જાહન્વી કપૂર અને શિખર પહાડિયાના ડેટિંગના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યા છે. બંને ઘણીવાર પાર્ટી અને ઈવેન્ટ્સમાં સાથે જોવા મળે છે. બંનેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાઇરલ થતા રહે છે. દરમિયાન, જાહન્વી રુમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયાના નામ અને ફોટા સાથે કસ્ટમાઇઝ્ડ સફેદ ટી-શર્ટ પહેરેલી જોવા મળે છે. અભિનેત્રીના ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ પહેલા પણ અભિનેત્રી તેના બોયફ્રેન્ડના નામ સાથે પેન્ડન્ટ પહેરેલી જોવા મળી હતી. જાહન્વીએ કસ્ટમાઇઝ્ડ વ્હાઇટ ટી-શર્ટ પહેરેલી જોવા મળી હતી
વરુણ ધવન સાથે જાહન્વી કપૂરની નવી તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. ફોટામાં, બંને નાશિકની એક લક્ઝરી હોટલના કામદારો સાથે પોઝ આપતા જોવા મળે છે. આ દરમિયાન જાન્હવી કપૂર તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયાના નામ અને ફોટો સાથે ટી-શર્ટમાં જોવા મળી હતી. એક્ટ્રેસ તેના રૂમર્ડ બોયફ્રેન્ડના નામનું પેન્ડન્ટ પહેરેલી જોવા મળી હતી
આ પહેલા પણ, એક્ટ્રેસ તેના પિતા બોની કપૂરની ફિલ્મ ‘મેદાન’ની સ્ક્રીનિંગમાં તેના રુમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયાના નામનું પેન્ડન્ટ પહેરેલી જોવા મળી હતી. આ પેન્ડન્ટ પર ‘શિખુ’ લખેલું હતું, જે શિખર પહાડિયાનું હુલામણું નામ છે. જો કે અત્યાર સુધી બંનેએ સત્તાવાર રીતે તેમના સંબંધોનો સ્વીકાર કર્યો નથી. શિખર પહાડિયા કોણ છે?
શિખર પહાડિયા મહારાષ્ટ્રના પૂર્વ સીએમ સુશીલ કુમાર શિંદેના પૌત્ર છે. જાહન્વી અને શિખર લાંબા સમયથી એકબીજાને ઓળખે છે. ડેટિંગના સમાચાર ક્યારે આવ્યા?
લોકોને શિખર અને જાહન્વીના સંબંધો વિશે ત્યારે ખબર પડી જ્યારે કરન જોહરે ‘કોફી વિથ કરન’ના એક એપિસોડમાં તેનો ઉલ્લેખ કર્યો. કરણે જાહન્વી અને સારા અલી ખાનને કહ્યું હતું કે એક સમય હતો જ્યારે તે બંને (સારા અને જાન્હવી) બે સગા ભાઈઓને ડેટ કરતા હતા. આ બે સગા ભાઈઓ બીજા કોઈ નહીં પરંતુ દેશના પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેના પૌત્ર શિખર અને વીર પહાડિયા હતા. જાહન્વી કપૂરનું વર્ક ફ્રન્ટ જાહન્વી કપૂર છેલ્લે ફિલ્મ ‘દેવરા-પાર્ટ 1’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે જુનિયર એનટીઆર પણ લીડ રોલમાં જોવા મળ્યો હતો. હવે એક્ટ્રેસ કરન જોહરના પ્રોડક્શન, સની સંસ્કારીની તુલસી કુમારી માટે કામ કરી રહી છે. આ ફિલ્મ 18 એપ્રિલ 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.