અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલા કાંડ બાદ મુખ્ય 3 ફરાર આરોપી પૈકી હોસ્પિટલના સ્થાપક તેમજ 39 ટકાના ભાગીદાર ડો. સંજય પટોળિયાની 24 દિવસ બાદ ગઈકાલે (4 ડિસેમ્બર) ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. ડો. સંજય પટોળિયાએ આગોતરા જામીન માટે અરજી કરી હતી, જે કોર્ટે રદ કરતા તે ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થયો હોવાની ચર્ચા છે. આજરોજ ડો. સંજય પટોળિયાને 10 દિવસના રિમાન્ડની માગ સાથે ક્રાઈમ બ્રાંચ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. કોર્ટે ડો. સંજય પટોળિયાને પોલીસ સામે કોઈ ફરિયાદ? તેવો સવાલ કરતા આરોપીએ ના કહી હતી. સરકારી વકીલની દલીલ….
આરોપીએ પહેલા એક નાની કંપની ખોલી અને પછી એનું નામ બદલાવી બેરિયાટ્રિક્સ હોસ્પિટલ ખોલી. બાદમાં તેમાં જુના ભાગીદારોને છૂટા કરી, નવા સહ આરોપી ડાયરેક્ટર જોડી ખ્યાતિ હોસ્પિટલ ખોલી. 31 માર્ચ, 2022થી 11 નવેમ્બર, 2024 સુધી PMJAY યોજના જેમાં મફત સારવાર અપાય. તેનો લાભ લઈ જરૂર ના હોય તેના ઓપરેશન કરી નાખ્યાં. કુલ 16.64 કરોડની રકમ PMJAYથી મેળવાઈ છે. ખોટા કાગળિયા બનાવ્યા કે દર્દીને બ્લોકેજ ઓછું હોય તેને વધારે બતાવી, સર્જરી કરી PMJAYનો લાભ લીધો. ખોટા કાગળિયામાં પ્રશાંત વાઝીરાણીની સહી છે અને આ સંજય પણ સામેલ છે. વર્તમાન આરોપી ખ્યાતિમાં 39 ટકા જો ભાગ ધરાવે છે. આ દુર્ઘટનામાં 2 દર્દીના મોત, કડીના 19 દર્દી લાવ્યા, 7 ઉપર સર્જરી. ખોટા બ્લોકેજના કાગળિયા બનાવ્યા. PMJAYમાં 70 ટકાથી વધુ બ્લોકેજ હોય તો જ લાભ મળે. આરોપીનો રોલ તપાસવાનો છે. 39 ટકા શેર હોવાથી નાણાકીય બાબતોની પૂછપરછ કરવાની. ચાર ડિરેક્ટરમાંથી આ એક જ ડોકટર જે મેડિકલનું જ્ઞાન ધરાવે છે, જેથી સાથે રાખી પૂછપરછની જરૂર. ઝીણવટપૂર્વક તપાસની જરૂર. રેલવે અને ONGCના કર્મચારીઓના પણ ખ્યાતિમાં ઓપરેશન થયા તેની તપાસ જરૂરી. આરોપી ભાગતો-ફરતો હતો તો કોની મદદથી? ખ્યાતિ હોસ્પિટલની 7 બોર્ડ મિટિંગ થઈ, તેની મિનિટ બુક મેળવવાની. કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી ભાગતા ફરે છે, તેમના સંપર્કમાં હોય તેની માહિતી મળી શકે. મેડિકલ સાયન્સ સાથે જોડાયેલ કેસ, તેના નિષ્ણાતને સાથે રાખી તપાસની જરૂર. આરોપી વકીલની દલીલ…
વ્યક્તિગત સ્વતંત્રતા બંધારણીય હક્ક છે અને આ કેસ મીડિયા ટ્રાયલ બની ચૂક્યો છે, મીડિયાના માણસો કોર્ટમાં પણ હોય છે. આરોપીના વકીલે બચાવ કરતા કહ્યું હતું કે, સંજય પટોળિયાએ બેરિયાટ્રિક સર્જન છે. અમારે એનજીઓ ગ્રાફ કે પ્લાસ્ટી સાથે કોઈ લેવાદેવા નથી. હોસ્પિટલમાં દરેક વિભાગના ડોક્ટરની જવાબદારી સ્વતંત્ર હોય છે. અમે કોઇ સર્જરી કરી નથી. જો ફ્કતનો સંસ્થા ભાગ હોવાથી રિમાન્ડ આપવામાં આવે તો અન્ય કેસમાં તેની નકારાત્મક અસરો ઊભી થાય. આવતીકાલે તપાસ અધિકારીઓ કોઈ કંપની વિરુદ્ધના કેસમાં શેર હોલ્ડરને પણ કઠેડામાં ઊભા કરે. સર્જરી કરનાર વ્યક્તિ અમદાવાદમાં સર્જરી કરે અને દર્દીનું મૃત્યુ નીપજ્યું તો તેમાં માનો કે મુંબઈમાં ડાયરેક્ટર બેઠો હોય તો તેનો શું વાંક? અસીમિત જવાબદારીઓ હોય શકે નહિ. જેટલી બાબતો કોર્ટ સમક્ષ નથી આવતી તેટલી મીડિયામાં આવે છે, તપાસ અધિકારી બધી બાબતો મીડિયાને આપી તેને મીડિયા ટ્રાયલ બનાવે છે. હાઈકોર્ટ મુજબ રિમાન્ડ આપવા જોઇએ. ઉપરના ત્રણ પ્રશ્નોના જવાબ આ કેસમાં નકારાત્મક મળે છે. આરોપી સામે વધારી ચઢાવીને તપાસ એજન્સી કેસ પ્રસ્તુત કરે છે. હૃદય સર્જરી સામે વર્તમાન આરોપીને કોઈ લેવા દેવા નથી. પોલીસ ફરિયાદમાં પણ તેવું નથી કે, ડો. સંજય પટોળિયાએ કોઈ સર્જરી કરી હોય. બધા પુરાવા તપાસ અધિકારી પાસે, હોસ્પિટલના રેકોર્ડ પણ તપાસ અધિકારી પાસે છે. સરકારી વકીલે દલીલ… તપાસમાં ખુલ્યું છે કે, આરોપીઓ ખ્યાતિ હોસ્પિટલની ફ્રેંચાઈઝી આપવાની ફિરાકમાં હતા. જેના જવાબમાં આરોપીના વકીલે વાંધો લીધો કે, ડોક્યુમેન્ટ વગર આરોપ ના મૂકી શકાય. આરોપી વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધાયેલી ત્રણ FIR સંદર્ભે પણ આગામી સમયમાં જામીન અરજી મૂકશે, ઉપરાંત હાઇકોર્ટમાં FIR રદ્દ કરવાની અરજી કરી શકે છે. આઠ આરોપી પૈકી બે હજુ ફરાર
12 નવેમ્બરના રોજ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બે લોકોના મોત બાદ PMJAY યોજનાથી ચાલતું કૌભાંડ સામે આવ્યું હતું. આ કેસમાં કુલ આઠ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસની તપાસ કરતી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અત્યારે સુધામાં 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે આરોપી હજુ પણ ભૂગર્ભમાં છે. ઝડપાયેલા આરોપીઓની તપાસ દરમિયાન આરોગ્ય વિભાગની પણ સંડોવણી હોવાની શક્યતા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા PMJAYમાં તપાસ કરવામાં આવી રહી છે, જ્યાં એક ડોકટર દ્વારા રોજ 100 ફાઇલને મંજૂરી આપવામાં આવે છે. સોમવારના દિવસે સૌથી વધુ ઇમરજન્સી નોંધાઈ છે તો તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે, રવિવારે કેમ્પ યોજાતા હતા, ત્યારબાદ સોમવારે હોસ્પિટલમાં ઇમરજન્સી વધુ આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. PMJAY યોજનાની ટીમ પણ શંકાના દાયરામાં
ખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજના હેઠળ 15 કરોડ રૂપિયા મેળવ્યા છે. જેથી PMJAYની તપાસ કરતા સામે આવ્યું છે કે, PMJAY યોજનામાં 10 જેટલા ડોક્ટરની ટીમ બેસે છે. જેમાંથી એક ડોક્ટરના કોમ્પ્યુટર ઉપર દિવસની 100 ફાઈલ ક્લિયર કરવાની હોય છે. એક ફાઈલ ક્લિયર કરવા માટે વધુમાં વધુ પાંચ મિનિટનો જ સમય આપવામાં આવે છે. આ પાંચ મિનિટ દરમિયાન જે પણ સર્જરી હોય તેનો રિપોર્ટ યોગ્ય રીતે તપાસવાનો હોય છે. પાંચ મિનિટ દરમિયાન જ ડોક્ટર દ્વારા ફાઇલને એપ્રુવલ કે રિજેક્ટ ફરજીયાત આપવાનું હોય છે. પાંચ મિનિટ સુધીમાં ડોક્ટર એપ્રુવલ ના આપે તો ઓઇલ ઓટોમેટિક રિજેક્ટ થઈ જાય છે. કઈ ડોક્ટરે ખ્યાતિ હોસ્પિટલની ફાઇલને એપ્રુવલ આપ્યું તે દિશામાં તપાસ
પાંચ મિનિટના સમયગાળા દરમિયાન કામ કરતા સમયે કોઈ ડોક્ટર ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલો હોય છે કે કેમ તે બાબતે દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે, કોઈપણ ડોક્ટરની આ કાંડમાં સંડોવણી હોય તો ડોક્ટરે કઈ રીતે કામ કર્યું હોય અને હોસ્પિટલને કઈ રીતે મદદ કરતો હોય તે બાબતની તપાસ ચાલી રહી છે. કયા કયા ડોક્ટરે ખ્યાતિ હોસ્પિટલની ફાઇલને એપ્રુવલ આપ્યું હતું તે તપાસ ચાલી રહી છે. PMJAY યોજનામાં સોમવારની ઇમરજન્સી સૌથી વધારે આવતી
ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, રવિવારના દિવસે હતા ત્યારબાદ સોમવારના દિવસે સર્જરી કરવામાં આવતી હતી. જેથી PMJAY યોજનામાં સોમવારની ઇમરજન્સી સૌથી વધારે આવતી હતી. સોમવારના દિવસે ખ્યાતિ હોસ્પિટલની ફાઈલ સૌથી વધારે ક્લિયર થતી હતી કે કેમ? અને સોમવારના દિવસે કયા કયા ડોક્ટરના કોમ્પ્યુટરમાં ખ્યાતિ હોસ્પિટલની ફાઈલ ક્લિયર થવા માટે આવતી હતી તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.