back to top
Homeગુજરાતપીએમ પોષણ યોજના ખાનગી NGOને આપવાને લઈને વિરોધ:દાંતા તાલુકાના પીએમ પોષણ યોજનાનાં...

પીએમ પોષણ યોજના ખાનગી NGOને આપવાને લઈને વિરોધ:દાંતા તાલુકાના પીએમ પોષણ યોજનાનાં ભોજન કેન્દ્રના સ્ટાફ અને મહિલાઓએ મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું

દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે. આ તાલુકામાં મોટાભાગે આદિવાસી સમાજ વસવાટ કરે છે. આ વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓમાં મોટાભાગે આદિવાસી બાળકો અભ્યાસ કરે છે અને આ સિવાય બીજા બાળકો પણ અભ્યાસ અર્થે આવતા હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આવી અંતરિયાળ અને તાલુકાની વિવિધ શાળાઓમાં બાળકોની સ્વાસ્થ્યને લઈને અનેક સુવિધાઓ યોજના સ્વરૂપે શરૂ કરાય છે. ત્યારે દાંતા તાલુકામાં વર્ષોથી ચાલતી મધ્યાન ભોજન યોજના કે જેનું હાલમાં નામ પીએમ પોષણ યોજના તરીકે ઓળખાય છે. જેમાં આવેલા મોટાભાગના કેન્દ્રોમાં 80% કરતા વધુ સ્ટાફ એસટી છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાની મધ્યાન ભોજન યોજના કોઈ એનજીઓને આપવાને લઈને પીએમ પોષણ યોજનામાં કામ કરતા તમામ સ્ટાફ અને મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ તમામ લોકો દાંતા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને પ્રાંત અધિકારીને પણ આવેદનપત્ર આપ્યું હતું. દાંતા તાલુકાના પીએમ પોષણ યોજનાનાં ભોજન કેન્દ્રના સ્ટાફ અને મહિલાઓએ મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ છે અને આ તમામ લોકો ખાનગી એનજીઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.પીએમ પોષણ યોજના (મધ્યાન ભોજન યોજના) ખાનગી એનજીઓને આપવાને લઈને વિરોધ દાંતા તાલુકામાં જોવા મળી રહ્યો છે. દાંતા પીએમ પોષણ યોજનામાં કામ કરતી મહિલાઓએ અને અન્ય સ્ટાફ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. પીએમ પોષણ યોજના અંતર્ગત દાંતા તાલુકામાં એનજીઓને કામગીરી આપવાને લઈને મહિલાઓ લડી લેવાના મૂડમાં જોવા મળી હતી સાથે તેમનાં નીરીક્ષકો સ્ટાફ પણ જોડાયા હતા. ગરીબ મહિલાઓ જણાવ્યું કે અમારી રોજીરોટી સરકાર ના છીનવે તેવી વિનંતી છે. દાંતા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના 213 કેન્દ્ર આવેલા છે, જેમાં કુલ 648 જેટલા મદદનીશ અને મહીલાઓ સહિત નો સ્ટાફ રોજગારી મેળવે છે. 1984થી આ યોજના અમલમાં આવેલી છે. આવનારા સમયમાં આ યોજના ખાનગી એનજીઓને આપવાને લઈને મહિલાઓએ સ્ટાફે આવેદનપત્ર આપ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments