ભારતીય શેરબજાર આજે સતત ચોથા દિવસે ઉછાળા સાથે બંધ થયું હતું. શેરબજારમાં મોર્નિંગ સેશનમાં નેગેટિવ ટ્રેન્ડ બાદ બપોરના સેશનમાં ફરી પાછી તેજી આવી હતી. શેરબજારમાં આજે નિફ્ટી એફએન્ડઓ એક્સપાયરી હોવાથી સેટલમેન્ટના કારણે સવારે માર્કેટ નેગેટિવ ઝોનમાં ખૂલ્યું હતું. સેન્સેક્સ 1100 પોઈન્ટથી વધુ ઉછાળા સાથે 82,300 નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો. એફઆઈઆઈ દ્વારા સળંગ ત્રણ દિવસથી રોકાણનો બજારને ટેકો મળ્યો હતો. બીજી તરફ આરબીઆઈ આવતીકાલે મોનેટરી પોલિસીની જાહેરાતમાં સતત 11મી વખત વ્યાજના દરો જાળવી રાખશે તેવા અહેવાલોના પગલે પણ શેર્સમાં ખરીદી વધી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનું બેક ટુ ઈન્ડિયા શેરોમાં મોટાપાયે ખરીદી ચાલુ થયા બાદ આજે સતત ત્રીજા દિવસે શેરોમાં ખરીદદાર બન્યા હતા. ફંડોએ આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ તેજીમાં આવ્યા હતા. સેન્સેક્સ 809 પોઈન્ટના ઉછાળા સાથે 81765 પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 202 પોઈન્ટના ઉછાળા સાથે 24764 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 293 પોઈન્ટના ઉછાળા સાથે 53674 પોઈન્ટના સ્તરે બંધ થયો. ઉત્પાદન ક્ષેત્ર બાદ હવે દેશની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ પણ નવેમ્બરમાં સાધારણ મંદ રહી હતી. નવા ઓર્ડરો અને સેવા પૂરી પાડવાની માત્રા સાધારણ નીચી રહી હતી. એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલા ભારત માટેના સેવા ક્ષેત્રના એચએસબીસી પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ જે ઓકટોબરમાં 58.50 હતો તે નવેમ્બરમાં સાધારણ ઘટી 58.40 રહ્યો છે. જો કે સેવા માટેની માગમાં સાતત્યતાને પરિણામે બિઝનેસ સેન્ટિમેન્ટ ઊંચુ રહ્યું છે અને સેવાઓ પૂરી પાડતી કંપનીઓ દ્વારા કર્મચારીઓની ભરતીમાં વધારો જોવા મળ્યો છે. નવેમ્બરમાં સતત 40માં મહિને સેવા ક્ષેત્રનો પીએમઆઈ ૫૦થી ઉપર રહેવા પામ્યો છે. સેવાઓ માટે વિદેશમાંથી માગ ઊંચી રહેતા નિકાસ ઓર્ડર વધી નવેમ્બરમાં ત્રણ મહિનાની ઊંચી સપાટીએ રહ્યા હતા. ભારતની સેવા ક્ષેત્રની નિકાસ મોટેભાગે યુરોપ, એશિયા, અમેરિકા ખાતે વધુ થાય છે. ઊંચા ફુગાવાને કારણે કાચા માલ તથા સેવા પૂરી પાડવાની કિંમતો અનુક્રમે 15 મહિના તથા અંદાજે 12 વર્ષની ઊંચી સપાટીએ જોવા મળ્યા છે. આ અગાઉ જાહેર થયેલા નવેમ્બરનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ 56.50 આવ્યો હતો. આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટીસીએસ, એચડીએફસી એએમસી, ટોરેન્ટ ફાર્મા, લાર્સેન, એસીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઈન્ફોસીસ, લ્યુપીન, એચસીએલ ટેકનોલોજી, એચડીએફસી બેન્ક, સન ફાર્મા, ટાટા કોમ્યુનિકેશન, ટેક મહિન્દ્રા, કોટક બેન્ક જેવા શેરો વધારો થયો છે. આજના ટોપ લુઝર્સની યાદીમાં ગ્રાસીમ, ઈન્ડીગો, ટીવીએસ, ગ્લેનમાર્ક ફાર્મા, મુથૂટ ફાઈનાન્સ, સિપ્લા, વોલ્ટાસ જેવા શેરોમાં ઘટાળો થયો છે. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4083 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1839 અને વધનારની સંખ્યા 2132 રહી હતી, 112 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 200 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 407 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24764) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24878 પોઇન્ટના પ્રથમ અને 24979 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24676 પોઇન્ટથી 24606 પોઇન્ટ, 24474 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 24979 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 53674 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 53303 પોઇન્ટના પ્રથમ અને 53008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 53919 પોઇન્ટથી 53979 પોઇન્ટ, 54008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 54008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
એચસીએલ ટેકનોલોજી ( 1925 ) :- એચસીએલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1890 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1874 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1944 થી રૂ.1950 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1963 ઉપર તેજી તરફી ધ્યાન. હેવેલ્સ ઇન્ડિયા ( 1751 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1717 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1707 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1764 થી રૂ.1770 ભાવ નોંધાવે તેવી સંભાવના છે. મુથૂટ ફાઈનાન્સ ( 1945 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ નોન બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સેક્ટરનો આ સ્ટોક રૂ.1977 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1919 થી રૂ.1909 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1990 નો સ્ટોપલોસ ધ્યાને લેવો. કોટક મહિન્દ્રા બેન્ક ( 1784 ) :- રૂ.1808 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1818 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1770 થી રૂ.1744 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1830 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા… મિત્રો, શેરબજારમાં કરેક્શનનો માહોલ પૂર્ણ થયો છે. માર્કેટ બાઉન્સ બેક થયું છે. હાલ તમામ નકારાત્મક પરિબળોની અસર સમાપ્ત થઈ હોવાથી માર્કેટમાં હવે સુધારાનો માહોલ જળવાઈ રહેશે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનું ફરી બેક ટુ ઈન્ડિયા થવા લાગી શેરોમાં વિદેશી ફંડોની આજે મોટી ખરીદી થતાં સાર્વત્રિક તેજી રહી હતી. જીડીપી વૃદ્વિના નબળા આંકડા સામે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો સતત તૂટતો રહી નવા તળીયે આવી જતાં ફુગાવો ઝડપી વધવાનું જોખમ હોવાથી બુધવારથી શરૂ થતી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની ધિરાણ નીતિમાં અમુક વર્ગની ધારણા જૈસે થે પોલીસી રહેવાની અને વ્યાજ દરમાં હાલ તુરત ઘટાડો નહીં થવાના અંદાજો છતાં આજે ફોરેન ફંડોના સપોર્ટે શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ વધતું જોવાયું હતું. ડિસેમ્બરની સમીક્ષા બેઠકમાં દરો યથાવત રહી શકે છે પરંતુ લિક્વિડિટી મેનેજમેન્ટ એ મહત્વનું પાસું હોઈ શકે છે. નાણાંકીય નીતિ સમિતિની બેઠકના પરિણામો શુક્રવારે જાહેર કરવામાં આવશે. ફોરેન એક્સચેન્જ માર્કેટમાં વધુ પડતા હસ્તક્ષેપને કારણે બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આને ધ્યાનમાં રાખીને બેંકો માટે કેશ રિઝર્વ રેશિયોની જરૂરિયાત ઘટાડી શકાય છે. વૃદ્ધિ દરમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને, રિઝર્વ બેન્ક લિક્વિડિટી વધારવા માટે કેશ રિઝર્વ રેશિયોમાં 25 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરી શકે છે. આ સાથે, રેટ કટ પહેલા બેંકિંગ સિસ્ટમમાં તરલતા વધારીને, બેંકો રેટ કટના ફાયદાઓને વધુ સારી રીતે પસાર કરી શકશે. આમ ડિસેમ્બરમાં રેટ કટની કોઈ શક્યતા નથી પરંતુ લિક્વિડિટી વધારવા માટે કેટલાક પગલાં જાહેર કરવામાં આવી શકે છે. લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.