બોલિવૂડ એક્ટર અન્નુ કપૂર આજે વડોદરાના મહેમાન બન્યા હતા. જ્યાં તેઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને વડોદરામાં આગામી 14 ડિસેમ્બરના રોજ યોજાનાર અંતાક્ષરી ઇવેન્ટ અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત તેઓએ શરૂ કરેલા સ્ત્રી સન્માન અભિયાન અંગે પણ વાત કરી હતી અને એક દીકરીના પગ ધોયા હતા અને વર્ષમાં એકવાર 14 ડિસેમ્બરના રોજ આપણા જીવનની 4 સ્ત્રીઓના પગ ધોવાની અપીલ પણ કરી હતી. 12-13 ડિસે.એ ઓડિશન અને 14 ડિસે.ના રોજ સ્પર્ધા થશે
બોલિવૂડ એક્ટર અન્નુ કપૂરે જણાવ્યું હતું કે, વડોદરા એ જ સૌપ્રથમવાર 28 જાન્યુઆરી-1994ના રોજ સ્ટેજ પર અંતાક્ષરી કરવાની તક આપી હતી અને આજે ફરીથી તમારી સામે હાજર છું. ફરીથી વડોદરામાં અંતાક્ષરી કરવા જઇ રહ્યો છું. 12 અને 13 ડિસેમ્બરે ઓડિશન થશે અને 14 ડિસેમ્બરના રોજ સ્પર્ધા થશે. જેમાં 4 ટીમના 24 પ્રતિસ્પર્ધીઓ રહેશે. માતા, બહેન, પત્ની અને દીકરીનું સન્માન કરવું જોઇએ
તેઓએ મહિલાઓ માટે શરૂ કરેલા અભિયાન અંગે જણાવ્યું હતું કે, આપણા જીવનમાં આવતી 4 સ્ત્રીઓ માતા, બહેન, પત્ની અને દીકરીનું સન્માન કરવું જોઇએ. આપણા ઘરની સ્ત્રીઓ આપણું સન્માન કરતી હોય છે. તેઓ સતત આપણી ચિંતા રહેતી હોય છે. આપણો ધર્મ છે કે, સંપૂર્ણ સ્ત્રી જાતિનું સન્માન કરો. જેથી મારા મનમાં ભાવ જાગ્યો છે. હું કોઇ બાબા નથી, કોઇ રાજકારણી નથી
તેઓએ કહ્યું હતું કે, હું કોઇ બાબા નથી, કોઇ રાજકારણી નથી, કોઇ સમાજ સુધારક કે, નોબલ પ્રાઇઝ વિજેતા નથી. મારા મનમાં ભાવ આવ્યો છે, જેનો સાથ આપવા માટે મારા પ્રોડ્યુસર દેવકુમાર સાથે આવ્યા છે. તમારા જીવનમાં આવતી 4 સ્ત્રીઓમાં વર્ષમાં એકવાર એટલે 14 ડિસેમ્બરે માત્ર તેમના પગ ધોઇ લો. જેમાં કોઇ ધર્મ કે, જાતી નહીં, પણ ઇમોશન છે. તમે કહોને શાહરૂખ ખાનને ગૌરીના પગ ધોવે
બોલિવૂડમાં જ વધુમાં વધુ મિસ યુઝ મહિલાઓનો થાય છે, તે અંગે તમે કેમ્પેઇન શરૂ કરશો? એ અંગેના જવાબમાં બોલિવૂડ એક્ટર અન્નુ કપૂરે જણાવ્યું હતું કે, તમે શરુ કરોને. તમે બોલોને અમિતાભ બચ્ચનને કે જયા બચ્ચનના પગ ધોવે. તમે કહોને શાહરૂખ ખાનને ગૌરીના પગ ધોવે. કોણ ના પાડે છે. અન્નુ કપૂર તો સાચો સંદેશ આપશે. વડોદરામાં લાઈવ અંતાક્ષરી સ્પર્ધાનું આયોજન
જાણીતા કલાકાર અન્નુ કપૂર અને જાણીતા ગીતકાર અને ઉદ્યોગસાહસી દેવ કુમાર દ્વારા વડોદરામાં લાઈવ અંતાક્ષરી સ્પર્ધાનું આયોજન થશે. આ કાર્યક્રમ 14 ડિસેમ્બર 2024ના રોજ યોજાશે. સ્પર્ધાના ઓડિશન 12 અને 13 ડિસેમ્બર 2024ના રોજ વડોદરામાં યોજાશે. પસંદ કરાયેલા સ્પર્ધકો 14 ડિસેમ્બરના મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેશે. લાઈવ અંતાક્ષરીના વિજેતાઓને આકર્ષક રોકડ ઇનામ આપવામાં આવશે. સાંસ્કૃતિક મૂળોને નવી પેઢી સુધી પહોંચાડવાની દિશામાં એક નાનું પગલું
સ્પર્ધકો ઉપરાંત દર્શકોને પણ લકી ડ્રોમાં ઇનામ જીતવાની તક મળશે, જેમાં પ્રથમ ઇનામ એક કાર હશે. આ આયોજન વિશે દેવ કુમારે જણાવ્યું હતું કે, વડોદરા એ એવું શહેર છે જે તેની સાંસ્કૃતિક વારસામાં ઊંડે જોડાયેલું છે. આ લાઈવ અંતાક્ષરીના માધ્યમથી, અમે સંગીત અને પરંપરાની ખુશી ફરી જીવંત કરવી અને શહેરની પ્રતિભાનું ઉત્સવ ઉજવવું છે. આ આયોજન અમારી સાંસ્કૃતિક મૂળોને જીવંત રાખવા અને તેને નવી પેઢી સુધી પહોંચાડવાની દિશામાં એક નાનું પગલું છે.