ભારત સરકારનું વિઝન 2047 એ આપણી સ્વતંત્રતાની શતાબ્દિ સુધીમાં 30 ટ્રિલિયન યુએસ ડોલરના જીડીપી અને 18,000-20,000 યુએસ ડોલરની માથાદીઠ આવક સાથે એક વિકસિત રાષ્ટ્ર બનવાની કલ્પના કરે છે. આ મહત્વાકાંક્ષી લક્ષ્યાંક માટે હાલના 4 ટ્રિલિયન ડોલરથી થોડાક ઓછા જીડીપીથી આગામી 23 વર્ષોમાં મોટો ઉછાળો આવવો જરૂરી છે. સાંભળવામાં કદાચ વધારે પડતું લાગે પરંતુ ઇતિહાસ દર્શાવે છે કે સરકારની નીતિઓ અને ખાનગી ક્ષેત્રની પહેલના યોગ્ય મિશ્રણથી આ હાંસલ થઈ શકે છે, કે પછી એમ કહો કે આમ થઈ ચૂક્યું છે. 1970થી 1995 વચ્ચે જાપાનનો જીડીપી 215 અબજ યુએસ ડોલરથી 25 ગણો વધીને 5 ટ્રિલિયન યુએસ ડોલર થઈ ગયો હતો. તેની માથાદીઠ આવક 2,100 યુએસ ડોલરથી 44,000 યુએસ ડોલર થઈ ગઈ હતી તેમ પ્રોફેસર-ઇન-ચાર્જ, સોસાયટી ફોર ઇનોવેશન એન્ડ આંત્રપ્રિન્યોરશિપ (SINE), આઈઆઈટી બોમ્બેના સંતોષ જે. ઘારપરેએ જણાવ્યું હતું. પોતાની મહત્વાકાંક્ષાઓ સાકાર કરવા ભારત માટે એક મહત્વનું પાસું છે નોકરીઓનું સર્જન. જોકે વિકાસનું મૂડીલક્ષી મોડલ સ્વાભાવિક રીતે શ્રમ-સઘન નથી, ખાસ કરીને એઆઈ આધારિત અર્થતંત્ર પછી જ્યાં રોબોટિક પ્રોસેસ ઓટોમેશન વેગ પકડી રહ્યું છે. મેક ઈન ઈન્ડિયા થકી તેના વસ્તીવિષયક લાભને વટાવવામાં ભારતને મદદ કરે તેવી અર્થપૂર્ણ રોજગારીના સર્જન માટે અને તેની અસર અનુભવાય તે પ્રકારે ઉત્પાદન વધારીને જ આ નિર્ધારિત લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનું પૂરતું ન હોઈ શકે. અહીં જ સરકારના સ્ટાર્ટઅપ સપોર્ટ પ્રોગ્રામની ભૂમિકા શરૂ થાય છે જેનું લક્ષ્ય આપણી આંત્રપ્રિન્યોરશિપ ઇકોસિસ્ટમમાં લાખો ઉદ્યોગસાહસિકોને લાવવાનું છે. આઈઆઈટી બોમ્બે ખાતે નિર્મિત ભારતના પ્રારંભિક તબક્કાના શિક્ષણ આધારિત ઇન્ક્યુબેટર્સ પૈકીના એક ધ સોસાયટી ફોર ઇનોવેશન એન્ડ આંત્રપ્રિન્યોરશિપ (SINE) આ જ કરી રહ્યું છે. તે વિદ્યાર્થીઓ, ફેકલ્ટી મેમ્બર્સ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિક બનવા માટે પ્રોત્સાહન આપી રહ્યું છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને તે નોકરી માંગનારાઓ બનાવવાના બદલે નોકરીઓ પૂરી પાડનારા બનવા માટે પ્રેરી રહ્યું છે. સ્ટાર્ટ ટુ સ્કેલ સપોર્ટ પૂરો પાડીને અને લેબમાંથી આઈડિયા કે રિસર્ચને માર્કેટમાં લઈ જઈને નવીનતાને આગળ ધપાવવા તથા આર્થિક લાભોના સર્જન સુધી ઇન્ક્યુબેટર્સ ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવામાં ભૂમિકા ભજવે છે. વર્કસ્પેસ, નવીનતા માટેની લેબોરેટરીના એક્સેસથી સપોર્ટ
SINE એ ભારતના પ્રથમ ઇન્ક્યુબેટર્સમાંનું એક હતું, જેણે ઇનોવેટર્સને સીધા જ જોખમો અને મૂડીની જરૂરિયાતોને ઘટાડવામાં મદદ કરી હતી. નિષ્ફળતા જ્યારે સામાજિક કલંક બની જતી હતી ત્યારે અમારા ઇન્ક્યુબેટરે વિદ્યાર્થીઓને તેમના વ્યવસાયિક વિચારોને ચકાસવા માટે અર્ધ-આશ્રયયુક્ત વાતાવરણ પૂરું પાડ્યું હતું. આઈઆઈટી-બોમ્બે ખાતે મોટી સંખ્યામાં નિષ્ણાંતો તરફથી ફંડ અને માર્ગદર્શન ઉપરાંત, એક શેર્ડ વર્કસ્પેસ, નવીનતા માટેની લેબોરેટરીઝ અને ટેક્નિકલ કુશળતાની એક્સેસ એ એક પ્લેબુક બની ગઈ છે.