કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર સેબીએ અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ બિગ એન્ટરટેઈનમેન્ટના બેંક ખાતા તેમજ શેર અને મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગ ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે. સેબીએ રૂ. 26 કરોડની લેણી રકમ વસૂલવા માટે આ આદેશ આપ્યો છે. આ દંડ ત્રણ મહિના પહેલા અનિલ અંબાણીની કંપની રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL) સાથે સંબંધિત કેસમાં લગાવવામાં આવ્યો હતો. તાજેતરમાં જ સેબીને તેની તપાસમાં જાણવા મળ્યું હતું કે, અનિલ અંબાણીએ RHFL અધિકારીઓની મદદથી નાણાંની ઉચાપત કરી હતી. સેબીએ 14 નવેમ્બરે રિલાયન્સ બિગ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ (હવે આરબીઈપી એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ તરીકે ઓળખાય છે)ને નોટિસ મોકલી હતી અને તેને 15 દિવસની અંદર બાકી રકમ ચૂકવવા જણાવ્યું હતું. દંડ ભરવામાં સક્ષમ ન રહેતાં હવે સેબીએ આ નવો આદેશ આપ્યો છે. સેબીની સૂચના અનુસાર, રિલાયન્સ બિગ એન્ટરટેઈનમેન્ટના રૂ. 26 કરોડના લેણાંમાં વ્યાજ અને રિકવરી ખર્ચનો સમાવેશ થાય છે. 3 મહિના પહેલા સેબીએ અનિલ અંબાણીને માર્કેટમાંથી પ્રતિબંધિત કરી દીધો
ત્રણ મહિના પહેલા સેબીએ અનિલ અંબાણીને સિક્યોરિટી માર્કેટ (શેર બજાર, ડેટ, ડેરિવેટિવ્ઝ)માંથી ભંડોળના દુરુપયોગના કેસમાં 5 વર્ષ માટે પ્રતિબંધિત કર્યો હતો. ત્યાર બાદ અંબાણી પર 25 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને તેના પર કોઈપણ લિસ્ટેડ કંપનીમાં ડાયરેક્ટર બનવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. રિલાયન્સ હોમ ફાઇનાન્સ કંપની પર 6 મહિના માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને 6 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સેબી દ્વારા જારી કરાયેલા 222 પાનાના અંતિમ આદેશ અનુસાર, તપાસમાં બહાર આવ્યું છે કે અનિલ અંબાણીએ RHFL અધિકારીઓની મદદથી નાણાંની ઉચાપત કરી હતી. તેણે પોતે ફંડનો ઉપયોગ કર્યો, પરંતુ ફંડ લોન તરીકે આપવામાં આવ્યું હોવાનો ડોળ કર્યો. અનિલ 1983માં રિલાયન્સમાં જોડાયા, જુન 2005માં વિભાજન થયું