છેલ્લા કેટલાક દિવસોમાં મનોરંજન જગતમાં ઘણા કપલના છૂટાછેડાના સમાચાર સંભળવા મળી રહ્યાં છે. ‘પંડ્યા સ્ટોર’ ફેમ અક્ષય ખરોડિયાએ પણ સોશિયલ મીડિયા દ્વારા છૂટાછેડાની જાહેરાત કરી હતી. આ દરમિયાન હવે નીતિ ટેલરના છૂટાછેડાને લઈને પણ ચર્ચા શરૂ થઈ હતી. તેણે તેના નામમાંથી પતિની અટક હટાવી દેતાં આ ચર્ચાને વેગ મળ્યો હતો. હવે એક્ટ્રેસે આ મામલે મૌન તોડ્યું છે. નીતિ વાત કરતી વખતે ભાવુક પણ થઈ ગઈ
નીતિએ છૂટાછેડા વિશે ચાલી રહેલી અફવાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. પોતાના વિચારો વ્યક્ત કરતી વખતે તે થોડી ભાવુક પણ થઈ ગઈ. લગ્નના 4 વર્ષ પછી તેણે આવું કેમ કર્યું તે અંગે પણ ખુલીને વાત કરી હતી. ‘મારું મૌન એ જ મારો જવાબ’
નીતિ ટેલરે એક ઈન્ટરવ્યૂમાં છૂટાછેડાની અફવાઓ વિશે વાત કરી હતી. તેણે પરીક્ષિત બાવા સાથેના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. એક્ટ્રેસે કહ્યું- જ્યારે તમે કોઈ વસ્તુઓ પર પ્રતિક્રિયા નથી આપતાં, તો તે તમારો જવાબ જ છે. તેણે આગળ કહ્યું- જ્યારે કંઈ થયું જ નથી તો મારે તે વસ્તુઓ પર કેવી રિએક્શન આપવું. મારે શા માટે આ બાબતો પર કોઈ સ્પષ્ટતા આપવી જોઈએ? છૂટાછેડાના સમાચારે મને પરેશાન કરી દીધી
એક્ટ્રેસે આગળ કહ્યું- પરીક્ષિત અને હું સાથે છીએ. છૂટાછેડાના સમાચાર આવ્યા ત્યારે હું થોડી ચિંતિત હતી. પરંતુ, પછી મેં વિચાર્યું કે મીડિયામાં વસ્તુઓ થતી રહે છે. હું મારા લગ્નજીવનમાં ખૂબ જ ખુશ છું. પરીક્ષિત અને હું અલગ થઈ રહ્યા નથી. નામમાંથી સરનેમ કેમ કાઢી નાખવામાં આવી?
તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો મેં મારા નામમાંથી પરીક્ષિતની અટક કાઢી નાખી તો તેનો અર્થ એ નથી કે અમે અલગ થઈ રહ્યાં છીએ. મેં આ જ્યોતિષીય કારણોસર કર્યું. પરીક્ષિત સાથેના મારા તમામ ફોટા હજુ પણ ઉપલબ્ધ છે. અમે સાથે ખુશ છીએ. નીતિ ટેલર-પરીક્ષિત બાવાના લગ્ન 2020માં થયા હતા
નીતિ ટેલરે 2020 માં પરીક્ષિત બાવા સાથે લગ્ન કર્યા હતા. લોકડાઉન દરમિયાન બંનેએ લગ્ન કર્યા હતા, જેના કારણે લગ્નમાં ફક્ત તેમના પરિવારના સભ્યો અને ખૂબ જ નજીકના મિત્રો જ હાજર રહ્યાં હતાં. બંનેના લગ્નના ફોટા ખૂબ વાઈરલ થયા હતા. નીતિ ટેલરની કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે ખૂબ જ નાની ઉંમરે એક્ટિંગની કારકિર્દી શરૂ કરી હતી. પરંતુ, તેને ‘બડે અચ્છે લગતે હૈ’થી ઓળખ મળી.