિએ રવીન્દ્રપુરીને આપી ચીમકી જૂનાગઢમાં અંબાજી મંદિરની ગાદી અને ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ સતત વકરી રહ્યો છે. સંતોનો વિવાદ હવે રાજકારણ બની ગયો હોય એમ લાગી રહ્યું છે. ત્યારે હવે આ વિવાદમાં અખિલ ભારતીય અખાડા પરિષદની એન્ટ્રી થઇ છે. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવીન્દ્રપુરીએ હવે મહેશગિરિને ચીમકી આપી છે. તેમણે જણાવ્યું હતું કે હરિગિરિને આંગળી પણ અડી તો અખિલ ભારતીય અખાડાના તમામ સાધુઓ જૂનાગઢમાં ઊમટી પડશે. પાટીદાર નેતા રાજુ સખિયા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ લેઉવા પટેલ અને ક્ષત્રિય સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના વિવાદમાં પાટીદાર નેતા રાજુ સખિયા સામે ફરિયાદ નોંધાઈ. ખોડલધામના સ્નેહમિલન કાર્યક્રમમાં ગણેશ જાડેજાને બોલાવવામાં આવ્યા હતા, જેનો રાજુ સખિયાએ વાંધો ઉઠાવ્યાની ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી. એ બાદ તેમની સામે ફરિયાદ નોંધાવાઈ છે. ભાજપનાં મહિલા નેતાની આત્મહત્યાનું ઘેરાતું રહસ્ય સુરતમાં ભાજપનાં મહિલા નેતા દીપિકા પટેલની આત્મહત્યાનું રહસ્ય ઘેરાતું જઈ રહ્યુ છે. દીપિકાના ઘરે એફએસએલની ટીમે તપાસ કરી પંખો, દુપટ્ટો અને અન્ય સેમ્પલ્સ એકત્રિત કર્યાં છે, સાથે જ દીપિકાએ આત્મહત્યા કરતાં પહેલાં છેલ્લો કોલ જેને કર્યો હતો તે કોર્પોરેટર ચિરાગ સોલંકીની ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી. આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો માંડ શરૂ થયેલી ઠંડી પર લાગી શકે છે બ્રેક. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસોમાં લઘુતમ તાપમાનમાં વધારો થશે. પવનની દિશા બદલાતાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. બર્થ ડે મનાવવા આવેલા યુવકે મિત્રના ઘરે આત્મહત્યા કરી રાજસ્થાનના ઉદયપુર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ મિત્રના ઘરે ઝેરી દવા ગટગટાવી. મૃતક ફિઝિયોથેરાપીમાં અભ્યાસ કરતો હતો અને તે મહિલા મિત્રની બર્થ ડે મનાવવા માટે વાઘોડિયા આવ્યો હતો. એકના એક દીકરાએ આત્મહત્યા કરી લેતાં પરિવાર આઘાતમાં છે. ધોરાજીમાં કાગળ પર ચાલતી શાળાનો પર્દાફાશ રાજકોટ જિલ્લામાં કાગળ પર ધમધમતી શાળાનો પર્દાફાશ થયો. ડીઈઓનું કહેવું છે કે શાળા ત્રણ મહિનાથી બંધ છે, તો ગામલોકોનું કહેવું છે કે 10 વર્ષથી તેમણે કોઈ વિદ્યાર્થીને શાળામાં જોયા જ નથી. આ શાળામાં એક આચાર્ય અને એક ક્લાર્ક ફરજ બજાવતા હોવાનું અને સરકાર તેને પગાર પણ ચૂકવતી હોવાનું સામે આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments