back to top
Homeગુજરાતજુગારમાં હારેલો યુવાન વ્યાજખોરોના ચૂંગાલમાં ફસાયો:મોરબીમાં યુવાનને વ્યાજના ચૂંગાલમાં ફસાવીને લાખો રૂપિયા...

જુગારમાં હારેલો યુવાન વ્યાજખોરોના ચૂંગાલમાં ફસાયો:મોરબીમાં યુવાનને વ્યાજના ચૂંગાલમાં ફસાવીને લાખો રૂપિયા પડાવનારા 6 પૈકીનાં 2ની આરોપી ધરપકડ; એક જેલ હવાલે

મોરબીમાં યુવાનને ઓનલાઇન જુગારની આઈ.ડી. બનાવી આપવામાં આવી હતી અને ત્યાર બાદ તે યુવાનને જુગાર રમવા માટે રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. જે રૂપિયા જુગારમાં હારી ગયેલા યુવાનને વ્યાજખોરોના ચૂંગાલમાં ફસાયો હતો અને તેની પાસેથી રૂપિયા પડાવવામાં આવ્યા હતા. જેથી 30થી 60 ટકા સુધી વ્યાજ લેનારા શખ્સો રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતાં હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. જેથી કરીને યુવાને 6 શખ્સોની સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી તે ગુનામાં બે આરોપીને પકડીને પોલીસે કાર્યવાહી કરી છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે. મોરબીમાં રવપર રોડ ઉપર સ્વાગત હોલની પાછળ જલારામ સોસાયટીમાં રહેતા નિવૃત શિક્ષકના દીકરા વિનાયક મેરજા (20)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ક્રુણાલ ઉર્ફે ભુરો નિતેશ ઓગણજા, રાહુલ જારીયા, જયરાજ સવસેટા, મિલન ફુલતરીયા, માધવ જીલરીયા અને રાધે ડાંગરની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે, હું (વિનાયક) વર્ષ 2022માં મોરબી નિર્મલ સ્કૂલમાં ધો. 12માં અભ્યાસ કરતો હતો. ત્યારે તે તેના મમ્મીના મામાના દિકરાનો દિકરા કુણાલ ઉર્ફે ભુરો ઓગણજાની ઉમીયા સર્કલ પાસે શોપીંગ સેન્ટરમાં શિવાય ફાયનાન્સ નામની ઓફીસે અવારનવાર બેસવા જતો હતો અને કુણાલ પોતે પોતાની ઓફીસે ઓનલાઈન જુગારની આઈ.ડી. બનાવી રમતો હતો. જેથી વિનાયકને પણ ઓનલાઈન જુગાર રમવાનો શોખ થયો હતો. જેથી કરીને કુણાલે વિનાયકને તેની જ ઓફીસે તેના મોબાઇલમાં ઓનલાઇન જુગાર માટે આઈ.ડી. બનાવી આપી હતી અને તે આઇ.ડી.માં 5 લાખ રૂપિયા કુણાલે પોતાના આઈ.ડી.માંથી ક્રેડીટ પેટે ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ વિનાયક તે રકમ જુગારમાં હારી ગયો હતો. કુણાલની ઓફિસે જુદાજુદા પાંચ શખ્સ આવતા હતા. તેની સાથે સંપર્ક હોવાથી કુણાલને રૂપિયા આપવા માટે જુદાજુદા લોકો પાસેથી 30થી લઈને 60 ટકા સુધીના વ્યાજે રૂપિયા લીધા હતા. જેની સામે ઘણી રકમ આપવામાં આવી હતી તો પણ વ્યાજનું વ્યાજ અને પેનલ્ટી ગણીને યુવાન પાસેથી લાખો રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી અને રૂપીયા નહી આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકીઓ આપવામાં આવતી હતી. જેથી ગેંગ બનાવીને વ્યાજના ચક્રમાં ફસાવીને લાખો રૂપિયા પડાવનારા 6 શખ્સોની સામે યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા. આ ગુનામાં પીએસઆઈ સી.એચ. સોંન્દરવા અને રાઇટર ભવિનભાઇ ગઢવી દ્વારા આરોપી મિલન પ્રકાશ ઉર્ફે પકાભાઇ ફુલતરીયા (32) અને મેહુલ ઉર્ફે માધવ જીલરીયા (27) સામે કાર્યવાહી કરી છે. જેમાંથી મિલન ફુલતરીયા જામીન મુક્ત થયો છે, જ્યારે મેહુલ ઉર્ફે માધવ જીલરીયાને જેલ હવાલે કરવામાં આવ્યો છે તેવી માહિતી તપાસની અધિકારી પાસેથી જાણવા મળે છે અને અન્ય આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments