IMDB એ પોપ્યુલર ઈન્ડિયન મૂવી સ્ટાર્સની યાદી બહાર પાડી છે. જેમાં તૃપ્તિ ડિમરીનું નામનું સ્થાન ટોચ પર છે. એક્ટ્રેસે શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટને પાછળ છોડી દીધા છે. IMDBની યાદી અનુસાર, દીપિકા બીજા સ્થાને છે, જ્યારે શાહરૂખ ચોથા સ્થાને અને આલિયા 9મા સ્થાને છે. તૃપ્તિએ કહ્યું- મારા પર વિશ્વાસ દર્શાવવા માટે દરેકનો આભાર
તૃપ્તિએ આ અચીવમેન્ટ પર ખુશી વ્યક્ત કરી છે અને IMDBનો પણ આભાર વ્યક્ત કર્યો છે. ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા તેણે લખ્યું- મારા માટે આ ખૂબ જ અનોખી ક્ષણ છે. આ અદ્ભુત વર્ષ રહ્યું છે. આ સન્માન માટે IMDBનો આભાર. મને જે અદ્ભુત લોકો સાથે કામ કરવાની તક મળી છે તે માટે હું ખૂબ આભારી છું. આ વર્ષે જેમણે મને આટલો પ્રેમ દર્શાવ્યો છે તેનો દિલથી આભાર. આ એક અનફર્ગેટેબલ વર્ષ રહ્યું છે અને આવવાના ઘણા બધા છે! તૃપ્તિના રૂમર્ડ બોયફ્રેન્ડ સેમ મર્ચન્ટે આ અચિવમેન્ટ પર ખુશી વ્યક્ત કરી છે. ઇન્સ્ટા પર એક્ટ્રેસની પોસ્ટને ફરીથી શેર કરતી વખતે, તેણે લખ્યું – અમને ગર્વ અનુભવ કરાવી રહ્યા છો…. તૃપ્તિનું નસીબ ‘એનિમલ’ ફિલ્મથી ચમક્યું
તૃપ્તિના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ‘લૈલા મજનુ’ અને ‘એનિમલ’ જેવી ફિલ્મો માટે જાણીતી છે. તેણે ‘લૈલા મજનૂ’ ફિલ્મમાં અવિનાશ તિવારી સાથે કામ કર્યું હતું. તે જ સમયે, તેણે ફિલ્મ ‘એનિમલ’માં રણબીર કપૂર સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી હતી. આ ફિલ્મથી તેને ઘણી લોકપ્રિયતા મળી હતી. તે જ સમયે, તાજેતરમાં તૃપ્તિ ‘વિકી વિદ્યા કા વો વીડિયો’ અને ‘ભૂલ ભૂલૈયા 3’ ફિલ્મોમાં જોવા મળી છે.