back to top
Homeબિઝનેસમાઇક્રો ફાઇનાન્સ:નાની લોન બની મોટી હેરાનગતિ, એનપીએ 1.38% વધીને 6.54%, સમગ્ર બૅન્કિંગ...

માઇક્રો ફાઇનાન્સ:નાની લોન બની મોટી હેરાનગતિ, એનપીએ 1.38% વધીને 6.54%, સમગ્ર બૅન્કિંગ ઇન્ડસ્ટ્રી પર અસર

દેશના નોન-બૅન્કિંગ ફાઇનાન્સ સેક્ટરમાં લોન ફસાવાની (નોન પ્રોફિટિંગ એસેટ-એનપીએ)ની સમસ્યા ફરી ગંભીર બની છે. ખાસ કરીને માઇક્રો ફાઇનાન્સ સેક્ટરમાં લોન પાછી આવવાનું વધુ અઘરું થઈ ગયું છે. તેની અસર સમગ્ર બૅન્કિંગ ઇન્ડસ્ટ્રીને થઈ રહી છે. કારણ કે માઇક્રો ફાઇનાન્સ કંપનીઓને બૅન્ક અને એનબીએફસી પાસેથી ભંડોળ મળે છે. જુલાઈ-સપ્ટેમ્બરમાં એનબીએફસીનું પ્રોવિઝનિંગ 78% સુધી વધ્યું હતું અને કેટલીક બૅન્કોના 67% સુધી લોન માઇક્રો ફાઇનાન્સને કારણે ફસાઈ ગઈ છે. જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં માઇક્રો ફાઇનાન્સ સેગમેન્ટની એનપીએ 1.38% વધીને 6.54% થઈ છે. જોકે બૅન્કોની એનપીએ 0.01% જ વધીને 2.1% રહી છે પણ બૅન્કોની કુલ લોન બુકમાં તેની હિસ્સેદારી 9% છે. એટલે ગંભીર અસર જોવા મળી રહી છે. તેને પગલે 6 વર્ષમાં પહેલી વાર એનપીએની ભરપાઈ માટે એનબીએફસીનું પ્રોવિઝનિંગ 1.75 ગણું વધ્યું છે. તેમાં દેશની ટોપ એનબીએફસી સામેલ છે. વર્ષમાં પર્સનલ લોનની ગતિ અડધી થઈ, ગ્રોથ 25%થી 18% થઈ ગયો
MFIમાં આટલી રકમ ફસાઈ હોવાની અસર જોવા મળે છે. રિઝર્વ બૅન્ક પ્રમાણે 1 વર્ષમાં પર્સનલ લોન વધવાની ગતિ 32%થી ઘટીને 13.5% થઈ છે. સપ્ટેમ્બર સુધીમાં લોનનો વૃદ્ધિદર પણ ઘટીને 13% થયો છે. ઇકરાનું અનુમાન છે કે 2024-25માં આ સેક્ટરનો એયુએમ ગ્રોથ ઘટીને 16-18% રહી જશે. ગત નાણાવર્ષમાં એ અંદાજે 25% હતો. મર્યાદા દૂર થઈ તો આડેધડ વ્યાજ વસૂલવા લાગ્યા, આ મોટું કારણ
2022માં રિઝર્વ બૅન્કે માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન્સ (એફએમઆઇ) દ્વારા ગ્રાહકો પાસેથી લેવાતા વ્યાજની મહત્તમ મર્યાદા દૂર કરી દેવાઈ હતી. પહેલાં એમએફઆઇ ગ્રાહકોના ફંડ ખર્ચ સામે 12% સુધી વધુ વ્યાજ લઈ શકતા હતા પણ હવે એવી કોઈ જોગવાઈ નથી. આ કારણે તેમના વ્યાજદરો 27% સુધી પહોંચી ગયા છે. લોન ડિફોલ્ટનું આ સૌથી મોટું કારણ છે. ગુજરાત, MP, મહારાષ્ટ્રમાં ડિફોલ્ટર વધુ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments