લોકો જીવનની સમસ્યાઓના નિરાકરણ માટે ચેટ જીપીટી જેવા ચેટબોટ ટૂલ્સ તરફ વળી રહ્યા છે. તેને તેના જવાબો ગમે છે. ચેટબોટ અંગત રીતે એક ચીયરલીડર, લાઈફ કોચ અને ત્યાં સુધી કે પોકેટ થેરાપિસ્ટ તરીકે લોકપ્રિય બન્યું છે. બ્રિટનની સિંગર લીલી એલને હાલમાં જ તેના પોડકાસ્ટ પર કહ્યું હતું કે તે પતિ સાથેના ટેક્સ્ટ મેસેજ માટે ચેટજીપીટીનો ઉપયોગ કરે છે. ઉપન્યાસકાર એન્ડ્રયૂ ઓ’હાગને ખુલાસો કર્યો કે તે ઘણીવાર એઆઈની મદદથી જ લોકો સાથે વાત કરે છે. તેને તે તેનું નવું અને સૌથી સારું મિત્ર ગણાવે છે. આ બે ઉદાહરણ એ દર્શાવે છે કે જનરેટિવ એઆઈ આપણા અંગત અને વ્યાવસાયિક જીવનમાં સ્થાન લઈ રહ્યું છે. એમ્સ્ટર્ડમમાં વ્રીજે યુનિવર્સિટીમાં વર્ક એન્ડ ટેક્નોલોજીના એસોસિયેટ પ્રોફેસર એલા હૈફરમાલ્ઝ કહે છે કે એઆઈ હવે દરેક જગ્યાએ છે. આપણી પાસે હજુ સુધી તેને સંપૂર્ણપણે સમજવાની કોઈ રીત નથી. થેરાપિસ્ટ સૂસી માસ્ટરસનનું કહેવું છે કે ચેટજીપીટી વાસ્તવિક થેરપી પર અતિક્રમણ કરવાનું શરૂ કરી રહ્યું છે. માસ્ટરસન કહે છે કે પહેલાં તો મેં ઘણું અપમાનિત અનુભવ્યું. પણ તેનાથી ગ્રાહકોની સંતુષ્ટિનું સ્તર વધ્યું છે. આ થેરપીમાં મદદગાર સાબિત થઈ રહ્યું છે. કેસ-1: વિવાદ ચેટજીપીટીની મદદથી ઉકેલાયો: જિમનો પત્ની જિલ સાથે વિવાદ થાય છે. જિમે ચેટજીપીટીની મદદ લીધી. જેના દ્વારા ટેક્સ્ટ મેસેજ મોકલીને પત્ની સાથે વાત કરવા લાગ્યા. 20 વર્ષનાં લગ્નજીવનમાં સર્જાયેલું અંતર ખતમ થવા લાગ્યું. હવે જિમ પત્ની સાથેની વાતચીતમાં ચેટબોટની મદદ લે છે. કેસ-2: ચેરિટી માટે કામ કરનારી યવેટે છૂટાછેડા લઈ લીધા છે. યવેટ કહે છે એક દિવસ પહેલાં પતિનો પત્ર મળ્યો. તેણે બાળકોના ભરણ-પોષણના ચુકવણાની ના પાડી. જવાબ આપવા બધી વાત ચેટજીપીટીને જણાવી. તેણે સારો જવાબ આપ્યો, જેને મેં પૂર્વ પતિને મોકલી દીધો. ચેટબોટના વધુ ઉપયોગથી કામકાજ પર પણ અસર