back to top
Homeગુજરાતઅમદાવાદ પોક્સો કોર્ટે:સગીરાને ભગાડ્યા બાદ જેલવાસ, જામીન થતાં ફરી ભગાડી જતા બીજો...

અમદાવાદ પોક્સો કોર્ટે:સગીરાને ભગાડ્યા બાદ જેલવાસ, જામીન થતાં ફરી ભગાડી જતા બીજો કેસ; આરોપી યુવકને 20 વર્ષની કેદ, અગાઉના કેસમાં નિર્દોષ

અમદાવાદ સગીરાને ભગાડ્યા બાદ કેસ થતા યુવકે જેલવાસ કાપ્યો હતો. જેલમાંથી જામીન મળ્યા બાદ તે જ યુવક ફરી તે જ સગીરાને ભગાડી ગયો હતો, જેથી બીજો કેસ થયો હતો. આ બન્ને કેસો અમદાવાદની પોકસો સ્પે. કોર્ટમાં ચલાવવામાં આવ્યા હતા. જેમાં બીજી વાર ભગાડી જવાના કેસમાં આરોપી યુવકને 20 વર્ષ કેદની સજા થઇ છે. જ્યારે પહેલાં ભગાડી જવાના કેસમાં તેને કોર્ટે નિર્દોષ છોડી મુક્યો છે. ઉપરાંત બન્ને કેસમાં યુવકને મદદ કરનાર આરોપીને કોર્ટે શંકાના આધારે નિર્દોષ છોડી મુક્યો છે. જામીન પર મુક્ત થતાં યુવકે સગીરાને ફરી ભગાડી
વડોદરા ખાતે રહેતો 22 વર્ષિય ધવલજી ઠાકોરને અમદાવાદમાં રહેતી 15 વર્ષિય સગીરા સાથે પ્રેમ થઇ ગયો હતો. તેથી 2019માં તે સગીરાનું અપહરણ કરી વડોદરા લઇ ગયો હતો. જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે સગીરાની માતાએ ગોમતીપુર પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે આરોપીને ઝડપી પાડયો હતો. આ કેસમાં ધવલજીને જામીન પર કોર્ટે મુક્ત કર્યો હતો. મુક્ત થયા બાદ તે ફરી સગીરાના સંપર્કમાં આવ્યો હતો અને 2020ના રોજ ફરી રોમાનું અપહરણ કરી લઇ ગયો હતો. આ માામલે રોમાની માતાએ નવેસરથી બીજી ફરિયાદ ધવલજી સામે કરી હતી. જેથી પોલીસે ફરી 21 સપ્ટે. 2020ના રોજ ધવલજીની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. બન્ને કેસમાં ધવલજીને મદદ રાજેશ ઠાકોરે કરતા પોલીસે બન્ને કેસમાં તેની પણ ધરપકડ કરી હતી. 2020ના કેસમાં 20 વર્ષ કેદની સજા ફટકારી
આ મામલે પોલીસે ચાર્જશીટ કરતા બન્ને કેસો ચાલવા પર આવ્યા હતા. જેમાં સરકારી વકીલ ભરત પટણી અને દેવેન્દ્ર પઢીયારે પુરતા સાક્ષી તપાસી તથા દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી સામે ગુનો પુરવાર થાય છે, આરોપીને ફરિયાદી સહિતના સાક્ષીઓએ ઓળખી બતાવ્યા છે, આરોપી જામીન મળ્યા બાદ ફરી સગીરાનું અપહરણ કરી લઇ ગયો હતો અને દુષ્કર્મ ગુજાર્યું હતું. આખોય કેસ નિઃશંક પણે પુરવાર થાય છે, ત્યારે આરોપીને સજા કરવી જોઇએ. આ રજૂઆત બાદ કોર્ટે ધવલજીને 2020ના કેસમાં 20 વર્ષ કેદની સજા ફટકારી છે. જ્યારે 2019ના કેસમાં નિર્દોષ છોડી મુક્યો છે. જ્યારે રાજેશને બન્ને કેસમાં નિર્દોષ છોડી મુકવા કોર્ટે આદેશ કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments