સતત ધમકીઓ વચ્ચે સલમાન ખાન 6 ડિસેમ્બર, શુક્રવારની સવારે ફ્લાઈટ દ્વારા મુંબઈથી દુબઈ જવા રવાના થયો છે. તે વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પર કડક સુરક્ષા વચ્ચે જોવા મળ્યા હતો. બોડીગાર્ડ શેરા અને બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકી પણ સાથે જોવા મળ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી સલમાનને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. મુંબઈ એરપોર્ટ પર સલમાન ખાનને જોતા જ પાપારાઝીઓએ તેને ઘેરી લીધો હતો. સલમાને સ્માઈલ આપી અને કેમેરા સામે પોઝ આપ્યો અને ઝડપથી નીકળી ગયો. બ્લેક શર્ટ અને બ્લુ ટ્રાઉઝર પહેરેલા સલમાને કેપ પહેરી હતી. એક્ટર કેમ અચાનક દુબઈ જઈ રહ્યા છે?
અહેવાલો અનુસાર, સલમાન ખાન તેની એક ઈવેન્ટને કારણે દુબઈ જવા રવાના થયો છે. તે 7 ડિસેમ્બરે દુબઈમાં અદા-બેંગ ધ ટૂરમાં પરફોર્મ કરશે. આ જ કારણ છે કે તે અચાનક દુબઈ જઈ રહ્યો છે. સલમાન ખાનને ઘણા સમયથી ધમકીઓ મળી રહી છે. તેમ છતાં તે પોતાના કાર્ય પ્રતિબદ્ધતાથી પાછળ હટ્યો નથી. સલમાનની જગ્યાએ ફરાહ ખાન હોસ્ટ કરશે ‘વીકેન્ડ કા વાર’
સલમાન શુક્રવારે ‘વીકેન્ડ કા વાર’નું શૂટિંગ કરવાનો હતો, પરંતુ તે પહેલા જ તે મુંબઈની બહાર નીકળી ગયો છે. અહેવાલો છે કે કોરિયોગ્રાફર અને ડિરેક્ટર ફરાહ ખાન તેની જગ્યાએ ‘વીકેન્ડ કા વાર’ હોસ્ટ કરશે. અગાઉ પણ ફરાહ સલમાનની ગેરહાજરીમાં ‘બિગ બોસ’ની જવાબદારી સંભાળી ચૂકી છે. કડક સુરક્ષાને ભેદી ન શક્યા શૂટર
ગઈકાલે ખુલાસો થયો હતો કે આરોપીએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે સલમાન ખાનનું નામ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની હિટલિસ્ટમાં હતું. પરંતુ સલમાનની કડક સુરક્ષાને કારણે શૂટર સલમાન સુધી પહોંચી શક્યા નહોતા. સલમાનને સતત મળી રહેલી ધમકીઓને કારણે તેને સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. શંકાસ્પદ યુવક શૂટિંગ સ્થળ પર પહોંચ્યો હતો
અગાઉ બે દિવસ પહેલા પણ સમાચાર આવ્યાં હતાં કે એક અજાણ્યો વ્યક્તિ સલમાનની શૂટિંગ સાઇટમાં ગેરકાયદેસર રીતે ઘૂસ્યો હતો. જ્યારે તે શંકાસ્પદ જણાયો, તો તેની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે તે વ્યક્તિએ કહ્યું – બિશ્નોઈ કો બોલું ક્યા? આ પછી તેને પૂછપરછ માટે તરત જ શિવાજી પાર્ક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. દાદર વેસ્ટમાં સલમાનનું શૂટિંગ ચાલી રહ્યું હતું. ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર, સલમાનનો એક ફેન હતો જેણે શૂટિંગ જોવા જવું હતું, સુરક્ષાએ તેને રોક્યો ત્યારે મારપીટ થઈ અને તેણે ગુસ્સામાં લોરેન્સ બિશ્નોઈનું નામ લીધું. 10 મહિનામાં 2 કેસ જે બાદ સલમાનની સુરક્ષા વધારવામાં આવી 12 ઓક્ટોબરઃ સલમાનના નજીકના બાબા સિદ્દીકીની હત્યા. સલમાન ખાનના નજીકના સહયોગી અને NCP નેતા બાબા સિદ્દીકી તેમના પુત્ર ઝીશાનની ઓફિસમાંથી બહાર આવ્યા હતા. ત્યારબાદ તેના પર 6 ગોળીઓ ચલાવવામાં આવી હતી. બે ગોળી સિદ્દીકીના પેટમાં અને એક છાતીમાં વાગી હતી. તેમને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં રાત્રે 11.27 વાગ્યે તેને મૃત જાહેર કરવામાં આવ્યા. આ હુમલાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી હતી. 14 એપ્રિલ: સલમાનના એપાર્ટમેન્ટમાં ફાયરિંગ સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ થયું હતું. આ હુમલાની જવાબદારી લોરેન્સ ગ્રુપે લીધી હતી. ઘટનાના બે મહિના બાદ સલમાને મુંબઈ પોલીસને નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે, ‘હું વારંવાર અલગ-અલગ લોકો દ્વારા નિશાન બનીને કંટાળી ગયો છું. અગાઉ પણ ઘણી વખત ધમકીઓ મળી ચુકી છે અને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. હું ઘણા કેસોમાં ફસાઈ ગયો છું.’ સલમાનને 2 વર્ષમાં 8 વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે