ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર મિચેલ માર્શ સંપૂર્ણપણે ફિટ છે. તે 6 ડિસેમ્બરથી એડિલેડમાં યોજાનારી પિંક બોલ ટેસ્ટમાં રમી શકે છે. માર્શે પોતે ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં આ માહિતી આપી હતી. પોતાની ફિટનેસને લઈને માર્શે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેનું શરીર એકદમ ઠીક છે, તે બીજી ટેસ્ટમાં રમવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. માર્શને પર્થ ટેસ્ટમાં સ્નાયુમાં ખેંચાણ હતી. પર્થ ટેસ્ટ બાદ મિચેલ માર્શ પીડામાં હતો
પર્થ ટેસ્ટ બાદ માર્શને સ્નાયુમાં ખેંચાણ હતી. માર્શની ઈજા પર ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડે કહ્યું હતું – ‘માર્શની ફિટનેસ પર થોડી શંકા છે.’ ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે પણ માર્શની ફિટનેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ટીમમાં ઓલરાઉન્ડર બ્યૂ વેબસ્ટરનો સમાવેશ કર્યો
માર્શને હેમસ્ટ્રિંગમાં ઈજા થતાં તસ્માનિયાના ઓલરાઉન્ડર બ્યૂ વેબસ્ટરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. વેબસ્ટર મિડિયમ પેસર બોલર છે અને સાથે બેટિંગ કરી શકે છે. વેબસ્ટરે ઈન્ડિયા-A સામેની અનઑફિશિયલ ટેસ્ટની ચાર ઇનિંગ્સમાં બે વખત અણનમ રહીને 145 રન બનાવ્યા હતા. સાત વિકેટ પણ લીધી હતી. આટલું જ નહીં, તેણે સિડનીમાં શેફિલ્ડ શિલ્ડમાં ન્યૂ સાઉથ વેલ્સ વિરુદ્ધ 61 અને 49 રન બનાવ્યા અને 5 વિકેટ પણ લીધી. BGT 1-0થી આગળ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમ 1-0થી આગળ છે. ટીમે ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં ચાર દિવસમાં 295 રનથી હરાવ્યું હતું. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે.