મહેસાણા જિલ્લાના ખેરાલુ ખાતે ચીમના બાઈ સરોવર કોલોની પાસે ચાલી રહેલા શુટીંગ દરમિયાન સ્ટુડિયો સંચાલક ને ખેરાલુના ત્રણ ઈસમોએ પાઇપ અને કુહાડી વડે હુમલો કરી લોહીલુહાણ કરી ઈજા પહોંચાડી હતી. સમગ્ર કેસમાં હુમલો કરનાર ત્રણ ઈસમો ફરાર થઈ ગયા હતા. ખેરાલુ તાલુકામા આવેલા ગંઠાણમણ ગામના અને ખેરાલુ મા સ્ટુડિયો ચલાવતા રણજીતજી ઠાકોર પોતાની ટીમ સાથે ચીમના બાઈ સરોવર સતેડી ખાતે શુટીંગ કરી રહ્યા હતા એ દરમિયાન ફરિયાદી અને તેમના સાથે ઠાકોર પ્રભાતજી બાઈક લઈ ટીમ માટે પાણી લેવા જતા હતા. એ દરમિયાન ખેરાલુ ના ઠાકોર રાજેશજી કાનાજી,રોહિતજી કાનાજી ઠાકોર,ઠાકોર અનિલજી ચંદુજી પિકઅપ ડાલુંમા આવી પોતાના હાથોમાં લોખડની પાઇપ અને કુહાડી લઈ આવી ફરિયાદીને માર માર્યો હતો.અને કહ્યું હતું કે “તું ખુશીને લઈ શુટીંગ માટે કેમ આવ્યો છે”આથી ફરિયાદીએ કહ્યું કે, ખુશીને તેની માતાએ મોકલી છે. આમ કહેતા ત્રણે જણા ફરિયાદી સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા. બાદમાં રોહિતજી તે લોખડની પાઇપ હાથ પર મારી હતી.અનિલજી ફરિયાદીના માથામાં વાગતા તેઓ લોહીલુહાણ બન્યા હતા.તેમજ ફરિયાદીના મોટર સાયકલને પણ તોડી દેવામાં આવ્યું હતું. બાદમાં હુમલો કરી ત્રણ ઈસમો ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતા ઇજાગ્રસ્ત ને સારવાર માટે ખેરાલુ સિવિલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર કેસમાં ફરિયાદીએ ખેરાલુ પોલીસમાં ત્રણ સાંમે ફરિયાદ નોંધાવી છે.