તમિલ ફિલ્મ એક્ટિવ પ્રોડ્યુસર્સ એસોસિએશન (TFAPA)એ મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં કોર્ટમાં માગ કરવામાં આવી હતી કે ફિલ્મ રીલીઝ થયાના ત્રણ દિવસ સુધી ફિલ્મ રીવ્યૂ પર પ્રતિબંધ મુકવામાં આવે. મદ્રાસ હાઈકોર્ટે હવે આ અરજી ફગાવી દીધી છે. ફિલ્મ રિવ્યૂ પર પ્રતિબંધ મૂકવાની અરજી ફગાવી TFAPAએ મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને અપીલ કરી હતી. TFAPAએ રાજ્ય અને કેન્દ્ર સરકારોને X, YouTube, Instagram અને Facebook જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ફિલ્મ રિવ્યૂ પર તેમના થિયેટરમાં રિલીઝ થયા પછી ત્રણ દિવસ માટે પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી. રિવ્યૂ કરવાનો સંપૂર્ણ અધિકાર છે – જ્જ
જસ્ટિસ એસ. સોન્થરે અરજીને ફગાવી દેતા કહ્યું કે તે અભિવ્યક્તિની સ્વતંત્રતાના બંધારણીય અધિકાર હેઠળ આવે છે. તેથી, આ પર પ્રતિબંધ મૂકી શકાય નહીં, રિવ્યૂર્સને કોઈપણ ફિલ્મને રિવ્યૂ કરવાનો સંપૂર્ણ અધિકાર છે, તે તેમની પોતાની પંસદ છે. રિવ્યૂઓ ફિલ્મોને નુકસાન પહોંચાડે છે – TFAPA
જેના પર TFAPAના એડવોકેટ વિજયન સુબ્રમણ્યમે કહ્યું કે કેટલાક લોકો ફિલ્મ રિવ્યૂની આડમાં ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર અને એક્ટ્રેસને બદનામ કરે છે, જેનાથી ફિલ્મને મોટું નુકસાન થાય છે. તેણે કહ્યું કે તાજેતરમાં ‘કંગુવા’, ‘ઈન્ડિયન 2’ અને ‘વેટ્ટાઈયાં’ જેવી ફિલ્મો રિલીઝ થઈ છે. યુટ્યુબ ચેનલો પર ફિલ્મના નકારાત્મક રિવ્યૂ કરવામાં આવ્યા હતા. જેના કારણે ફિલ્મોની કમાણી પર ભારે અસર પડી હતી. થિયેટરની અંદર રિવ્યૂઓ પર પ્રતિબંધ હોવો જોઈએ – TNPC
20 નવેમ્બરે તમિલનાડુ પ્રોડ્યુસર્સ કાઉન્સિલ (TNPC) એ એક નિવેદન જાહેર કર્યું હતું. જેમાં તેણે થિયેટર માલિકોને ફિલ્મ સ્ક્રીનીંગ પછી થિયેટર પરિસરમાં વીડિયો રિવ્યૂ અને પબ્લિક રિવ્યૂ રેકોર્ડ કરતી યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી. ફિલ્મ રિવ્યૂનો વિરોધ કરતા એસોસિએશને કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરુપયોગ થઈ રહ્યો છે. ફિલ્મ રિવ્યુની આડમાં દિગ્દર્શકો અને નિર્માતાઓ વિરુદ્ધ ‘વ્યક્તિગત દ્વેષ’ને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.