પંજાબ-હરિયાણા બોર્ડર પર છેલ્લા 9 મહિનાથી ધામા નાખેલા ખેડૂતોની દિલ્હી તરફ કૂચ શરૂ થઈ ગઈ છે. 101 ખેડૂતો પગપાળા અંબાલા તરફ જતા સમયે 2 બેરિકેડ પાર કરી ચૂક્યા છે. હવે તેમને હરિયાણા પોલીસ અને અર્ધલશ્કરી દળના બેરિકેડ પર રોકી દેવામાં આવ્યા છે. ખેડૂતોએ બેરીકેડ્સ અને કાંટાળી તાર ઉખેડી નાખ્યા છે. આ પછી હરિયાણા પોલીસે તેમને ચેતવણી આપી હતી. ખેડૂતો અને પોલીસ સામસામે આવી ગયા છે. MSP, લોન માફી અને પેન્શન જેવી તેમની માંગણીઓ માટે 13 ફેબ્રુઆરીથી વિરોધ કરી રહેલા ખેડૂતોને હરિયાણા સરકારે માર્ચની મંજૂરી આપી નથી. ખેડૂતોના વિરોધને જોતા હરિયાણાના ગૃહ સચિવ સુમિતા મિશ્રાએ પંજાબ-હરિયાણા સરહદને અડીને આવેલા અંબાલાના 11 ગામોમાં ઈન્ટરનેટ બંધ કરવાનો આદેશ આપ્યો છે. અપડેટ્સ… ક્યાં, શું વ્યવસ્થા ખનૌરી બોર્ડર- પોલીસની 13 કંપની, સીઆરપીએફ અને બીએસએફની એક-એક કંપની તૈનાત કરવામાં આવી છે. કુલ દોઢ હજારથી વધુ કર્મચારીઓ તૈનાત છે. 3 જેસીબી, વોટર કેનન વાહનો, 3 વજ્ર વાહનો, 20 રોડવેઝ બસ અને 7 પોલીસ બસો તૈનાત કરવામાં આવી છે. 30 કિલોમીટરના વિસ્તારમાં 3 સ્થળોએ ત્રણ સ્તરીય બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. શંભુ બોર્ડર- 3 લેયર બેરિકેડીંગ છે. હરિયાણા પોલીસે સિમેન્ટની મક્કમ દિવાલ બનાવી છે. પોલીસ અને અર્ધ લશ્કરી દળો તૈનાત છે. બ્રિજની નીચે લગભગ 1 હજાર પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનો તૈનાત છે. વજ્ર વાહનો અને એમ્બ્યુલન્સ પણ હાજર છે. અત્યારે લગભગ દોઢ હજાર ખેડૂતો અહીં એકઠા થયા છે. ખેડૂતોની દિલ્હી કૂચના દરેક ક્ષણના સમાચાર જાણવા માટે બ્લોગ પર જાઓ…