એશિયાખંડની સૌથી મોટી એવી ઊંઝા APMCની ચૂંટણીને લઈ આજથી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઇ છે. જેને લઇ સવારે 11 કલાકે ઉમેદવારી ફોર્મ લેવા માટે વેપારીઓ અને ખેડૂતો APMC ખાતે ઉમટી પડતાં લાંબી કતારો લાગી હતી. ઊંઝા APMC બહાર ચૂંટણી માહોલને લઈ મેળા જેવો માહોલ સર્જાયો હતો. ઊંઝા APMCની ચૂંટણીને લઈ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા આજથી શરૂઆત થઈ છે. જેને લઇ આજે સવારે 11 કલાકે ઉમેદવારી ફોર્મ લેવા માટે ખેડૂતો અને વેપારીઓ ઉમટ્યા હતા. જેને લઇ ઉમેદવારી ફોર્મ લેવા લાંબી કતારો લાગી હતી. આજે 11થી સાંજે 5 વાગ્યા સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. ઊંઝા APMCની ચૂંટણીને લઈ ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 અને ખરીદ વેચાણ મંડળી માટે એક બેઠક માટે ફોર્મ ભરશે. આવતીકાલે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે. તેમજ 9 ડીસેમ્બર 2024 ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. તો 16 ડિસેમ્બર 2024 ચૂંટણી અને 17 ડિસેમ્બર 2024ના રોજ મતગણતરી થશે. જેમાં ખેડૂત વિભાગમાંથી 261, વેપારી 805 અને સહકારી ખરીદ વેચાણ મંડળીમાંથી 40 મળી કુલ 1106 મતદારો મતદાન કરશે.