ફેમસ ટેલિવિઝન રિયાલિટી શો બિગ બોસની 18મી સિઝન સતત થઈ રહેલાં ઝઘડાઓને કારણે ચર્ચામાં છે. આ સિઝનમાં પૂર્વ એક્ટ્રેસ શિલ્પા શિરોડકર પણ કન્ટેસ્ટન્ટ તરીકે શામિલ થઈ છે, જે એક સમયે ‘ગોપી કિશન’, ‘આંખે’ અને ‘કિશન કન્હૈયા’ જેવી ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે. હાલમાં જ શિલ્પાએ શોમાં ખુલાસો કર્યો હતો કે ‘બિગ બોસ 18’માં આવતા પહેલા તેની બહેન નમ્રતા શિરોડકર સાથે ઝઘડો થયો હતો. તાજેતરમાં, ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ, શોના એક ખાસ સેગમેન્ટ માટે શોનો ભાગ બન્યો છે. આ દરમિયાન તેણે તમામ કન્ટેસ્ટન્ટ સાથે વાત કરી. હવે આ શોનો એક પ્રોમો સામે આવ્યો છે, જેમાં શિલ્પાએ તેની બહેન સાથે થયેલી લડાઈનો ઉલ્લેખ કર્યો છે. અનુરાગે શિલ્પાને પૂછ્યું હતું કે લોકો તને ડિપ્લોમેટિક કહે છે. આના પર તેણે જવાબ આપ્યો, મારી પાસે પરિવારના કોઈ સભ્ય નથી જે મને સપોર્ટ કરી શકે. હું મારા ઘરમાં સૌથી નાની છું. આ સાંભળીને અનુરાગ કશ્યપે આશ્ચર્ય સાથે પૂછ્યું કે શું નમ્રતા શિરોડકર તેના કરતાં મોટી છે? આના પર એક્ટ્રેસે કહ્યું, હા, મારો તેની સાથે ઝઘડો થયો હતો, જ્યારે હું અહીં (બિગ બોસ 18) આવવાની હતી, ત્યારે મેં તેની સાથે બે અઠવાડિયા સુધી વાત કરી ન હતી. આગળ અનુરાગ કશ્યપે તેને પૂછ્યું, તમે ઝઘડો કરીને અંદર આવ્યા છો. આ અંગે શિલ્પાએ કહ્યું કે, હું તેને ખૂબ મિસ કરું છું. મને આશા છે કે તે આવશે. આટલું કહેતાં જ શિલ્પા રડવા લાગી. ‘બિગ બોસ 18’માં એન્ટ્રી કરનાર નમ્રતા શિરોડકર 90ના દાયકાની ફેમસ એક્ટ્રેસ હતી. તેની બહેન નમ્રતા શિરોડકર મિસ ઈન્ડિયા જીત્યાં બાદ ફિલ્મોમાં આવી. નમ્રતા ‘કચ્ચે ધાગે’, ‘પુકાર’ અને ‘વાસ્તવ’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. વર્ષ 2000માં નમ્રતા શિરોડકરે સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ સાથે લગ્ન કર્યા હતાં.