ચંકી પાંડે, ગોવિંદા અને શક્તિ કપૂરે આંખે ફિલ્મમાં વાંદરા સાથે કામ કરવા સંબંધિત એક રમુજી કિસ્સો શેર કર્યો હતો. આ ફિલ્મમાં ગોવિંદા અને ચંકી પાંડે બંને ડબલ રોલમાં જોવા મળ્યા હતા. વાર્તા શેર કરતી વખતે, ફિલ્મની સ્ટારકાસ્ટે કહ્યું કે, આ કોઈ અભિનેતા કે અભિનેત્રી નહીં પરંતુ આંખે ફિલ્મ માટે સૌથી વધુ પૈસા મેળવનાર વાંદરો હતો. ગોવિંદા અને ચંકી કરતાં વાંદરાને વધુ પૈસા મળ્યા
ચંકી પાંડે, ગોવિંદા અને શક્તિ કપૂર તાજેતરમાં જ ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ’ શોનો ભાગ બન્યા હતા. શોમાં વાતચીત દરમિયાન શક્તિ કપૂરે કહ્યું, ‘અમે ફિલ્મ આંખેમાં સાથે કામ કર્યું હતું, જેમાં બંને હીરો હતા. ખરેખર ના, ત્રણ હીરો હતા. ગોવિંદા, ચંકી અને એક વાંદરો. વાંદરાને 5 સ્ટાર હોટલમાં રૂમ મળ્યો
શક્તિ કપૂરની વાત પર હસી પડતાં ચંકી અને ગોવિંદાએ કહ્યું, હા, પેલા વાંદરાને અમારા કરતાં વધુ પૈસા મળ્યા. શક્તિએ જણાવ્યું કે વાંદરાને મુંબઈની ‘સન એન્ડ સેન્ડ’ હોટેલમાં રૂમ આપવામાં આવ્યો હતો. તેણે મજાકમાં કહ્યું, જ્યારે પણ ડેવિડ વાંદરાને બોલાવતો ત્યારે ચંકી આવી જતો. જ્યારે પણ તે ચંકીને બોલાવતો ત્યારે વાંદરો આવી જતો. ચંકીએ અગાઉ પણ વાંદરાનો ઉલ્લેખ કર્યો છે
આ પહેલા પણ ચંકી પાંડેએ હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં વાંદરાનો ઉલ્લેખ કર્યો હતો. તે સમયે, ચંકીએ આ ઘટનાને શેર કરતી વખતે કહ્યું હતું કે, ‘મને કહેવામાં આવ્યું હતું કે તમારા સિવાય, ફિલ્મમાં બધા ડબલ રોલમાં છે અને મેં કહ્યું કે આ યોગ્ય નથી. તેથી, મને એક વાંદરો આપવામાં આવ્યો, તે વાંદરાને મારા અને ગોવિંદા કરતાં વધુ પૈસા આપવામાં આવ્યા. આ ફિલ્મ 1993માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી
તમને જણાવી દઈએ કે, ડેવિડ ધવન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ વર્ષ 1993માં સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી. અનીસ બઝમી ફિલ્મના નિર્માતા હતા. ફિલ્મમાં ચંકી પાંડે અને ગોવિંદા ઉપરાંત રિતુ શિવપુરી, શિલ્પા શિરોડકર અને રાગેશ્વરી લૂમ્બાએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.