back to top
Homeદુનિયાટ્રમ્પે હમાસને ધમકી આપી:કહ્યું- 20 જાન્યુઆરી સુધીમાં બંધકોને મુક્ત કરો, નહીં તો...

ટ્રમ્પે હમાસને ધમકી આપી:કહ્યું- 20 જાન્યુઆરી સુધીમાં બંધકોને મુક્ત કરો, નહીં તો ગંભીર પરિણામો ભોગવવા પડશે

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને ધમકી આપી છે. ધ ટાઈમ્સ ઓફ ઇઝરાયલ મુજબ, તેમણે ઇઝરાયલના બંધકોને તાત્કાલિક મુક્ત કરવા કહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે જો 20 જાન્યુઆરી સુધીમાં બંધકોને મુક્ત કરવામાં નહીં આવે તો તેના ગંભીર પરિણામો આવશે. ટ્રમ્પનું નિવેદન ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની પત્ની સારા સાથે મુલાકાત બાદ આવ્યું છે. સારા રવિવારે ફ્લોરિડામાં ટ્રમ્પ ઈન્ટરનેશનલ ગોલ્ફ કોર્સમાં ટ્રમ્પને મળ્યા હતા. બંનેએ સાથે ડિનર પણ કર્યું હતું. આ દરમિયાન સારાએ ટ્રમ્પ સાથે ગાઝા યુદ્ધ અને બંધકોની મુક્તિ અંગે વાત કરી હતી. 7 ઓક્ટોબર, 2023ના રોજ, હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો, જેમાં ઇઝરાયલના 1208 નાગરિકો માર્યા ગયા. હમાસે ઇઝરાયલના 251 નાગરિકોને બંધક બનાવ્યા હતા. આમાંના કેટલાક બંધકોના મોત થયા છે. 97 બંધકો હજુ પણ હમાસની કેદમાં છે. ઇઝરાયલની સેના અનુસાર, આ બંધકોમાંથી 35ના મોત પણ થયા છે. ટ્રમ્પ આ અઠવાડિયે પેરિસ જશે ટ્રમ્પ આ સપ્તાહના અંતમાં પેરિસ જવાનો પ્લાન કરી રહ્યા છે. ત્યાં તેઓ 7 ડિસેમ્બરે નોટ્રે ડેમ કેથેડ્રલ ચર્ચના પુનઃઉદઘાટન સમારોહમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ટ્રમ્પની આ પ્રથમ વિદેશ યાત્રા હશે. ફ્રાન્સ સરકારે ટ્રમ્પને ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. સીએનએનના રિપોર્ટ અનુસાર, ટ્રમ્પની ટીમ ઘણા દિવસોથી આ યાત્રા વિશે ફ્રેન્ચ અધિકારીઓ સાથે વાત કરી રહી હતી. રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પને આમંત્રણ મળતાની સાથે જ ફ્રાન્સ જવા માટે તૈયાર થઈ ગયા. ટ્રમ્પને નોટ્રે ડેમ કેથેડ્રલ ખૂબ જ પસંદ છે. એપ્રિલ 2019માં જ્યારે અહીં આગ લાગી ત્યારે ટ્રમ્પે તેના પર શોક વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં 50 રાજ્યોના વડાઓ હાજરી આપે તેવી શક્યતા છે. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… ટ્રમ્પે બે વેવાઈને સોંપી મોટી જવાબદારી:નાના વેવાઈને મીડલ ઈસ્ટ બાબતના સલાહકાર અને મોટા વેવાઈને ફ્રાન્સના રાજદૂત બનાવશે​​​​​​​ નવા ચૂંટાયેલા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના નજીકના મિત્ર મસાદ બુલોસને આરબ અને મધ્ય પૂર્વ બાબતોના સલાહકારના પદ માટે પસંદ કર્યા છે. મસાદ ટ્રમ્પની પુત્રી ટિફનીના સસરા છે. તે લેબનીઝ મૂળના નાગરિક છે. મસાદને આ મહત્વની જવાબદારી આપતા ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે તે એક સક્ષમ બિઝનેસમેન છે. તેમણે આરબ અમેરિકન સમુદાય સાથે સંબંધો બાંધવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પના ચૂંટણી પ્રચાર દરમિયાન મસાદે અરબ અમેરિકન અને મુસ્લિમ નેતાઓના મત મેળવવા માટે ડઝનબંધ બેઠકો કરી હતી. સ્વિંગ સ્ટેટ મિશિગનમાં ટ્રમ્પની જીતમાં મસાદનો મોટો ફાળો હતો. ગલ્ફ ન્યૂઝ અનુસાર, મસાદને મિશિગનના 3 લાખ મુસ્લિમ મતદારોએ ટ્રમ્પને મત આપવાનો પ્રયાસ કર્યો હતો. આ પહેલા શનિવારે ટ્રમ્પે તેમના બીજા સાથી ચાર્લ્સ કુશનરને ફ્રાન્સમાં રાજદૂત તરીકે નોમિનેશનની જાહેરાત કરી હતી. ચાર્લ્સ ટ્રમ્પની મોટી દીકરી ઈવાન્કાના સસરા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments