ગુજરાતનો વિકેટકીપર બેટર ઉર્વીલ પટેલ આ દિવસોમાં ફુલ ફોર્મમાં છે. તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) 2024માં જોરદાર પરફોર્મન્સ આપી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ તેણે 28 બોલમાં સદી ફટકારી હતી. આજે ઉર્વિલે ઉત્તરાખંડ સામે 36 બોલમાં સદી ફટકારી હતી. વિપક્ષી ટીમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)નો લેફ્ટ આર્મ સ્પિનર સ્વપ્નિલ સિંહ પણ હતો. ગુજરાતના ઓપનિંગ બેટરે 41 બોલમાં 115 રનની અણનમ ઇનિંગમાં 11 સિક્સ અને 8 ફોર ફટકારી હતી. તેણે ઈન્દોરના એમરાલ્ડ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આઠ વિકેટ અને 35 બોલ બાકી રહેતા 183 રનના ટાર્ગેટને ચેઝ કરવામાં તેની ટીમને મદદ કરી. આ પહેલા આ મેચમાં ઉત્તરાખંડે 20 ઓવરમાં 7 વિકેટે 182 રન બનાવ્યા હતા. T20માં બીજી સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ ઉર્વિલના નામે છે, જ્યારે ઉત્તરાખંડ સામે તેની 36 બોલમાં ફટકારેલી સદી ભારતીય બેટરે ફટકારલી ચોથી સૌથી ઝડપી સદી છે. આ યાદીમાં રિષભ પંત અને રોહિત શર્મા બીજા અને ત્રીજા સ્થાને છે. પંતે SMAT 2018માં હિમાચલ પ્રદેશ સામે 30 બોલમાં સદી ફટકારી હતી, જ્યારે રોહિતે 2017માં શ્રીલંકા સામે માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી. રિષભ પંતનો રેકોર્ડ તોડ્યો હતો
27 નવેમ્બરે ગુજરાત અને ત્રિપુરા વચ્ચેની મેચમાં ઉર્વિલ પટેલે માત્ર 28 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ઉર્વિલની આ સદી T-20 ક્રિકેટમાં બીજી સૌથી ઝડપી સદી હતી. T20માં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ એસ્ટોનિયાના સાહિલ ચૌહાણના નામે હતો. જેણે સાઇપ્રસ સામે માત્ર 27 બોલમાં સદી ફટકારી હતી. આ વખતે IPLમાં અનસોલ્ડ રહ્યો
26 વર્ષીય ઉર્વિલ પટેલને IPL 2025ના ઓક્શનમાં 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ પર રજીસ્ટર્ડ થયો હતો. પરંતુ તેને કોઈપણ ટીમે ખરીદ્યો ન હતો. તે વિકેટકીપર બેટર છે. ઉર્વીલે 2018માં રાજકોટમાં મુંબઈ સામેની T20 મેચમાં બરોડા માટે ડેબ્યુ કર્યું હતું. તે જ વર્ષે તેણે લિસ્ટ-A ક્રિકેટમાં પણ પ્રવેશ કર્યો. પરંતુ રણજી ટ્રોફીની છેલ્લી આવૃત્તિમાં ડેબ્યુ કરતા પહેલા તેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવામાં છ વર્ષનો સમય લાગ્યો હતો. જોકે ઉર્વીલ હજુ પણ IPL 2025માં રમી શકે છે, જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે અને ફ્રેન્ચાઈઝી તેને રિપ્લેસમેન્ટ તરીકે પસંદ કરે છે, તો પણ તે IPL 2025માં રમી શકે છે. 2023માં ગુજરાતે ઉર્વિલને 20 લાખમાં ખરીદ્યો હતો
ગુજરાત ટાઇટન્સે ઉર્વિલને 2023ની સિઝન માટે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. GTએ રિલીઝ કર્યા પછી, ઉર્વીલને આગલી આવૃત્તિ માટે કોઈ ટીમ મળી ન હતી. 44 T20 મેચમાં, તેણે 23.52ની એવરેજ અને 164.11ના સ્ટ્રાઈક રેટથી 988 રન બનાવ્યા છે, જેમાં તેના નામે એક સદી અને ચાર અડધી સદી છે. ઉર્વિલ પટેલનો ઇન્ટરવ્યૂ પણ વાંચો… IPLમાં રિજેક્ટ થઈ ઈન્ડિયાની ફાસ્ટેસ્ટ સેન્ચુરી મારનાર ઉર્વિલ પટેલ કહે, ‘IPLમાં સિલેક્ટ ન થયાનું દુઃખ હજુય દિલમાં છે’ ઉર્વિલ પટેલ… છેલ્લા બે દિવસમાં નામ તો સૂના હી હોગા. ઇન્ડિયાની ફાસ્ટેસ્ટ સેન્ચુરી મારનાર મૂળ વડનગરના ઉર્વિલ પટેલનું નામ અત્યારે દરેકનાં મોઢે છે. ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો રેકોર્ડ બનાવ્યો અને નામ ચાલતું થયું એ વાત તો બરોબર, પણ ઇન્ટરેસ્ટિંગ એ છે કે, IPL ઓક્શનમાં ઉર્વિલનું નામ હતું, પણ કોઈ ટીમે ઉર્વિલ માટે બિડ ન લગાવી અને એ અનસોલ્ડ રહ્યો. ઇન્ડિયન લીગની કોઈ ટીમને જે પ્લેયરમાં ઇન્ટરેસ્ટ ન પડ્યો એ જ પ્લેયરે ઓક્શનના બીજા જ દિવસે ફક્ત 28 બોલમાં સેન્ચુરી મારી ઈન્ડિયાની ફાસ્ટેસ્ટ સેન્ચુરી અને વર્લ્ડની સેકન્ડ ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો રેકોર્ડ કરી નાખ્યો. આ ગુજ્જુ બોય ઉર્વિલ સાથે ‘દિવ્ય ભાસ્કર’એ વાત કરી ઓક્શનના દિવસ વિશે અને રેકોર્ડ બન્યો ત્યારે શું થયું હતું એ વિશે જાણ્યું. તો ચલો, ઉર્વિલની સામે સવાલોના બાઉન્સરો નાખવાની શરૂઆત કરીએ. સંપૂર્ણ સમાચાર વાંચો…