back to top
Homeગુજરાત​​​​​​​ભૂપેન્દ્રસિંહ ઝાલાના કરોડોનાં કૌભાંડ:BZ કૌભાંડમાં શુભમન ગિલ, મોહિત, તેવટિયા સહિત 5 ક્રિકેટર...

​​​​​​​ભૂપેન્દ્રસિંહ ઝાલાના કરોડોનાં કૌભાંડ:BZ કૌભાંડમાં શુભમન ગિલ, મોહિત, તેવટિયા સહિત 5 ક્રિકેટર પણ એકના ડબલની જાળમાં ફસાયા

એકના ડબલ કરી આપવાની લાલચ આપી BZના સીઈઓ એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ માત્ર નિવૃત્ત અધિકારીઓ કે શિક્ષકો જ નહીં પરંતુ દેશના જાણીતા ક્રિકેટર્સ સાથે પણ ઠગાઈ કરી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. CID ક્રાઈમે રોકાણકારોની યાદી તપાસી ત્યારે તેમાંથી ક્રિકેટર શુભમન ગિલ, રાહુલ તેવટિયા, મોહિત શર્મા સહિત પાંચ ક્રિકેટર્સનાં નામ પણ મળ્યાં હતાં. જેમણે દસ લાખથી લઈને એક કરોડ રૂપિયાનું વ્હાઈટની એન્ટ્રીથી રોકાણ કર્યું હતું. એટલું જ નહીં આવા જાણીતા લોકોનાં નામ બહાર આવ્યા બાદ CID ક્રાઈમે આ યાદીમાં એક્ટર સોનું સૂદનું નામ પણ તપાસ્યું હતું. તેની પાછળનું કારણ એ હતું કે ભૂપેન્દ્રસિંહ ઝાલાના એક કાર્યક્રમમાં આ એક્ટર હાજર રહ્યો હતો. ક્રિકેટર્સ શુભમન ગિલ, રાહુલ તેવટિયા, મોહિત શર્મા, સાંઈ સુંદર સહિતના લોકોનાં નામ રોકાણકારોની યાદીમાં હોવા અંગે જ્યારે CIDના વડા ડો. એસ. રાજકુમાર પાંડિયાને પૂછતા તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. જ્યારે CID ક્રાઈમના અન્ય સિનિયર અધિકારીઓએ પાંચ ક્રિકેટર્સના રોકાણ અંગેની વાતને સમર્થન આપ્યું હતું અને તેમની સાથે ઠગાઈ થઈ હોવાનું કહ્યું હતું. સૂત્રોનું કહેવું છે કે દસ લાખથી લઈને એક કરોડ રૂપિયા સુધીનું રોકાણ આ ક્રિકેટર્સ દ્વારા કરવામાં આવ્યું છે. બીજી તરફ એક્ટર સોનું સૂદના રોકાણની એન્ટ્રીઓ મળી નહોતી. અંદાજે 14000 લોકો ભોગ બન્યા: હવે પીડિતો સામે આવશે પોલીસનું કહેવું છે કે નવેમ્બર મહિનાનું વ્યાજ ચૂકવવાનો સમય પાકી ગયો છે. આ બે-ત્રણ દિવસમાં BZ કંપની દ્વારા રોકાણકારોને તેમના રોકાણ પરનું વ્યાજ નહીં ચૂકવાય એટલે વધુ મોટી સંખ્યામાં લોકો સામે આવશે. અત્યાર સુધીમાં પોલીસને અલગ-અલગ જગ્યાએથી રોકાણકારોની જે વિગતો મળી છે તે પ્રમાણે દેશભરમાંથી 14,000 લોકોએ ભૂપેન્દ્રસિંહ ઝાલાની BZ ફાઈનાન્સ કંપનીમાં રોકાણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. જે પૈકી અનેક લોકો હવે સામે આવશે. BZ પર દરોડાની વાત લીક થઈ હતી? તપાસ શરૂ કરાઈ સૂત્રોનું કહેવું છે કે દરોડા પહેલાં જ ભૂપેન્દ્રસિંહ પોતાનો પાસપોર્ટ લઈને ફરાર થઈ ગયો હતો. આ ચર્ચાએ જોર પકડ્યું હતું કે પોલીસના દરોડાની વાત લીક થઈ હતી અને ભૂપેન્દ્રસિંહ ફરાર થઈ ગયો હતો. જેને લઈને CIDના વડાએ કેટલાક અધિકારીઓને બોલાવીને વાત લીક કેવી રીતે થઈ? અને આરોપી ફરાર કેવી રીતે થયો? તે મુદ્દે ઠપકો પણ આપ્યો હતો. સૂત્રોનું કહેવું છે કે આ વાતને લઈને ગુપ્ત તપાસ પણ સોંપવામાં આવી છે. કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ભારતમાં જ હોવાનો તપાસ ટીમનો દાવો BZ ગ્રૂપના કૌભાંડની તપાસ કરી રહેલી ટીમનું સુપરવિઝન કરી રહેલા એક IPSએ જણાવ્યું હતું કે ભૂપેન્દ્રસિંહ ભલે પાસપોર્ટ લઈને ફરાર થયો હોય પણ તેણે ભારત નથી છોડ્યું. અમે એરપોર્ટ સહિતની જગ્યાઓએથી વિગતો મંગાવી છે. તેની અનેક જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments