back to top
Homeગુજરાતલખતર બસ સ્ટેન્ડ પાસે અકસ્માત:નવા સીસી રોડ ઉપર ચાલીને જઈ રહેલી 14...

લખતર બસ સ્ટેન્ડ પાસે અકસ્માત:નવા સીસી રોડ ઉપર ચાલીને જઈ રહેલી 14 વર્ષની બાળકી ડમ્પરના પાછળના જોટામાં આવી જતા ગંભીર ઈજા પહોંચી

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં 14 વર્ષની બાળકી ડમ્પરના પાછળના જોટામાં આવી જતા ગંભીર ઈજા પહોંચી હતી. હાલમાં લખતર બસ સ્ટેન્ડ પાસે નવા રોડનું સીસી કામ ચાલી રહ્યુ છે, ત્યારે ટ્રાફિકજામને લઈ અકસ્માત સર્જાયો હતો. જેમાં 14 વર્ષની બાળકી નવા સીસી રોડ ઉપર ચાલી રહી હતી, જ્યાં માટીના ઢગલા ઉપર પસાર થતાં પગ લપસતા ડમ્પરના જોટામાં બંને પગ આવી જતા ઇજા પહોંચી હતી. આ અકસ્માતની ઘટનામાં 14 વર્ષની બાળકી ડમ્પરના પાછળના જોટામાં આવી જતા કેડના ભાગે અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા બાળકી ખુશી વિનોદભાઈ જખવાડિયાને લખતર સરકારી હોસ્પિટલથી 108 એમ્બ્યુલન્સ વાન દ્વારા સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઇવે ઉપર અકસ્માતોના બનાવની વણઝાર જોવા મળી રહી છે. જેમાં લખતર વિરમગામ હાઇવે અકસ્માતને લઈ ગોઝારો બન્યો છે, ત્યારે લખતર વિરમગામ હાઇવે પર અવર-નવાર અકસ્માતો બને છે અને લોકોના જીવ તેમજ જાનહાની અને ઇજાઓ પહોંચે છે. ત્યારે આજરોજ લખતર બસ સ્ટેન્ડથી સહયોગ વિદ્યાલય સીસી રોડનું કામ ચાલી રહ્યું છે, ત્યારે લખતરમાં રહેતા વિનોદભાઈની દીકરી ખુશીબેન વિનોદભાઈ જખવાડિયા ( ઉંમર વર્ષ 14) સીસી રોડ ઉપર પસાર થઈ રહી હતી. ત્યારે માટીના ઢગલા ઉપર ચાલતી વેળાએ 14 વર્ષની દીકરીનો પગ લપસતા ત્યાંથી પસાર થતા ડમ્પરના પાછળના જોટામાં પગ આવી જતા દીકરીને ગંભીર ઈજા પહોંચી હતી અને ઇજાગ્રસ્ત દીકરીને તાત્કાલિક ખાનગી વાહન દ્વારા પ્રથમ લખતર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. હાજર ડોક્ટર દ્વારા દીકરીની ઇજાઓની તપાસ કરી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. દીકરીને અતિ ગંભીર ઇજા હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ અકસ્માતની ઘટનાની જાણ લખતર પોલીસને થતા લખતર પોલીસ દ્વારા ડમ્પરને કબજો લઈ લખતર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યારે ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર થયો હતો. આ અકસ્માતની ઘટનાના પગલે હાઈવે ઉપર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. લખતર પોલીસ દ્વારા ડમ્પરનો કબજો લઈ ટ્રાફિક હળવો કરી હાઇવે ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ તમામ ઘટનાની તપાસ હાલ લખતર પોલીસ ચલાવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments