ટીવી એક્ટર રવિ દુબે નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં જોવા મળશે. એક્ટરે એક ઇન્ટરવ્યુ દરમિયાન ફિલ્મમાં તેના રોલ વિશે ઘણા ખુલાસા કર્યા છે. રવિ દુબે રણબીર કપૂર અને સાઈ પલ્લવી સ્ટારર ‘રામાયણ’માં લક્ષ્મણની ભૂમિકા ભજવશે. અગાઉ કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ કહ્યું હતું કે લક્ષ્મણનું પાત્ર ભજવવા માટે યોગ્ય એક્ટર મળવો મુશ્કેલ છે. આ ફિલ્મ 2026 અને 2027માં બે ભાગમાં રિલીઝ થશે. નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ રિલીઝ પહેલા જ ચર્ચામાં છે. ફિલ્મમાં લક્ષ્મણની ભૂમિકા રવિ દુબે ભજવશે
રવિ દુબેએ કનેક્ટ સિને સાથેની વાતચીત દરમિયાન રણબીર કપૂર સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો. સાથે જ ફિલ્મમાં પોતાના પાત્ર વિશે વાત કરતાં તેણે કહ્યું- ‘હું ફિલ્મમાં લક્ષ્મણનું પાત્ર ભજવી રહ્યો છું. આખરે, મને મારા પાત્ર વિશે કંઈપણ શેર કરવાની મેકર્સ પાસેથી પરવાનગી મળી છે. રવિ દુબેએ વધુમાં કહ્યું કે, મેં આટલા લાંબા સમય સુધી આ વિશે વાત નથી કરી કારણ કે હું ફિલ્મના ડિરેક્ટર અને મેકર્સની પરવાનગી વિના કોઈ નિવેદન આપવા માંગતો ન હતો. નમિત સર અને નિતેશ સર ઈચ્છતા હતા કે ફિલ્મના પાત્રો વિશે કોઈ માહિતી શેર કરવામાં ન આવે. તેણે આગળ કહ્યું, લક્ષ્મણનું પાત્ર ભજવવું એ સન્માન અને જવાબદારી છે. પત્નીને પણ આ રોલ વિશે ખબર ન હતી – રવિ આ મુલાકાતમાં રવિ દુબેની સાથે તેની પત્ની સરગુન મહેતા પણ હાજર હતી. એક્ટરની પત્નીએ કહ્યું- રવિએ મને એવું પણ કહ્યું ન હતું કે તે નિતેશ સરની ફિલ્મ ‘રામાયણ’માં કામ કરી રહ્યો છે, તેણે તેના રોલ વિશે કંઈપણ શેર કર્યું નહતું. એક દિવસ રવિ જ્યારે શૂટિંગ માટે ઘરેથી નીકળી રહ્યો હતો, ત્યારે મેં તેને પૂછ્યું કે તે ક્યાં જાય છે? તો પણ એટલું જ કહ્યું કે કામ પર જઈ રહ્યો છે. રવિ પહેલીવાર રણબીર કપૂર સાથે જોવા મળશે રવિ દુબે પહેલીવાર રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરશે. રણબીર કપૂર સાથે કામ કરવા પર એક્ટરે કહ્યું- રણબીર કપૂર જેવા મેગાસ્ટાર સાથે કામ કરવું મારા માટે મોટી વાત છે. આ પહેલીવાર હશે જ્યારે હું તેની સાથે સ્ક્રીન શેર કરીશ. હું અત્યાર સુધી જે પણ લોકોને મળ્યો છું તેમાંથી મેં રણબીર કપૂરના વખાણ સાંભળ્યા છે. તે મારા મોટા ભાઈ જેવો છે, તે ખૂબ જ સારો વ્યક્તિ છે. રણબીર ભગવાન રામના રોલમાં જોવા મળશે ‘રામાયણ’ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા ભજવશે અને પલ્લવી સીતાની ભૂમિકા ભજવશે. જ્યારે સુપરસ્ટાર યશ રાવણના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે, જેનો પહેલો ભાગ 2026માં દિવાળીના અવસર પર રિલીઝ થશે અને બીજો ભાગ 2027માં રિલીઝ થશે. જો રિપોર્ટ્સનું માનીએ તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સની દેઓલ આ ફિલ્મમાં ભગવાન હનુમાનની ભૂમિકા ભજવી શકે છે. જો કે, હજી સુધી એક્ટર અથવા મેકર્સે આ વિશે કોઈ માહિતી આપી નથી.