back to top
Homeબિઝનેસશક્યતા:આરબીઆઇ આજે રેપોરેટને બદલે CRRમાં ઘટાડો કરી શકે: નિષ્ણાંત

શક્યતા:આરબીઆઇ આજે રેપોરેટને બદલે CRRમાં ઘટાડો કરી શકે: નિષ્ણાંત

રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની બેઠક ચાલી રહી છે ત્યારે નિષ્ણાંતોના મતે RBI આ વખતે રેપોરેટમાં કાપ મૂકવાને બદલે બેન્કો માટે કેશ રિઝર્વ રેશિયોમાં ઘટાડો કરશે તેવી શક્યતા છે. આગામી 6 ડિસેમ્બરના રોજ પોલિસીનું પરિણામ જાહેર થશે. અર્થતંત્રમાં મંદીના માહોલ વચ્ચે MPC સામે અર્થતંત્રમાં વૃદ્ધિને વેગ આપવા ઉપરાંત ફુગાવાને પણ નિયંત્રણ હેઠળ રાખવાનો બેવડો પડકાર છે. 14માં નાણાકીય પંચના સભ્ય અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક ફાઇનાન્સ અને પોલિસીના ભૂતપૂર્વ ડાયરેક્ટર ગોવિંદ રાવે જણાવ્યું હતું કે RBI કદાચ રેપોરેટ યથાવત રાખશે પરંતુ બેન્કિંગ સિસ્ટમમાં પૂરતી તરલતા સુનિશ્ચિત કરવા માટે કેશ રિઝર્વ રેશિયો ઘટાડી શકે છે. MPC માટે આ વખતે નિર્ણય વધુ જટિલ છે. એક તરફ અર્થતંત્રમાં સ્લોડાઉનની સ્થિતિ છે, જે મોનેટરી પોલિસીમાં વધુ છૂટછાટની જરૂરિયાત પર ભાર મૂકે છે જ્યારે બીજી તરફ હેડલાઇન ફુગાવો ઊંચો રહ્યો છે, જેને નિયંત્રણમાં રાખવો પણ જરૂરી છે. આઇકનિક વેલ્થ ખાતેના મુખ્ય મેક્રો અને ગ્લોબલ સ્ટ્રેટેજીસ્ટ અંકિતા પાઠકે જણાવ્યું હતું કે નાણાકીય સહાયની તાકીદ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે નાણાવર્ષ 2026થી નાણાકીય નીતિ વધુ કડક થઇ શકે છે. RBI રેપોરેટમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરે: ઇન્ડસ્ટ્રી
ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ આરબીઆઇ રેપોરેટમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરે તેવું ઇચ્છે છે. કોન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના ડાયરેક્ટર જનરલ ચંદ્રજિત બેનર્જીએ આરબીઆઇને રેપોરેટમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવાનો અનુરોધ કર્યો હતો. બેન્કિંગ સિસ્ટમમાં તરલતા વધારવા માટે આરબીઆઇ વધુ પગલાં લે તેવું ઇચ્છે છે. જેમાં ઓપન માર્કેટ ઑપરેશન તેમજ કેશ રિઝર્વ રેશિયો અને સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયોમાં ઘટાડો સામેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments